મારું ગુજરાત

સાણંદમાં દીપડાની દહેશત! મોટી દેવતી રોડ પાસે પંજાના નિશાન, શ્વાનના મારણના પુરાવા મળ્યા

16 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
સાણંદમાં દીપડાની દહેશત! મોટી દેવતી રોડ પાસે પંજાના નિશાન, શ્વાનના મારણના પુરાવા મળ્યા

Sanand Leopard News: અમદાવાદ જિલ્લાના સાણંદ પંથકમાં ફરી એકવાર દીપડો દેખાયો હોવાની માહિતીથી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. સાણંદના મોટી દેવતી ગામ રોડ પાસે દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા હોવાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. ઈંટોના ભઠ્ઠા નજીક એક શ્વાનનું મારણ કર્યાના પુરાવા પણ મળ્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે. માહિતી મળતા વન વિભાગની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી અને દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની કામગીરી શરૂ કરી છે.

મોટી દેવતી ગામ આસપાસ દીપડાના આંટાફેરાની શક્યતા
સાણંદ તાલુકાની આસપાસ દીપડાની હાજરીની શક્યતા અગાઉ પણ સામે આવી ચૂકી છે. શેલા વિસ્તારમાં દીપડો દેખાયા હોવાની ઘટના બાદ સાણંદ તાલુકાની આસપાસ બે-ત્રણ વખત દીપડો ફરતો હોવાની ચર્ચા વચ્ચે હવે મોટી દેવતી ગામ નજીક તેના પંજાના નિશાન મળ્યા છે. આ વિસ્તારમાં દીપડાની અવરજવર હોવાની શક્યતાને પગલે વન વિભાગ સતર્ક બન્યું છે.

પંજાના નિશાન અને શ્વાનનું મારણ મળ્યાનો સ્થાનિકોનો દાવો
મોટી દેવતી ગામ નજીક જંગલ જેવા વિસ્તારમાં આવેલા ઈંટોના ભઠ્ઠા પાસે પંજાના નિશાન જોવા મળ્યા હતા. આ ઉપરાંત ત્યાં એક શ્વાનનું મારણ કર્યાના પુરાવા પણ મળ્યા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. ત્યારબાદ સમગ્ર મામલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ટીમે સ્થળ પર પહોંચીને આસપાસના વિસ્તારમાં તપાસ કરી અને દીપડાની હાજરીની શક્યતાને ધ્યાનમાં રાખીને પાંજરું મૂક્યું છે.

'મળેલા ફૂટપ્રિન્ટ દીપડાના હોવાની પૂરી શક્યતા' : RFO
સાણંદ રેન્જના વન વિભાગના RFO હરેશભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર, 15 સપ્ટેમ્બરે મોટી દેવતી ગામમાં દીપડો દેખાયો હોવાની માહિતી મળી હતી. તેના આધારે વન વિભાગની ટીમે સ્થળ પર તપાસ કરી હતી. તપાસ દરમિયાન મળેલા પંજાના ફૂટપ્રિન્ટ દીપડાના હોવાની પૂરી શક્યતા હોવાનું તેમણે જણાવ્યું હતું. RFOના જણાવ્યા મુજબ, અગાઉ પણ મોટી દેવતી ગામ નજીક દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા હતા અને હવે ફરી તે જ વિસ્તારની પાછળની તરફ આવા નિશાન મળ્યા છે. તેથી દીપડો આસપાસના વિસ્તારમાં હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તેને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું છે.

Tags:
#IndiaWildlife#BigCatAlert#શ્વાનનુંમારણ#પંજાનાનિશાન#વનવિભાગ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026