મારું ગુજરાત

જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શને જતાં ભક્તો માટે રેલવેની ભેટ, ગાંધીનગરથી ચાલશે સ્પેશિયલ ટ્રેન

2 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શને જતાં ભક્તો માટે રેલવેની ભેટ, ગાંધીનગરથી ચાલશે સ્પેશિયલ ટ્રેન

Janmashtami Special Train Announced: જન્માષ્ટમીના પાવન પર્વે દેવભૂમિ દ્વારકા ખાતે કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે. ભક્તોના આ ભારે ઘસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગાંધીનગર કેપિટલ અને દ્વારકા વચ્ચે વિશેષ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી યાત્રાળુઓ સહેલાઈથી મુસાફરી કરી શકશે.

3 દિવસમાં કૂલ 6 ફેરા કરશે આ સ્પેશિયલ ટ્રેન
રેલવે વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, ટ્રેન નંબર 09521 અને 09522 (ગાંધીનગર કેપિટલ - દ્વારકા સ્પેશિયલ) 3, 4 અને 5 સપ્ટેમ્બર 2026ના રોજ બંને દિશામાં દોડાવવામાં આવશે. આ ત્રણ દિવસો દરમિયાન ટ્રેન કુલ 6 ફેરા મારશે. તહેવારના દિવસોમાં ટ્રેનોમાં થતી ભારે ભીડ અને ટિકિટ મેળવવામાં પડતી મુશ્કેલીઓમાંથી મુસાફરોને બચાવવા માટે રેલવે પ્રશાસન દ્વારા આ ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ગાંધીનગરથી રાત્રે ઉપડી સવારે દ્વારકા પહોંચાડશે
આ સ્પેશિયલ ટ્રેનનું સમયપત્રક ભક્તો માટે અત્યંત અનુકૂળ રહે તે રીતે ગોઠવવામાં આવ્યું છે. ગાંધીનગર કેપિટલથી આ ટ્રેન રાત્રે 08.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 05.50 વાગ્યે મુસાફરોને દ્વારકા પહોંચાડશે. રાત્રિના સમયે મુસાફરી કરીને સવારે પહોંચવાના કારણે શ્રદ્ધાળુઓ વહેલી સવારે દ્વારકાધીશના મંગળા દર્શન અને પૂજા-અર્ચનાનો લાભ સરળતાથી લઈ શકશે.

રિઝર્વેશન વગર થઈ શકશે મુસાફરી
આ ટ્રેનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના તમામ કોચ અનારક્ષિત (જનરલ) રાખવામાં આવ્યા છે. તહેવારના સમયે અચાનક પ્લાન બનાવતા કે રિઝર્વેશન કન્ફર્મ ન થઈ શક્યુ હોય તેવા ભક્તો પણ સામાન્ય ટિકિટ લઈને આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. અમદાવાદ, ગાંધીનગર તેમજ આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓને આ સુવિધાનો સીધો લાભ મળશે.

મુખ્ય સ્ટેશનો પર મળશે સ્ટોપ
ગાંધીનગરથી ઉપડીને દ્વારકા જતી આ ટ્રેન માર્ગમાં આવતા મુખ્ય સ્ટેશનો પર ઊભી રહેશે, જેથી અન્ય શહેરોના પ્રવાસીઓ પણ તેનો લાભ લઈ શકે. જન્માષ્ટમી જેવા મોટા તહેવાર પર એસ.ટી. બસ અને ખાનગી વાહનોમાં મુસાફરોનો ઘસારો વધી જતો હોય છે, ત્યારે રેલવેની આ વિશેષ ટ્રેન ભક્તો માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને તેમની યાત્રા વધુ સુગમ તથા આરામદાયક બનશે.

Tags:
રેલવે સેવાદ્વારકા દર્શનWesternRailwayભાવિકોપ્રવાસી
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026