મારું ગુજરાત

'માતા 15 મિનિટ માટે બહાર ગઈ ને ઘરે આવીને જોયું તો...', માતાએ ઠપકો આપતા ધો.8ના વિદ્યાર્થીનો આપઘાત

1 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'માતા 15 મિનિટ માટે બહાર ગઈ ને ઘરે આવીને જોયું તો...', માતાએ ઠપકો આપતા ધો.8ના વિદ્યાર્થીનો આપઘાત

Surat Student Suicide Class 8 Student Bhesan: સુરત શહેરના ભેસાણ ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મોરાભાગળ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીએ માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગી આવતાં ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. માસૂમ દીકરાના આ અચાનક અને અંતિમ પગલાથી સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

માતા 15-20 મિનિટ બહાર ગઈ ને પુત્રએ જીવ ટૂંકાવી લીધો
ઘટનાની વિગતો અનુસાર, ઘરમાં ભાઈ અને બહેન વચ્ચે સામાન્ય મસ્તી અને બોલાચાલી થઈ રહી હતી. આથી માતાએ બંને બાળકોને ન સમજીને મસ્તી ન કરવા માટે થોડો ઠપકો આપ્યો હતો. ત્યારબાદ માતા પોતાના સરકારી દસ્તાવેજોના સુધારાનું કામ પતાવવા માટે ઘરની નજીક બહાર ગઈ હતી. માત્ર 15થી 20 મિનિટના ટૂંકા સમયમાં જ્યારે માતા ઘરે પરત ફરી ત્યારે પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. સગીરને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

'બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખો'- સ્વજનોની વાલીઓને અપીલ
આ કરુણ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં મૃતક કિશોરના સંબંધી રાકેશભાઈએ જણાવ્યું હતું કે, "ઘરમાં સામાન્ય રીતે ભાઈ-બહેન ઝઘડો કરતા હોય છે, તેથી બહેને બંનેને ઠપકો આપ્યો હતો. મારી બહેન પોતાના દસ્તાવેજોનું કામ પતાવીને 15-20 મિનિટમાં પાછી આવી ત્યાં તો બાળકે આ પગલું ભરી લીધું હતું." આ સાથે જ તેમણે સમાજના તમામ માતા-પિતાઓને અપીલ કરતાં કહ્યું કે, "તમારા બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખો અને તેમનું વિશેષ ધ્યાન રાખો."

બાળકોમાં વધતી સંવેદનશીલતા અને માનસિક સ્વાસ્થ્ય અંગે વિશેષ માહિતી
બાળ મનોવિજ્ઞાન અને સ્માર્ટફોનની અસર: મનોચિકિત્સકોના મતે, આજના સમયમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના અતિશય વપરાશને કારણે બાળકોમાં સહનશીલતા (Tolerance Level) ઘટી રહી છે અને આવેગશિલતા (Impulsivity) વધી રહી છે. નાના ઠપકા કે ઈનકાર પર બાળકો ઝડપથી ઉશ્કેરાઈ જાય છે અથવા ભારે નિરાશા અનુભવે છે.

વાલીઓ માટે મહત્વની માર્ગદર્શિકા:

  • બાળકો સાથે દૈનિક ધોરણે મિત્રતાપૂર્ણ સંવાદ સાધો.

  • ડિજિટલ સ્ક્રીન ટાઈમ નિયંત્રિત કરો અને તેમને મેદાનની રમતો તથા આઉટડોર પ્રવૃત્તિઓમાં જોડો.

  • જો બાળકના વર્તનમાં અચાનક ચીડિયાપણું, એકલવાયાપણું કે અતિશય મૌન જોવા મળે, તો તેની સાથે પ્રેમથી વાત કરો અથવા ચાઇલ્ડ કાઉન્સેલરની મદદ લો.

  • હેલ્પલાઈન નંબર: જો કોઈ વ્યક્તિ કે બાળક માનસિક તણાવ અનુભવી રહ્યું હોય, તો તે સરકારી માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઈન 'Tele-MANAS' (14416 / 1800 891 4416) પર વિનામૂલ્યે સંપર્ક કરી કાઉન્સેલિંગ મેળવી શકે છે.

Tags:
Surat Crime News Suicide Minor Boy BhesanParenting Advisory Child Smartphone Addiction GujaratSurat Morabhagal Swaminarayan School Student NewsChild Mental Health Screen Time Impact Surat Incident13 Year Old Boy Suicide Surat Mother Scolding
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026