મારું ગુજરાત

રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક સામે યુવરાજ માનવેન્દ્રસિંહનો વિરોધ

26 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક સામે યુવરાજ માનવેન્દ્રસિંહનો વિરોધ

Rajpipla Devasthan Samiti dispute: નર્મદાના રાજપીપળામાં હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂકને લઈને રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહે સખત વિરોધ નોંધાવ્યો છે. નવી સમિતિમાં રાજકીય પક્ષ સાથે જોડાયેલા લોકોને સ્થાન આપવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે તેઓ નારાજ થયા છે. સમિતિની રચના અંગે રાજવી પરિવાર સાથે પૂરતો પરામર્શ કરવામાં આવ્યો ન હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. આ મામલે યુવરાજ માનવેન્દ્રસિંહે નર્મદા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.

'રાજવી પરિવારે માતાજીને રાજપીપળા લાવ્યા હતા'
સમિતિની રચના અંગે વાત કરતાં માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે રાજવી પરિવાર દ્વારા માતાજીને રાજપીપળા લાવવામાં આવ્યા હતા અને મંદિર સાથે રાજવી પરિવારનો ઐતિહાસિક સંબંધ રહ્યો છે. નવી સમિતિમાં રાજવી પરિવાર તરફથી માત્ર તેમનું નામ રાખવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, પરિવાર તરફથી અન્ય સભ્યોનાં નામ પણ સૂચવવામાં આવ્યા હોવા છતાં તેમને સ્થાન આપવામાં આવ્યું નથી તેવો દાવો તેમણે કર્યો હતો.

'ધર્મના કામમાં રાજકીય લોકોને સ્થાન ન હોવું જોઈએ'
યુવરાજ માનવેન્દ્રસિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મંદિર અને ધર્મ સાથે જોડાયેલા કામમાં રાજકીય લોકોને સામેલ કરવામાં ન આવવા જોઈએ. તેમના જણાવ્યા મુજબ, જો નવી સમિતિમાં રાજવી પરિવારના વંશજોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી, તો તેને રાજવી પરિવાર સાથે અન્યાય થયો હોવાનું કહી શકાય. તેમણે સમિતિની નવી નિમણૂક અંગે ગંભીર વાંધો ઉઠાવી યોગ્ય પરામર્શની માંગ કરી છે.

મંદિરના આર્થિક વ્યવહારના ઓડિટનો પણ મુદ્દો ઉઠાવ્યો
માનવેન્દ્રસિંહે મંદિરના આર્થિક વ્યવહાર અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમના દાવા મુજબ છેલ્લા 25 વર્ષથી મંદિરના આર્થિક વ્યવહારોનું ઓડિટ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત નવી સમિતિની રચના રાજવી પરિવાર સાથે ચર્ચા કર્યા વિના કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. હવે તેમની રજૂઆત બાદ જિલ્લા વહીવટી તંત્ર આ મામલે શું નિર્ણય લે છે અને નવી સમિતિની રચનાને લઈને કોઈ ફેરફાર થાય છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.

Tags:
ગુજરાત વંદનGujarat VandanDevasthan SamitiNew Appointment IssueManvendrasinh Protest
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026