મારું ગુજરાત

રાજકોટમાં યુવકે એસિડ પીધું, બે PCB કર્મચારીઓ સામે બે લાખની માંગનો આક્ષેપ

23 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
રાજકોટમાં યુવકે એસિડ પીધું, બે PCB કર્મચારીઓ સામે બે લાખની માંગનો આક્ષેપ

Rajkot rickshaw driver acid consumption: રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા જશરાજનગરમાં રહેતા 21 વર્ષીય રિક્ષાચાલક યુવકે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક કોસ્મોપ્લેક્સ સિનેમા પાછળ યુવકે સાંજના સમયે એસિડ ગટગટાવી લીધું હતું. ઝેરી અસર થતાં તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન યુવકે બે પોલીસ કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ચાર પેટી દારૂ ઝડપી લીધો હતો
પોલીસમાંથી મળતી માહિતી મુજબ, યુવક ભાર્ગવ હિતેષભાઈ વાળા રિક્ષા ચલાવે છે. આશરે બે મહિના અગાઉ તેની રિક્ષામાં બેઠેલા એક મુસાફર પાસેથી પોલીસે ચાર પેટી દારૂ ઝડપી લીધો હતો. આ મામલે પોલીસે મુસાફર વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો હતો. જોકે, ભાર્ગવના આક્ષેપ મુજબ ત્યારબાદ PCBના પોલીસ કર્મચારી અનિલ સોનારા અને મહીપાલસિંહ દ્વારા તેની પાસેથી રૂ. 2 લાખની માંગણી કરવામાં આવતી હતી.

ભાર્ગવે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું
યુવકના જણાવ્યા મુજબ, બંને કર્મચારીઓ અવારનવાર તેની સાથે મારપીટ પણ કરતા હતા. વારંવારની કથિત ઉઘરાણી અને મારપીટથી કંટાળીને તેણે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું ભાર્ગવે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે. જોકે, આ તમામ આક્ષેપો હાલ યુવકના નિવેદન પર આધારિત છે અને સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

કર્મચારીઓ સામે કરવામાં આવેલા આક્ષેપોની તપાસ કરશે
ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ યુવકના નિવેદન, અગાઉના દારૂના કેસની વિગતો તેમજ PCBના બંને કર્મચારીઓ સામે કરવામાં આવેલા આક્ષેપોની તપાસ કરશે. હાલ યુવકને સારવાર આપવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનામાં પોલીસની તપાસ બાદ જ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

Tags:
ગુજરાત વંદનGujarat Vandan#ન્યાય#લાંચખોરી#ગુજરાત
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026