મારું ગુજરાત

'ભાઈ પાછો આવી જા, મારા જીવ...' અકાળે છીનવાયો એકનો એક ભાઈ, જાણીતી ગુજરાતી સિંગર બહેનો શોકમાં

24 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'ભાઈ પાછો આવી જા, મારા જીવ...' અકાળે છીનવાયો એકનો એક ભાઈ, જાણીતી ગુજરાતી સિંગર બહેનો શોકમાં

Gujarati Singer Mira Ahir: રાજકોટ-મોરબી હાઈવે પર હડાળા ગામ નજીક મધરાતે ગમખ્વાર અકસ્માતમાં 20 વર્ષીય કાના હુંબલનું મોત થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું છે. પૂરઝડપે આવેલા ટ્રકે રસ્તા પર પાર્ક કરેલી કાર અને રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતાં બે લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં કાના હુંબલ ઉપરાંત 45 વર્ષીય અજીતશાહજીલુશાહ શાહમદારનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.

પાંચ બહેનોના એકના એક ભાઈનું મોત
અકાળે જીવ ગુમાવનાર કાના હુંબલ પાંચ બહેનોનો એકમાત્ર ભાઈ હતો. પરિવારની માહિતી મુજબ તેની બે બહેનો જાણીતી ગુજરાતી સિંગર મીરા આહિર અને વૈશાલી આહિર છે. એકના એક ભાઈના અચાનક મોતના સમાચારથી પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. ભાઈના નિધન બાદ બહેનો અને પરિવારજનોનો આક્રંદ હૃદયદ્રાવક બન્યો છે. પરિવાર માટે આ દુઃખદ ઘટનાને વધુ કરુણ બનાવતી બાબત એ છે કે કાનાની એક બહેન હાલ વિદેશમાં સિંગિંગ કાર્યક્રમ માટે ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં તેને ભાઈના અકસ્માતમાં મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં શોકની લાગણી વધુ ઘેરી બની હતી.

પાર્ક કરેલી કાર અને રિક્ષાને ટ્રકે મારી ટક્કર
પ્રાથમિક વિગતો મુજબ, રાજકોટ-મોરબી હાઈવે પર હડાળા ગામ નજીક કાર અને રિક્ષા રસ્તા પર પાર્ક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પૂરઝડપે આવેલા ટ્રકે બંને વાહનોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બે વ્યક્તિઓને જીવ ગુમાવવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોરબી ઉર્ષમાં જતી વખતે શાહમદારનો પણ અકસ્માતમાં ભોગ
અકસ્મતમાં મૃત્યુ પામેલા 45 વર્ષીય અજીતશાહજીલુશાહ શાહમદાર ભાવનગર રોડ વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પોતાના પુત્ર સાથે મોરબી ખાતે ઉર્ષમાં જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતનો ભોગ બન્યા હતા.

CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના
અકસ્મતનો મહત્વનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે. દૃશ્યોમાં હાઈવે નજીક પાર્ક કરેલી કાર અને રિક્ષા તરફ પૂરઝડપે આવતું ટ્રક જોવા મળે છે અને ત્યારબાદ બંને વાહનોને ટક્કર થતાં અકસ્માત સર્જાય છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કરી ટ્રકની ગતિ સહિત અકસ્માતની સમગ્ર હકીકત અંગે તપાસ હાથ ધરી છે.

કુવાડવા રોડ પોલીસે તપાસ શરૂ કરી
અકસ્મત અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. અકસ્માત કયા સંજોગોમાં થયો, ટ્રક ચાલકની ભૂમિકા શું હતી અને કાર-રિક્ષા કઈ સ્થિતિમાં પાર્ક કરવામાં આવ્યા હતા તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે.

હાઈવે પર બેફામ દોડતા ભારે વાહનો સામે સવાલ
રાજકોટ-મોરબી હાઈવે પર ભારે વાહનોની અવરજવર વચ્ચે પૂરઝડપે વાહન ચલાવવાની ઘટનાઓને કારણે માર્ગ સુરક્ષા સામે ફરી સવાલો ઊભા થયા છે. અકસ્માત બાદ સ્થાનિકોમાં હાઈવે પર બેફામ દોડતા ભારે વાહનો અને માર્ગ સલામતી અંગે ચર્ચા જોવા મળી રહી છે.

Tags:
ગુજરાતRajkot-Morbiગમગીન માહોલભાવુકભાઈનું અવસાન
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026