મારું ગુજરાત

રાજકોટમાં 20 ટનની ક્રેઇને સ્કૂટરચાલકને કચડ્યો! 80 ફૂટ રોડ પર અકસ્માતમાં 4 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

30 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
રાજકોટમાં 20 ટનની ક્રેઇને સ્કૂટરચાલકને કચડ્યો! 80 ફૂટ રોડ પર અકસ્માતમાં 4 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

Rajkot Crane Accident: રાજકોટના મવડી વિસ્તારમાં 80 ફૂટ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. 20 ટનની ક્રેઇનનું વ્હીલ સ્કૂટરચાલક પર ફરી વળતાં 39 વર્ષીય આમદભાઈ સુમારભાઈ શેખનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ક્રેઇનચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. સમગ્ર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. પોલીસે ગુનો નોંધી ક્રેઇનચાલકની શોધખોળ હાથ ધરી છે.

પાછળથી ક્રેઇને સ્કૂટરને અડફેટે લીધું
મળતી માહિતી મુજબ, શહેરના વાવડી રોડ પર આવેલા મહમદી બાગ, શેરી નંબર-6માં રહેતા આમદભાઈ શેખ મંગળવારે બપોરે આશરે 12 વાગ્યે અરબનીયા સ્કૂટર લઈને મવડી 80 ફૂટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી ક્રેઇને અચાનક તેમના સ્કૂટરને અડફેટે લીધું હતું. અકસ્મતે આમદભાઈ રસ્તા પર પટકાયા બાદ ક્રેઇનનું તોતિંગ વ્હીલ તેમના માથા પરથી ફરી વળ્યું હતું. ગંભીર ઈજાને કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. CCTVમાં પણ ક્રેઇન દ્વારા સ્કૂટરને ટક્કર મારવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે.

લોકો એકત્ર થાય તે પહેલાં ચાલક ફરાર
અકસ્મત બાદ આસપાસના લોકો એકત્ર થાય તે પહેલાં જ ક્રેઇનચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી. EMTએ આમદભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ચાર દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આમદભાઈ ડ્રિલિંગ મશીન રીપેરીંગનું કામ કરતા હતા. તેમને સંતાનમાં ચાર દીકરીઓ છે. અકસ્માતમાં પરિવારના આધારસ્તંભ સમાન પિતાનું મોત થતાં ચારેય દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ તાલુકા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ફરાર ક્રેઇનચાલકને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ શરૂ કરી છે.

Tags:
અકસ્માતRajkotUpdateMavdiAccidentHeartbreakingLocalNewsRajkot
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026