મારું ગુજરાત

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલથી કૂદી વિદ્યાર્થિનીનો આપઘાત, 10મા માળેથી ઝંપલાવ્યું

19 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલથી કૂદી વિદ્યાર્થિનીનો આપઘાત, 10મા માળેથી ઝંપલાવ્યું

Marwadi University Student Suicide Rajkot: રાજકોટ શહેરમાં વિદ્યાર્થીઓના આપઘાતની કાળજું કંપાવી દે એવી ઘટના સામે આવી છે. શહેરના મોરબી રોડ પર આવેલી પ્રખ્યાત મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી ઝંપલાવીને એક 19 વર્ષીય વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતાં યુનિવર્સિટી સંકુલ અને વિદ્યાર્થીઓમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ સંચાલકો અને સુરક્ષા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

સવારે 10 વાગ્યે બની ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થિનીની ઓળખ 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌભાગ્ય વર્ષિતા તરીકે થઈ છે. તેણીએ સવારે આશરે 10 વાગ્યાના સુમારે ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગના 10મા માળેથી રહસ્યમય સંજોગોમાં નીચે કૂદી પડી હતી. ઊંચાઈ પરથી નીચે પછાડાવાના કારણે તેણીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તુરંત જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને સ્થાનિક કુવાડવા રોડ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી.

108 અને પોલીસની ટીમ ઘટનાસ્થળે
શહેરના મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલના એ વિંગના 10માં માળેથી ઝંપલાવી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ આંધ્રપ્રદેશની વતની 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકાએ સવારે 10 વાગ્યે હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. જે બાદ બનાવ અંગે જાણ થતા કુવાડવા પોલીસ અને 108 ટિમ સ્થળ પર પહોંચી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.

આપઘાતનું કારણ અકબંધ
બનાવની માહિતી મળતાં જ કુવાડવા પોલીસનો કાફલો મારવાડી યુનિવર્સિટી કેમ્પસ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પી.એમ. (પોસ્ટમોર્ટમ) અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. 19 વર્ષીય વિદ્યાર્થિનીએ આટલું અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગે કોઈ સુસાઈડ નોટ મળી છે કે નહીં તેમજ આત્મહત્યા પાછળ અભ્યાસનું ભારણ, માનસિક તણાવ કે અન્ય કોઈ વ્યક્તિગત કારણ છે તે દિશામાં કુવાડવા પોલીસે યુનિવર્સિટી સત્તાધીશો અને હોસ્ટેલની અન્ય વિદ્યાર્થિનીઓની પૂછપરછ શરૂ કરી છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં વધતા તણાવ અને માનસિક સ્વાસ્થ્યની ચિંતા
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સહિત ગુજરાતની મોટી શૈક્ષણિક સશંસ્થાઓ અને યુનિવર્સિટી હોસ્ટેલોમાંથી વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ઘરથી દૂર રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર, એકલતા અને હોમસિકનેસ જેવા કારણોસર માનસિક તણાવ વધતો હોય છે. નિષ્ણાતોના મતે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ સેન્ટર અને હોટલાઈન સેવાઓ વધુ મજબૂત બનાવવી અત્યંત જરૂરી બની ગઈ છે, જેથી સમયસર વિદ્યાર્થીઓને માનસિક સહારો આપી શકાય.

Tags:
#પોલીસ#હોસ્ટેલ#આપઘાત#સુરભીરાઠોડ#GujaratBreaking
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026