મારું ગુજરાત

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ફરી આપઘાત, 7 દિવસમાં આંધ્રપ્રદેશના બીજા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

25 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ફરી આપઘાત, 7 દિવસમાં આંધ્રપ્રદેશના બીજા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

Rajkot Marwadi University Student Death: રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં એક સપ્તાહમાં વધુ એક વિદ્યાર્થીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે યુનિવર્સિટીની મેઈન બિલ્ડિંગના છઠ્ઠા માળેથી આંધ્રપ્રદેશના એક વિદ્યાર્થી નીચે પટકાતાં તેનું મોત થયું હતું. સાત દિવસમાં આ પ્રકારની બીજી ઘટના સામે આવતાં યુનિવર્સિટી ફરી ચર્ચામાં આવી છે.

કમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી
મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થીની ઓળખ આંધ્રપ્રદેશના રહેવાસી હિમંત ગંદમાન તરીકે થઈ છે. તે કમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. યુનિવર્સિટી અધિકારીના જણાવ્યા અનુસાર, હિમંત છઠ્ઠા માળે પહોંચ્યો હતો અને ત્યાંથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. યુનિવર્સિટી તરફથી જણાવાયું છે કે CCTV ફૂટેજમાં વિદ્યાર્થી કેમ્પસમાં આવ્યો ત્યારે તેની પાસે બેગ ન હોવાનું જોવા મળ્યું છે. ત્યારબાદ તે છઠ્ઠા માળે પહોંચ્યો હતો. ઘટનાની જાણ થયા બાદ મૃતકના પરિવારજનોને માહિતી આપવામાં આવી રહી છે.

19 સપ્ટેમ્બરે પણ વિદ્યાર્થીનીનું મોત થયું હતું
આ ઘટનાના સાત દિવસ પહેલાં, 19 સપ્ટેમ્બરે પણ મારવાડી યુનિવર્સિટીમાં આંધ્રપ્રદેશની એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું. 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકા ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી નીચે પટકાઈ હતી. સૌબર્નિકા પણ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં AI આધારિત કોર્સમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. એક જ સપ્તાહમાં આંધ્રપ્રદેશના બે વિદ્યાર્થીઓના મોતની ઘટનાઓ સામે આવતાં મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ફરી ચિંતા અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags:
#DeathInUniversity#HigherEducation#Prevention#Tragedy#StudentLife
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026