Gold and cash robbery Rajkot: રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં એક મોટી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા ચોરોએ બંધ મકાનને ટારગેટ બનાવી રૂ. 26.70 લાખની મૂલ્યવાન મિલકત ઉઠાવી લીધી છે. પોલીસ સૂત્રો મુજબ, ચોરોએ મકાનમાંથી કુલ 23 તોલા સોના-ચાંદીના દાગીના તેમજ આશરે બે લાખ રૂપિયાની રોકડ રકમ ચોરી કરી લીધી છે.
શું છે સમગ્ર ઘટના?
મકાન માલિક પરિવાર સાથે બહારગામ ગયો હતો, ત્યારે ચોરોએ ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો અને દાગીના તથા રોકડ રકમ ઉઠાવી ફરાર થઈ ગયા. આ ઘટનાએ વિસ્તારના રહેવાસીઓમાં ડર જન્માવી દીધો છે. મકાન માલિકની ફરિયાદ બાદ રાજકોટ પોલીસની ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે. આસપાસના CCTV ફૂટેજને તપાસવમાં આવી રહ્યા છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરાઈ છે.
શહેરમાં સુરક્ષાના પ્રશ્નો?
ચોરીની આ ઘટના ફરી એકવાર શહેરમાં સુરક્ષાના પ્રશ્નો ઊભા કરી રહી છે. સ્થાનિક લોકોએ પોલીસને વધારે પેટ્રોલિંગ કરવાની વિનંતી કરી છે જેથી આવનાર સમયમાં આવી ઘટનાઓ રોકી શકાય.








