મારું ગુજરાત

ગુરુ-શિષ્યના સંબંધમાં કલંક: રાજકોટમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીએ લગ્નની લાલચ આપી શિક્ષિકા પર આચર્યું દુષ્કર્મ, ₹7 લાખ ખંખેરી લીધા

24 માર્ચ, 2026•
GVGujaratvandan team
ગુરુ-શિષ્યના સંબંધમાં કલંક: રાજકોટમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીએ લગ્નની લાલચ આપી શિક્ષિકા પર આચર્યું દુષ્કર્મ, ₹7 લાખ ખંખેરી લીધા

Rajkot News: સૌરાષ્ટ્રની આન-બાન અને શાન ગણાતા રાજકોટ શહેરમાં માનવતા અને પવિત્ર ગણાતા ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડતો એક અત્યંત આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ ધોરણ 10માં જે શિક્ષિકા પાસે અભ્યાસ કર્યો હતો, તેને જ 12 વર્ષ બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી, લગ્નની ખોટી લાલચ આપી અઢી વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, આરોપીએ શિક્ષિકા પાસેથી લાખો રૂપિયાની રોકડ અને સોનું પણ પડાવી લીધું હતું.

ફેસબુક મેસેજથી શરૂ થઈ જાળ
ઘટનાની વિગતો મુજબ, પીડિત શિક્ષિકા પતિ સાથે છૂટાછેડા લીધા બાદ રાજકોટમાં એકલા રહે છે. 25 જૂન 2024ના રોજ તેમના ફેસબુક એકાઉન્ટ પર એક અજાણ્યો મેસેજ આવ્યો હતો, જેમાં મોકલનારે પોતાની ઓળખ જૂના વિદ્યાર્થી તરીકે આપી હતી. ત્યારબાદ મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. આરોપી ધ્રુવીલ પંકજભાઈ દેસાઈ (રહે. સંસ્કાર સિટી, મવડી) શિક્ષિકા કરતા ઉંમરમાં 12 વર્ષ નાનો હોવા છતાં, તેણે જુલાઈ 2024માં સીધો જ શિક્ષિકાના ઘરે પહોંચીને પ્રેમનો એકતરફી એકરાર કર્યો હતો. ધ્રુવીલે કહ્યું હતું કે, "હું જ્યારે ધોરણ 10માં તમારી પાસે ભણતો હતો, ત્યારથી જ મને તમે ગમો છો."

લગ્ન અને વિદેશ સ્થાયી થવાની લાલચ આપી આચર્યું દુષ્કર્મ
આરોપી ધ્રુવીલે શિક્ષિકાને લગ્ન કરી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવાના સપના દેખાડ્યા હતા. જાન્યુઆરી 2025માં તેણે શિક્ષિકાના માતાને મળીને પણ વિશ્વાસમાં લીધા હતા કે તે લગ્ન કરવા માંગે છે. આ વિશ્વાસના જોરે ધ્રુવીલ અવારનવાર શિક્ષિકાના ઘરે આવતો અને તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. બંનેએ નવેમ્બર 2025માં થાઈલેન્ડનો પ્રવાસ કર્યો હતો અને ચાર જ્યોતિર્લિંગની યાત્રા પણ કરી હતી. શિક્ષિકા તેને પોતાનો ભાવિ પતિ માની પત્નીની જેમ તેની સાથે રહેતા હતા.

સગાઈ છુપાવીને શોષણ ચાલુ રાખ્યું
વિદ્યાર્થીની નફ્ફટાઈની હદ ત્યારે વટાવી જ્યારે માર્ચ 2025માં તેણે પોતાની સાથે ભણતી અન્ય એક યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. આ વાતની જાણ શિક્ષિકાને થતા ધ્રુવીલે જૂઠું બોલ્યું હતું કે, "આ સગાઈ પરિવારના દબાણથી કરી છે, પણ હું લગ્ન તો તમારી સાથે જ કરીશ." આ દરમિયાન ધ્રુવીલે ધંધામાં ખોટ ગઈ હોવાનું બહાનું કાઢીને શિક્ષિકા પાસેથી રોકડા 2 લાખ, પીએફના અઢી લાખ અને સોનાના દાગીના વેચાવી કુલ 7 લાખ રૂપિયા પડાવી લીધા હતા. છેક ડિસેમ્બર 2025 સુધી તેણે આ સંબંધ ચાલુ રાખી શિક્ષિકાનું શોષણ કર્યું હતું.

પોલીસની ઢીલી કામગીરી
આ મામલે પીડિત શિક્ષિકાએ 20 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી આપી હતી. જોકે, દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં તુરંત એફઆઈઆર નોંધવાને બદલે પોલીસે અઢી મહિના સુધી તપાસના નામે સમય પસાર કર્યો હતો. પીએસઆઈએ શિક્ષિકાને 'વિચારવાનો સમય' આપવાના બહાને કાર્યવાહી વિલંબમાં મૂકી હતી. આ દરમિયાન આરોપીના પિતાએ પોલીસ મથકે માફી પણ માંગી હતી, પરંતુ શિક્ષિકા ન્યાય માટે મક્કમ રહેતા અંતે અઢી મહિના બાદ ગુનો નોંધાયો છે. રાજકોટ ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈની કડક સૂચના હોવા છતાં સ્થાનિક પોલીસની આ બેદરકારી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

"હું તને ઓળખતો નથી, તારે જે કરવું હોય તે કરી લે"
શિક્ષિકાએ જ્યારે છેલ્લે પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે ધ્રુવીલે અસલી રંગ બતાવ્યો હતો. તેણે ધમકીભર્યા સૂરે કહ્યું હતું કે, "હું તને ઓળખતો પણ નથી અને તે મને કોઈ પૈસા આપ્યા નથી. તારા જેવી કેટલીય મારા જીવનમાં આવી ગઈ, જેમાંથી બે-ત્રણે તો આપઘાત પણ કરી લીધો છે. તારે જે કરવું હોય તે કરી લેજે." આ વાત સાંભળી સ્તબ્ધ થયેલી શિક્ષિકાએ હિંમત ભેગી કરી પોલીસના દ્વાર ખખડાવ્યા હતા.

સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો
હાલ ગાંધીગ્રામ પોલીસે ધ્રુવીલ પંકજભાઈ દેસાઈ સામે દુષ્કર્મ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ કિસ્સો સમાજ માટે એક લાલબત્તી સમાન છે કે સોશિયલ મીડિયા પર જૂની ઓળખના નામે આવતા લોકો પર આંધળો વિશ્વાસ મૂકવો કેટલો ઘાતક સાબિત થઈ શકે છે.

Tags:
Gujarat Crimeગુજરાત ક્રાઈમJusticeન્યાયFormer Student
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026