મારું ગુજરાત

રાજકોટ બાર એસોસિએશનને મળ્યો ધમકીભર્યો ઈ-મેઈલ, ખાલિસ્તાની સંગઠન BKI અને કૅનેડિયન નેતાઓના નામે અપાઈ ચીમકી

15 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
રાજકોટ બાર એસોસિએશનને મળ્યો ધમકીભર્યો ઈ-મેઈલ, ખાલિસ્તાની સંગઠન BKI અને કૅનેડિયન નેતાઓના નામે અપાઈ ચીમકી

Rajkot Court Bomb Threat: રાજકોટની અદાલત અને સૌરાષ્ટ્રના અત્યંત મહત્વપૂર્ણ ઔદ્યોગિક તેમજ કોસ્ટલ વિસ્તારોને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. ખાલિસ્તાની ગ્રુપના નામે મોકલવામાં આવેલા આ ધમકીભર્યા ઈમેઈલમાં રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની સાથે વાડીનાર પોર્ટથી નયારા રિફાઈનરી અને સિક્કા પોર્ટથી જામનગર સુધી ડ્રોન હુમલો કરવાની ચીમકી આપવામાં આવી છે. આ ગંભીર સંદેશ મળતાની સાથે જ કાયદાકીય અને સુરક્ષા વર્તુળોમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

બાર એસોસિએશનના પ્રમુખે પોલીસને કરી જાણ
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ધમકીભર્યો સંદેશ માત્ર કોર્ટના અધિકૃત ઈ-મેઈલ આઈડી પર જ નહીં, પરંતુ રાજકોટ બાર એસોસિએશનના ઈ-મેઈલ એડ્રેસ પર પણ પ્રાપ્ત થયો છે. ઈમેઈલ નજરે પડતાં જ બાર એસોસિએશનના પ્રમુખે તાત્કાલિક ધોરણે કોર્ટના વરિષ્ઠ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ કોર્ટ પ્રશાસન દ્વારા સત્તાવાર રીતે પોલીસ વિભાગને આ બાબતની જાણ કરવામાં આવી હતી, જેના પગલે સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્ક્વોડ સક્રિય થઈ ગઈ છે.

બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સંગઠનના નેતાઓના નામનો ઉલ્લેખ
આ મોકલવામાં આવેલા વિવાદાસ્પદ ઈ-મેઈલમાં કૅનેડા સ્થિત ખાલિસ્તાની નેતાઓ અને આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI)ના ટોચના નેતાઓના નામ લખવામાં આવ્યા છે. ઈ-મેઈલ મોકલનાર શખ્સે આ સંગઠનના નામે હુમલાની ધમકી આપીને ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ સાયબર સેલ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ ઈમેઈલનું IP એડ્રેસ ટ્રેસ કરીને તે ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સંગઠનના નેતાઓના નામનો ઉલ્લેખ
નોંધનીય છે કે, રાજકોટ કોર્ટ ઉપરાંત વાડીનાર અને સિક્કા પોર્ટ જેવા દરિયાઈ વિસ્તારો ભારતના આર્થિક અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. વાડીનાર ખાતે આવેલી નયારા એનર્જીની રિફાઇનરી અને જામનગર નજીક રિલાયન્સ સહિતના મોટા ઔદ્યોગિક સંકુલો આવેલ હોવાથી આ વિસ્તારોમાં સુરક્ષા હંમેશા હાઈ એલર્ટ પર હોય છે. ધમકી મળ્યા બાદ સિક્કા અને વાડીનાર પોર્ટ, રિફાઇનરી વિસ્તાર અને જામનગર સુધીના સંવેદનશીલ સ્થળો પર સ્થાનિક પોલીસ, કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ચેકિંગ પ્રક્રિયા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.

Tags:
#Security#Gujarat#India#Khalistan#Rajkot
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026