મારું ગુજરાત

વિવાદોની ક્વીન કીર્તિ પટેલ ફરી જેલના સકંજામાં! વહેલી સવારે પિતાના ઘરેથી દરોડો પાડી અચાનક ધરપકડ

30 જુલાઈ, 2026•
GVGujaratvandan team
વિવાદોની ક્વીન કીર્તિ પટેલ ફરી જેલના સકંજામાં! વહેલી સવારે પિતાના ઘરેથી દરોડો પાડી અચાનક ધરપકડ

Kirti Patel Arrested Gujarati News: સોશિયલ મીડિયા પર સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી મુશ્કેલીઓમાં ઘેરાઈ. સુરતની પુણા પોલીસ અને સુરેન્દ્રનગર પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને કીર્તિ પટેલની અચાનક અટકાયત કરી લીધી છે. સોશિયલ મીડિયા પર બદનક્ષી કરવા અને ગંભીર ધમકીઓ આપવાના મામલે કાયદાનો સકંજો ફરી એકવાર તેના પર કસાયો છે.

શું છે સમગ્ર મામલો?
મળતી વિગતો અનુસાર સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ભાવનગરના જાણીતા વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ ભમ્મરે આ બંને સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કીર્તિ પટેલ અને નયના બારૈયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને રાજુ ભમ્મર અને તેમના પરિવારની ભયંકર બદનક્ષી કરી હતી તેમજ તેમને ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ પણ આપી હતી.

વહેલી સવારે પિતાના ઘરેથી ઝડપાઈ
ફરિયાદના આધારે સુરતની પુણા પોલીસ એક્શનમાં આવી હતી. કીર્તિ પટેલ સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલા તેના પિતાના ઘરે હોવાની ચોક્કસ બાતમી મળતાં જ પૂર્ણા પોલીસ અને સુરેન્દ્રનગર પોલીસે વહેલી સવારે સંયુક્ત દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી જ કીર્તિ પટેલની અટકાયત કરી લીધી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી તથા પૂછપરછ માટે તેને સુરત લાવવાની તજવીજ હાથ ધરી છે.

અગાઉ પણ અનેક પોલીસ ફરિયાદો નોંધાઈ
સોશિયલ મીડિયા પર લાઈવ આવીને લોકોને ધમકીઓ આપવા માટે જાણીતી કીર્તિ પટેલ સામે આ પહેલા પણ અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ત્યારે હવે આ કેસમાં પોલીસ કેવા પ્રકારના પગલાં ભરે છે અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

Tags:
#Rajkot#Vadodara#BreakingGujarat#EarlyMorningRaid#SocialMediaStar
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026