મારું ગુજરાત

અમરેલીમાં પ્રતાપ દુધાતનો સરકાર પર પ્રહાર: “રાહત પેકેજ રસોડાના મીઠા જેવું, ખેડૂતોની મજાક સમાન”

7 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
અમરેલીમાં પ્રતાપ દુધાતનો સરકાર પર પ્રહાર: “રાહત પેકેજ રસોડાના મીઠા જેવું, ખેડૂતોની મજાક સમાન”

Pratap Dudhat attacks the government in Amreli: અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા ભારે નુકસાન બાદ રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. પરંતુ આ જાહેરાત બાદ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સરકાર પર તીખો પ્રહાર કર્યો છે. તેમણે આ પેકેજને “ગૃહિણીના રસોડામાં મીઠા કે ચટણી જેટલું બજેટ” ગણાવી સરકારની મજાક ઉડાવી હતી.

'ખેડૂતોના વાસ્તવિક નુકસાનની સામે તુચ્છ રકમ'
દુધાતે જણાવ્યું કે પ્રતિ હેક્ટર 22 હજાર રૂપિયાની સહાય ખેડૂતોના વાસ્તવિક નુકસાનની સામે તુચ્છ રકમ છે. “એક હેક્ટર એટલે સાડા છ વિધા, એટલે સરકારે વિધે ફક્ત 3,400 રૂપિયાની સહાય નક્કી કરી છે, જ્યારે ખેડૂતોને એક વિધે 50 હજાર રૂપિયાનું નુકસાન થયું છે,” એમ તેમણે આંકડાઓ સાથે સરકારની નીતિની ટીકા કરી.

'એક જ ગામમાં 12 કરોડ રૂપિયાનું નુકસાન થયું'
તેમણે વધુમાં ઉમેર્યું કે સરકાર 16,500 ગામ અને 44 લાખ ખેડૂતોની વાત કરે છે, પરંતુ વાસ્તવમાં એક જ ગામમાં 12 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. “જો સરકાર ખરેખર ખેડૂતોના હિતમાં હોય તો દેવા માફી, ઘાસચારા સહાય અને સાગરખેડૂતો માટે માછલીઓના નુકસાનનું વળતર તાત્કાલિક જાહેર કરે,” એમ દુધાતે જણાવ્યું.

કોંગ્રેસ આવતીકાલથી ગામે ગામ આંદોલન વેગવંતું બનાવશે
દુધાતે ચેતવણી આપી કે હવે નિર્ણય ખેડૂતોના હાથમાં છે. “ખેડૂતને શબ્દો નહીં, વાસ્તવિક સહાય જોઈતી છે,” એમ તેમણે કહ્યું. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ આવતીકાલથી ગામે ગામ આંદોલન વેગવંતું બનાવશે. શક્તિસિંહ ગોહિલ અમરેલીની મુલાકાતે આવી રહ્યા છે અને ખેડૂતોની સાથે ચર્ચા કરીને આગામી પગલાં નક્કી કરશે. આ નિવેદન સાથે દુધાતે સરકારના રાહત પેકેજને “પ્રચારનો પ્રપંચ” ગણાવી ખેડૂતોના અસંતોષને રાજકીય લડતમાં રૂપાંતરિત કરવાની ચેતવણી આપી છે.

Tags:
ગુજરાત સમાચારGujaratNewsMaruGujaratરાજકારણસરકાર
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026