મારું ગુજરાત

પોલીસની અસંવેદનશીલતાઃ 12 વર્ષના બાળક ગુમ થયાની ફરિયાદ કરવા પહોંચેલા પરિવારને ગોદડું ઓઢીને કહ્યું- '24 કલાક રાહ...'

21 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
પોલીસની અસંવેદનશીલતાઃ 12 વર્ષના બાળક ગુમ થયાની ફરિયાદ કરવા પહોંચેલા પરિવારને ગોદડું ઓઢીને કહ્યું- '24 કલાક રાહ...'

Rajkot Railway Police: રાજકોટ શહેરના રેલવે સ્ટેશન પરથી 12 વર્ષીય કિશોર ગુમ થવાના ગંભીર મામલે રાજકોટ રેલવે પોલીસની અસંવેદનશીલતા અને બેદરકારી સામે આવી છે. મોડી રાત્રે બાળકના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા ગયેલા પરિવારજનોને ફરજ પરના મહિલા PSO (પોલીસ સ્ટેશન ઓફિસર) એ ગોદડું ઓઢીને સૂતા-સૂતા જ '24 કલાક રાહ જુઓ' તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. પોલીસના આ વલણનો વીડિયો બાળકના મામાએ સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દ્વારકા જવાનું કહી ઘરેથી નીકળેલો કિશોર લાપતા
મળતી વિગતો અનુસાર, રાજકોટ રેલવે સ્ટેશન નજીક રહેતો 12 વર્ષીય કિશોર દ્વારકા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું કે કિશોરે કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી ઘરે ફોન કરીને પોતે સ્ટેશન પરથી દ્વારકા જઈ રહ્યો હોવાની જાણ કરી હતી. જે વ્યક્તિના મોબાઈલ પરથી ફોન આવ્યો હતો, તેની સાથે જ કિશોર હોવાની શક્યતા પરિવારે વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ કિશોર આ જ રીતે ગુમ થયો હતો, ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને શોધી કાઢ્યો હતો.

ટ્રેન નીકળી ગયા બાદ RPF ઓફિસે રજૂઆત, ગોદડું ઓઢી સૂતેલા PSO નો વીડિયો વાઈરલ
બાળકના મામાના જણાવ્યા મુજબ, અજાણ્યા નંબર પરથી ફોન આવ્યાની માત્ર 2 થી 3 મિનિટમાં જ તેઓ રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન રવાના થઈ ચૂકી હતી. આ અંગે પરિજનોએ સૌપ્રથમ ચાઈલ્ડ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી સંતોષકારક પ્રતિસાદ ન મળતા તેઓ મોડી રાત્રે RPF (રેલવે પોલીસ) ઓફિસ ખાતે લેખિત અરજી અને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.

પરિવારજનનો ગંભીર આક્ષેપ
પરિવારજનોનો આક્ષેપ છે કે, જ્યારે તેઓ મદદ માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે નાઈટ ડ્યુટી પર હાજર મહિલા PSO ગોદડું ઓઢીને સૂઈ રહ્યા હતા અને ઊભા થયા વગર જ 24 કલાક પછી આવવાનું કહીને મામલો ટાળી દીધો હતો. પોલીસની આ બેદરકારી જોઈને બાળકના મામાએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.

પરિજનોનો વેધક સવાલ: કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ?
હાલ પરિવારજનો બાળકના ગુમ થયાની તાત્કાલિક લેખિત અરજી નોંધી તપાસ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે પોલીસ તંત્ર દ્વારા એક-બે દિવસ રાહ જોયા બાદ નિયમાનુસાર કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી રહી છે. આ મામલે પરિજનોએ રોષ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો છે કે, "12 વર્ષનું માસૂમ બાળક ગુમ થયું હોય અને પોલીસ 24 કલાક રાહ જોવાનું કહે, તે દરમિયાન જો બાળક સાથે કોઈ અઘટિત ઘટના ઘટી જાય તો તેની જવાબદારી કોની રહેશે?"

Tags:
Rajkot local news Gujarati todaymissing boy Rajkot newsRajkot railway police viral video sleeping PSOpolice insensitivity 12 year old boy missing complaint family told to wait 24 hours#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026