મારું ગુજરાત

'સૌરાષ્ટ્રવાળા અહીં ઘણાં છે, માવો આવ્યો કે નહીં?' PM મોદીનું ફૂલ ફોર્મમાં ગુજરાતી સંબોધન, 'ભારત માતા કી જય' સાથે માવાથી મુક્તિની ટકોર

8 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'સૌરાષ્ટ્રવાળા અહીં ઘણાં છે, માવો આવ્યો કે નહીં?' PM મોદીનું ફૂલ ફોર્મમાં ગુજરાતી સંબોધન, 'ભારત માતા કી જય' સાથે માવાથી મુક્તિની ટકોર

PM Modi Navsari Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં ભાજપના નવા 'નમો કમલમ' કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સંપૂર્ણપણે ગુજરાતી અંદાજમાં સંબોધન કરતાં સૌરાષ્ટ્રવાસીઓની પાન-મસાલા અને માવા ખાવાની કુટેવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે હળવા અંદાજમાં કહ્યું હતું કે, ‘સૌરાષ્ટ્રવાળા અહીં ઘણાં છે, માવા આવ્યા કે નહીં?’ આ દરમિયાન તેમણે માવાની કુટેવથી મુક્તિ મેળવવા માટે પણ સંદેશ આપ્યો હતો.

‘ભારત માતા કી જય કરો અને પિચકારી મારો’
પીએમ મોદીએ પાન-મસાલા અને માવા ખાવાની આદત અંગે કટાક્ષ કરતાં કહ્યું હતું કે ‘ભારત માતા કી જય કરે અને પિચકારી મારે, માવાથી મુક્તિ મેળવો.’ તેમના આ ગુજરાતી સંબોધન દરમિયાન કાર્યક્રમમાં હાજર કાર્યકરોમાં હાસ્ય અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ભાજપ કાર્યકરોની ભૂમિકા અને સેવા ભાવનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ કાર્યકર માટે સત્તા, પદ અને પ્રતિષ્ઠા એટલે સેવા છે. ભાજપ કાર્યાલયમાં પણ દુઃખિયાના દુઃખ દૂર થાય તેવા કામ કરવાના છે. કાર્યકર્તાઓને મળવું પોતાના માટે અવસર સમાન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

‘પીએમ સ્વનિધિ યોજનાએ લારીવાળાઓનું જીવન બદલી નાખ્યું’
પીએમ મોદીએ લારી-ગલ્લા ચલાવતા નાના વેપારીઓ માટેની પીએમ સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આ યોજનાએ લારીવાળાઓનું જીવન બદલવામાં મદદ કરી છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચે અને તેમના જીવનમાં પરિવર્તન આવે તે દિશામાં કામ કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.

નવસારીમાં લારીવાળાઓને 700 સ્ટીલની લારી અને લોન અપાશે
આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે નવસારીમાં લારીવાળાઓને 700 સ્ટીલની લારીઓ આપવામાં આવશે. સાથે જ પીએમ સ્વનિધિ યોજના હેઠળ લારીવાળાઓને લોનનો લાભ પણ આપવામાં આવશે. સી. આર. પાટીલે કહ્યું હતું કે નવસારીના કાર્યકરો માટે આજનો દિવસ ગૌરવનો દિવસ છે. જ્યારે ભાજપના પ્રદેશ નેતા જગદીશ વિશ્વકર્માએ ‘નમો કમલમ’ કાર્યાલયને ભાજપ કાર્યકરોના પરિશ્રમનું પરિણામ ગણાવ્યું હતું.

‘7.8 ટકાનો વિકાસ દર PM મોદીના નેતૃત્વનું પરિણામ’
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે 7.8 ટકાનો વિકાસ દર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નક્કર નેતૃત્વ અને પ્રગતિશીલ વિકાસનું પરિણામ છે. નવસારીમાં નવા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે પીએમ મોદીએ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમના ગુજરાતી સંબોધનથી લઈને માવાની કુટેવ અંગેની ટકોર અને લારીવાળાઓ માટેની યોજનાઓ સુધીના વિવિધ મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા.

Tags:
મોદીની ટકોરભાષણDevelopmentSocial MessageModi Rally
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026