મારું ગુજરાત

PM મોદી આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં જોડાશે, પરેડમાં આપશે હાજરી

31 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
PM મોદી આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં જોડાશે, પરેડમાં આપશે હાજરી

National Unity Day 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગરમાં યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. આ દરમિયાન તેઓ સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ અને બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લેશે. સાંજે એકતા પથ પર યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં પણ હાજરી આપશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને એકતાનગરમાં તૈયારીઓ કરવામાં આવી છે.

PM મોદીનો આજનો કાર્યક્રમ: સવારે 9:15થી શરૂ થશે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 8:45 વાગ્યે સર્કિટ હાઉસથી સ્ટેચ્યુ ઑફ યુનિટી જવા રવાના થશે. ત્યારબાદ તેમનો કાર્યક્રમ આ પ્રમાણે રહેશે:

  • સવારે 9:15થી 9:30: સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીઓનું અનાવરણ.

  • સવારે 9:35: નવી વિસ્ટાડોમ બસમાં રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ જવા રવાના.

  • સવારે 9:40થી 10:00: રેન ફોરેસ્ટ પ્રોજેક્ટની મુલાકાત.

  • સવારે 10:00થી 10:30: બોન્સાઈ ગાર્ડનની મુલાકાત.

  • સવારે 10:45થી સાંજે 5:10: સર્કિટ હાઉસમાં રોકાણ.

  • સાંજે 5:15: એકતા પથ જવા રવાના.

  • સાંજે 5:30થી 7:40: રાષ્ટ્રીય એકતા પરેડમાં ઉપસ્થિતિ.

  • રાત્રે 8:00: એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા પ્રસ્થાન.

  • રાત્રે 9:10: વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના.

ગઈકાલે ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન, 300 કલાકારોએ રજૂ કર્યું ‘આનંદમઠ’
વડાપ્રધાન મોદી 30 અને 31 ઓક્ટોબર એમ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ગઈકાલે 30 ઓક્ટોબરે તેમણે બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત, એકતાનગરમાં ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કરીને વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં આશરે 300 કલાકારોએ ‘આનંદમઠ’ની નાટ્યપ્રસ્તુતિ રજૂ કરી હતી. ત્યારબાદ તેમણે ‘એકતા પ્રકાશ પર્વ’નું નિરીક્ષણ કર્યું હતું અને નર્મદા ઘાટ ખાતે યોજાયેલી નર્મદા મહાઆરતીમાં પણ સહભાગી થયા હતા.

ભીલડીમાં PM મોદીએ વિરોધીઓ પર સાધ્યું નિશાન
બનાસકાંઠાના ભીલડીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ પીએમ કિસાન યોજનાનો આશરે ₹19,000 કરોડનો 24મો હપ્તો રિલીઝ કર્યો હતો. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે બનાસકાંઠાના લોકો પહેલેથી જ બટાકામાંથી સોનું બનાવે છે, અહીં આવીને કોઈને કહેવાની જરૂર નથી. વિરોધીઓ પર નિશાન સાધતાં મોદીએ કહ્યું હતું કે કેટલાક લોકોને દેશને મુશ્કેલીમાં જોવામાં આનંદ આવે છે અને તેઓ અફવાઓ ફેલાવે છે. તેમના આ નિવેદનથી રાજકીય ચર્ચા પણ શરૂ થઈ છે.

સરદાર પટેલની જન્મજયંતિએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. એકતાનગરમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે યોજાતા કાર્યક્રમોમાં દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાનો સંદેશ આપવામાં આવે છે. આજે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ રહેશે. લોકાર્પણ, ખાતમુહૂર્ત અને વિવિધ પ્રોજેક્ટની મુલાકાત સાથે એકતાનગરમાં દિવસભર કાર્યક્રમો યોજાશે.

Tags:
GujaratVandanGujarat News TodayBharat Parv Ekta NagarBonsai GardenRain Forest Project
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026