મારું ગુજરાત

PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપનો 'આશીર્વાદનો દીવડો'! દરેક ઘરે દીવો પ્રગટાવવાનો પ્રયાસ

3 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપનો 'આશીર્વાદનો દીવડો'! દરેક ઘરે દીવો પ્રગટાવવાનો પ્રયાસ

PM Modi Birthday Celebration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના 25 વર્ષના કાર્યકાળની ઉજવણીની સત્તાવાર શરૂઆત 17 સપ્ટેમ્બરથી કરવામાં આવશે. નરેન્દ્ર મોદીના જન્મદિવસને કેન્દ્રમાં રાખીને ગુજરાત ભાજપ દ્વારા વિવિધ લોકસેવા અને જનભાગીદારીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાશે
17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત ભાજપ દ્વારા ‘આશીર્વાદનો દીવડો’ નામનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવશે. આ અંતર્ગત રાજ્યના દરેક વોર્ડ અને શક્ય તેટલા વધુ ઘરોમાં એકસાથે દીવો પ્રગટાવવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવશે. સાંજે એક નિર્ધારિત સમયે લોકો દ્વારા દીવડો પ્રગટાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાજપનો પ્રયાસ છે કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય.

25 વર્ષની ઉજવણી માટે 13 પ્રકારના કાર્યક્રમો
નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીના 25 વર્ષના કાર્યકાળની ઉજવણી માટે ગુજરાત ભાજપ દ્વારા 13 પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પક્ષ દ્વારા સૂચના આપવામાં આવી છે કે ઉજવણી માત્ર રાજકીય કે સંગઠનાત્મક કાર્યક્રમો પૂરતી સીમિત ન રહે, પરંતુ તેમાં લોકસેવા અને જનભાગીદારીને પણ મહત્વ આપવામાં આવે. આ માટે ભાજપના કાર્યકરોને વિવિધ સ્તરે આયોજન સાથે જોડવામાં આવશે.

‘વોકલ ફોર લોકલ’ સાથે જોડાશે કાર્યક્રમ
‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમને ‘વોકલ ફોર લોકલ’ અભિયાન સાથે પણ જોડવામાં આવશે. દીવડા પ્રગટાવવાના કાર્યક્રમમાં સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવતા દીવડા સહિતની ચીજવસ્તુઓનો ઉપયોગ થાય અને સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન મળે તે દિશામાં આયોજન કરવામાં આવશે.

17 સપ્ટેમ્બરથી ઉજવણીનો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના જાહેર જીવન અને સત્તાકીય કાર્યકાળને કેન્દ્રમાં રાખીને શરૂ થનારી આ ઉજવણી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. ગુજરાત ભાજપ દ્વારા વિવિધ લોકસેવા અને જનભાગીદારીના કાર્યક્રમો યોજવામાં આવશે. ભાજપનો પ્રયાસ છે કે 25 વર્ષની આ ઉજવણી માત્ર પક્ષના કાર્યકરો પૂરતી સીમિત ન રહે, પરંતુ સામાન્ય નાગરિકોને પણ તેમાં જોડીને તેને વ્યાપક જનભાગીદારીના કાર્યક્રમનું સ્વરૂપ આપવામાં આવે.

Tags:
ભાજપ ન્યૂઝવડોદરાસુરતઅમદાવાદગાંધીનગર
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026