મારું ગુજરાત

PM કિસાન સન્માન નિધિ યોજનાનો 26મો હપ્તો અટક્યો: 35 લાખ ખોટા લાભાર્થીઓનો ભંડાફોડ, ગુજરાતમાં ચકાસણી શરૂ

14 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 26મો હપ્તો અટક્યો: 35 લાખ ખોટા લાભાર્થીઓનો ભંડાફોડ, ગુજરાતમાં ચકાસણી શરૂ

PM Kisan Samman Nidhi: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 26મો હપ્તો હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા થયો નથી, જેના કારણે રાજ્યભરના ખેડૂતોમાં ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. પરંતુ કેન્દ્ર સરકારના તાજેતરના નિર્દેશો અનુસાર, લાભાર્થી તરીકે નોંધાયેલા અનેક લોકો અયોગ્ય અથવા ખોટા સાબિત થયા હોવાને કારણે હાલ હપ્તાની પ્રક્રિયા અટકાવવામાં આવી છે. અરજીની પૂર્તતા અને દસ્તાવેજોની સાચી સ્થિતિ સુધી ખાતરી ન થયા સુધી કોઈપણ ખેડૂતોને હપ્તો ચૂકવવામાં આવશે નહીં.

દેશભરમાં 35 લાખથી વધુ ખોટા લાભાર્થીઓનો ભંડાફોડ
કેન્દ્ર સરકારના તાજેતરના ડેટા મુજબ, અત્યાર સુધીમાં 35.44 લાખ એવા ખેડૂતોને લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે, જેઓ લાયકાત વિનાના અથવા ખોટી માહિતીથી યોજનામાં દાખલ થયા હતા. આના પરિપાક રૂપે હવે ગુજરાત સરકારે પણ રાજ્યના લાભાર્થીઓની વિગતોનું તબક્કાવાર ચકાસણી શરૂ કર્યું છે.

PM કિસાનમાં ગેરરીતિનો ઉછાળો: પરિવારના અનેક સભ્યોએ લીધા હપ્તા
કેન્દ્ર સરકારના નિરીક્ષણમાં જાણવા મળ્યું છે કે ઘણા કેસોમાં એક જ પરિવારના પતિ, પત્ની અને અન્ય સભ્યો પણ અલગ-અલગ લાભાર્થી તરીકે રજીસ્ટર થઈ ગયા હતા, જે નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. PM કિસાન યોજના હેઠળ દરેક ખેતીધારક પરિવારમાં માત્ર એક જ સભ્ય લાભાર્થી બની શકે છે. તેમ છતાં કેટલાક લોકોએ ગેરરીતિથી 2000 રૂપિયાનો હપ્તો મેળવ્યો હતો. આને અટકાવવા કેન્દ્ર સરકારના આદેશ મુજબ હવે તમામ અરજીઓની કડક ચકાસણી બાદ જ 26મો હપ્તો જારી કરવામાં આવશે.

બે વર્ષમાં લાભાર્થીઓની સંખ્યામાં મોટો તફાવત
ગુજરાતમાં વર્ષ 2022–23 દરમિયાન 59.62 લાખ ખેડૂતોને PM કિસાન યોજના હેઠળ લાભ મળ્યો હતો. જ્યારે 2023–24માં આ સંખ્યા ઘટીને 48.49 લાખ રહી હતી, એટલે કે 11.13 લાખ લાભાર્થીઓ ઓછા થયા. ગુજરાતમાં કુલ 63.13 લાખ ખેડૂતોને પહેલો હપ્તો ચૂકવાયો હતો, જ્યારે દેશભરમાં 282 લાખ ખેડૂતોને 11મો હપ્તો ચૂકવાયો હતો. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ખોટી રીતે યોજનાનો લાભ મેળવનારાઓની સંખ્યા મોટી હતી.

2024માં 2.62 લાખ ગેરલાયક લાભાર્થી હકાલપટ્ટી
સરકારના રિપોર્ટ મુજબ વર્ષ 2024 દરમિયાન PM કિસાન યોજનામાંથી 2,62,050 એવા લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે, જેઓ લાયકાત વિનાના અથવા ખોટી માહિતી ધરાવતા હતા. કેન્દ્રના આદેશ બાદ હવે ગુજરાત સહિત દેશવ્યાપી સ્તરે ફરીથી દસ્તાવેજોની ચકાસણી શરૂ થઈ રહી છે. આવતી કાલે કેટલા ખોટા લાભાર્થી બહાર આવે છે તે જોવાનું રહ્યું.

ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજનો લાભ શરૂ
કમોસમી વરસાદ અને અણધારી આબોહવાના કારણે પાકને થયેલા ભારે નુકસાનને પગલે રાજ્ય સરકારે 10,000 કરોડ રૂપિયાનું વિશાળ કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. શુક્રવારથી ખેડૂતો આ પેકેજ માટે ઓનલાઈન અરજી કરી શકશે. રાજ્યના લગભગ 19,500 ગામોમાં ખેતીને મોટાપાયા પર નુકસાન થયું છે, જેના આધારે અસરગ્રસ્ત ખેડૂતો સહાય મેળવવા પાત્ર ગણાશે.

વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર
ખેડૂતોએ રાજ્ય સરકારના સત્તાવાર પોર્ટલ પર જઈને અરજી કરવી પડશે. જો કોઈ ખેડૂતને ટેક્નિકલ મદદની જરૂર હોય તો વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE) દ્વારા સહાય ઉપલબ્ધ રહેશે. સહાય મહત્તમ 2 હેક્ટર જમીન સુધી ચૂકવવામાં આવશે. સરકારના આ પગલાંથી ખોટા લાભાર્થીઓ પર નિયંત્રણ આવશે અને વાસ્તવિક ખેડૂતોને સમયસર લાભ મળે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Tags:
KhotaLabharthiKhota Labharthiખોટ્ટલાભાર્થીખોટા લાભાર્થીBhandafod
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026