મારું ગુજરાત

વિદ્યાર્થિનીની છેડતી કરનાર શિક્ષકને જજે 'ગુરુર્બ્રહ્મા…'નો શ્લોક ટાંકી ફટકારી 4 વર્ષની સજા

28 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
વિદ્યાર્થિનીની છેડતી કરનાર શિક્ષકને જજે 'ગુરુર્બ્રહ્મા…'નો શ્લોક ટાંકી ફટકારી 4 વર્ષની સજા

Patan POCSO Court Verdict: પાટણ શહેરની એક શાળામાં ગુજરાતી અને વ્યાયામના શિક્ષક તરીકે ફરજ બજાવતા રણજીતકુમાર ચૌધરીને સગીર વિદ્યાર્થિનીની જાતીય સતામણીના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે 4 વર્ષની સખત કેદ અને ₹25,000ના દંડની સજા ફટકારી છે. પેપર ચેક કરવાના બહાને સગીરાને ઘરે બોલાવી તેની છેડતી કરવાના આ કેસમાં સ્પેશિયલ પોક્સો જજ એમ. એ. શેખે પુરાવાઓના આધારે ચુકાદો આપ્યો છે. 39 પાનાના ચુકાદામાં જજે ‘ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ...’ સંસ્કૃત શ્લોક ટાંકીને ગુરુના પવિત્ર સ્થાન અને તેની જવાબદારી અંગે મહત્ત્વની ટિપ્પણી કરી છે.

પેપર ચેક કરવાના બહાને સગીરાને ઘરે બોલાવી
ભોગ બનનાર સગીરા પાટણની એ જ શાળામાં અભ્યાસ કરતી હતી અને આરોપી શિક્ષકની દીકરી સાથે બેડમિન્ટન રમવા જતી હોવાથી તેના સંપર્કમાં આવી હતી. 21 એપ્રિલ, 2024ના રોજ સાંજે આરોપીએ સગીરાના પિતાના મોબાઇલ પર મેસેજ કરીને ધોરણ-1ના ગુજરાતી વિષયનું પેપર ચેક કરવાના બહાને તેને પાટણના ગુંગડી તળાવ પાસે બોલાવી હતી. ત્યારબાદ આરોપી સગીરાને પોતાની એક્ટિવા પર બેસાડીને ઘરે લઈ ગયો હતો. ઘરે પહોંચ્યા બાદ તેણે સગીરાની નજીક બેસીને તેની શારીરિક છેડતી શરૂ કરી હતી. સગીરાએ વિરોધ કરતાં આરોપીએ પેપર થેલીમાં મૂકવાના બહાને તેને રૂમમાં બોલાવી હતી. સગીરાએ રૂમમાં જવાનો ઇનકાર કર્યો હતો. આરોપીએ તેનો હાથ પકડીને બળજબરીપૂર્વક અંદર ખેંચવાનો પ્રયાસ કરતાં સગીરાએ તેને ધક્કો મારી ત્યાંથી બહાર નીકળી જવામાં સફળતા મેળવી હતી.

બહેનપણી અને વાલીને જાણ કર્યા બાદ નોંધાવી ફરિયાદ
ઘટના બાદ સગીરાએ પોતાની બહેનપણી અને વાલીને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ પાટણ સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે કેસની તપાસ હાથ ધરીને જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. તપાસ દરમિયાન પંચનામું, સગીરાનું CrPC કલમ 164 હેઠળ નોંધાયેલું નિવેદન, FSL અને અન્ય વૈજ્ઞાનિક પુરાવા તેમજ CDR (કોલ ડિટેલ રેકોર્ડ) એકત્ર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ જનકભાઈ ડી. ઠક્કરે દલીલો સાથે પુરાવા રજૂ કર્યા હતા.

39 પાનાના ચુકાદામાં જજે ટાંક્યો ગુરુના મહિમાનો શ્લોક
સ્પેશિયલ પોક્સો જજ એમ. એ. શેખે 39 પાનાના ચુકાદામાં સંસ્કૃત શ્લોક ટાંક્યો હતો:

“ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ, ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.”

આ શ્લોક દ્વારા ગુરુના પવિત્ર સ્થાનને યાદ કરાવતાં અદાલતે નોંધ્યું હતું કે ગુરુ જ્યારે રક્ષક બનવાને બદલે ભક્ષક બની પોતાની વાસના સંતોષવા માટે શોષણ કરે છે, ત્યારે તે અત્યંત અશોભનીય કૃત્ય છે. અદાલતે સગીરાએ હિંમત દાખવીને પ્રતિકાર કર્યો અને ફરિયાદ નોંધાવી તે બદલ પણ સરાહના કરી હતી.

શિક્ષકને 4 વર્ષની સખત કેદ અને ₹25,000નો દંડ
બચાવ પક્ષની દલીલોને ધ્યાનમાં લીધા બાદ કોર્ટે તેને ફગાવીને રણજીતકુમાર ચૌધરીને IPCની કલમ 354A(1)(i) તથા પોક્સો એક્ટની કલમ 7 અને 8 હેઠળ દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે તેને 4 વર્ષની સખત કેદ અને ₹25,000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરવામાં આવે તો વધુ 6 મહિનાની કેદ ભોગવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે આરોપીએ જેલમાં વિતાવેલો સમય સજામાંથી મજરે આપવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનારને પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ₹50,000નું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. આ ચુકાદામાં અદાલતે શિક્ષકની જવાબદારી અને વિદ્યાર્થીઓની સુરક્ષાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. ગુરુના પવિત્ર સ્થાનનો દુરુપયોગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહીનો આ કેસ મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે.

Tags:
GujaratVandanGujarat Crime UpdatePatan Court NewsFour Years Rigorous ImprisonmentPOCSO Act Section 7 and 8
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026