મારું ગુજરાત

પરેશ ધાનાણીનો આક્રોશ: '#ખેતીબચાવોસત્યાગ્રહ' સાથે કરજમાફીની માંગ

1 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
પરેશ ધાનાણીનો આક્રોશ: '#ખેતીબચાવોસત્યાગ્રહ' સાથે કરજમાફીની માંગ

Kheti Bachavo Satyagraha: પૂર્વ વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી ફરી એકવાર ખેડૂતોની હાલત અંગે સરકાર વિરુદ્ધ આક્રમક બનેલા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર '#ખેતીબચાવોસત્યાગ્રહ' હેશટેગ સાથે તીખા શબ્દોમાં સરકાર પર નિશાન સાધ્યું છે. ધાનાણીએ લખ્યું, 'દિવાળી થઈ ગઈ છે હોળીને, ખેડૂતોના સપના થયા છે ધૂળધાણી.' તેમણે રાજ્યમાં સતત પડતા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા ભારે નુકસાનની ચર્ચા કરી હતી અને કહ્યું કે ખેડૂતો હવે આર્થિક રીતે તૂટી પડ્યા છે, પરંતુ સરકાર હજી પણ નિષ્ક્રિય છે.

ખેતરમાં પડેલા પાથરા પણ તણાયા
ધાનાણીએ પોતાની પોસ્ટમાં કાવ્યાત્મક અંદાજમાં ખેડૂતોની વેદના વ્યક્ત કરતાં લખ્યું, 'છે આભલે ઘનઘોર વાદળો છવાયાને, સાત સાત દી’થી હજુ સૂરજ ખોવાયો, ચોંધાર વરસાદે ઊભા મોલ મૂરઝાયાને, ખેતરમાં પડેલા પાથરા પણ તણાયા.' તેમણે જણાવ્યું કે સતત વરસાદના કારણે કપાસ, મગફળી અને તુવેર જેવા મુખ્ય પાકો નાશ પામ્યા છે, જેના કારણે ખેડૂતોના આખા વર્ષની મહેનત બરબાદ થઈ ગઈ છે.

કરજમાફી જેવી કડક કાર્યવાહી જોઈએ
ધાનાણીએ સરકારની નિષ્ક્રિયતા પર કટાક્ષ કરતાં વધુમાં લખ્યું 'ઠાલા વચનોથી હજુ કરજ નથી ભરાયું, ત્યાં સુકી સીંગે ફરી ઊગી ગયા કોટા, ખેડૂતોની ઝોળી ખાલી રહી ગઈ છે, તોય મંત્રીઓના નાટક ચાલુ છે.' તેમણે સ્પષ્ટ કહ્યું કે હવે ખેડૂતોને ફક્ત આશ્વાસન નહીં, પરંતુ વાસ્તવિક સહાય અને કરજમાફી જેવી કડક કાર્યવાહી જોઈએ.

સ્પષ્ટ અસંતોષ વ્યક્ત કર્યો છે
અંતે ધાનાણીએ પોતાની પોસ્ટને ચેતવણીના સ્વરે પૂર્ણ કરતાં લખ્યું 'હવે ખેડૂતોના કરજો બધાય દેવા માફ, નહિ તો થઈ જશે કાદવ બધોય સાફ.' આ રીતે પરેશ ધાનાણીએ પોતાની ટ્વીટ દ્વારા ખેડૂતોની હાલત અને સરકારની બેદરકારી સામે સ્પષ્ટ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમના આ 'ખેતી બચાવો સત્યાગ્રહ' સંદેશે ખેડૂતોમાં નવા ઉત્સાહ સાથે સરકાર સામે જવાબદારીની ચર્ચા તેજ કરી છે.

Tags:
GujaratKhedutAndolanખેતીબચાવોસત્યાગ્રહkheti bachavo satyagrahamaru gujarat
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026