મારું ગુજરાત

અમદાવાદમાં બંધ મકાનમાંથી રૂ.22.88 લાખની ચોરી, ચોરો ટેબલ પર બેસી સિગારેટ પીતા CCTVમાં કેદ

26 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં બંધ મકાનમાંથી રૂ.22.88 લાખની ચોરી, ચોરો ટેબલ પર બેસી સિગારેટ પીતા CCTVમાં કેદ

Paldi house burglary: અમદાવાદના પાલડી વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી બે તસ્કરોએ લાખો રૂપિયાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. રાત્રીના સમયે મકાનમાં ઘૂસેલા બંને ચોરોએ સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત કુલ રૂ.22.88 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી લીધો હતો. ચોરી દરમિયાન બંને તસ્કરો ઘરમાં બેફિકર બનીને ફરતા અને ટેબલ પર બેસીને સિગારેટ પીતા હોવાના દૃશ્યો પણ CCTV કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે CCTV ફૂટેજના આધારે બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

પાલડીના પાર્શ્વનગર સોસાયટીમાં ચોરી
ચોરીની આ ઘટના પાલડીના નવા શારદા મંદિર રોડ પર આવેલી પાર્શ્વનગર સોસાયટીના મકાન નંબર-1માં બની હતી. અહીં રહેતા 69 વર્ષીય વેપારી હિતેષકુમાર જયંતીલાલ શાહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ છેલ્લા એક મહિનાથી પત્ની સાથે પોતાના મકાનની સામે આવેલા નંદિની હાઇટ્સમાં રહેતા હતા. 25 ઓગસ્ટની સવારે તેઓ ઘરે પક્ષીઓને ચણ નાખવા પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજો ખોલતાં અંદરનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતાં ઘરમાં ચોરી થઈ હોવાનું સામે આવતા તેમણે પોલીસ અને પરિવારજનોને જાણ કરી હતી.

તાળા તોડી ઘરમાંથી લાખોની મત્તા ચોરી
પ્રાથમિક તપાસ મુજબ, બંને તસ્કરોએ મકાનની લોખંડની ગ્રિલના તાળાનો નકુચો કોઈ સાધનની મદદથી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ એલ્યુમિનિયમની કાચની બારી ખોલીને ઘરમાં ઘૂસેલા ચોરોએ ડ્રોઇંગરૂમથી લઈને માસ્ટર બેડરૂમ સુધીના અલગ-અલગ રૂમમાં રહેલા લાકડાના કબાટના તાળા તોડી નાખ્યા હતા. ચોરોએ 118.48 ગ્રામ સોનાના દાગીના, સોનાનો ઢોળ ચડાવેલી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ, આશરે 3 કિલો ચાંદીના વાસણો અને સિક્કા, રૂ.4 લાખ રોકડા ઉપરાંત 20 બ્રાન્ડેડ ઘડિયાળો અને 100 કીચેઇન સહિત કુલ રૂ.22,88,500નો મુદ્દામાલ ચોરી લીધો હતો.

ચોરી બાદ આરામથી સિગારેટ પીતા ચોરો કેમેરામાં કેદ
ઘરમાં ચોરી કર્યા બાદ બંને તસ્કરો કેટલી હદે બેફિકર હતા તેનો અંદાજ CCTV ફૂટેજ પરથી આવી રહ્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી CCTV તપાસમાં બંને શખ્સો સાથે મળીને ચોરીને અંજામ આપતા જોવા મળ્યા છે. ચોરી દરમિયાન તેઓ ઘરમાં શાંતિથી ફરતા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે બંને અજાણ્યા આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે તપાસ તેજ કરી છે. આસપાસના વિસ્તારોના CCTV કેમેરા પણ તપાસવામાં આવી રહ્યા છે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદનPaldiAhmedabadPolice Investigation
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026