મારું ગુજરાત

પબુભા માણેકે મુખ્યમંત્રીનો મમરો મૂક્યો અને વિવાદનો મધપૂડો છંછેડાયો, કોળી CM ની વાતથી પાટીદાર નેતાઓ લાલઘૂમ!

17 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
પબુભા માણેકે મુખ્યમંત્રીનો મમરો મૂક્યો અને વિવાદનો મધપૂડો છંછેડાયો, કોળી CM ની વાતથી પાટીદાર નેતાઓ લાલઘૂમ!

Gujarat Politics: ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણીવાર છે. પરંતુ, અત્યારથી જ રાજકારણ ગરમાવા લાગ્યું છે. ત્યાં સુધી કે, મુખ્યમંત્રી કોણ બનશે, કયા સમાજમાંથી બનશે તેને લઈને વિવાદો શરૂ થઈ ગયા છે. આ વિવાદની શરૂઆત દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના નિવેદનથી શરૂ થયો. જેમાં તેમણે કહ્યું કે, 'કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ...' પબુભા માણેકનું આ નિવેદન સામે આવતાની સાથે જ પાટીદાર સમાજના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. જેને લઈને જ્ઞાતિગત સમીકરણો તેજ થઈ રહ્યા છે.

શું હતું પબુભા માણેકનું નિવેદન?
કોળી સમાજના એક સામાજિક કાર્યક્રમમાં મંચ પરથી પબુભા માણેકે લોકોનું સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે, 'મુખ્યમંત્રી તમારા સમાજના હોવા જોઈએ, તમારો સમાજ ગુજરાત લેવલે બીજા નંબરે છે. આગળ જે થયું એ... આપણાં વડીલોએ પણ બધું સારૂં જ કર્યું હશે. પરંતુ, યુવાનોએ ખરેખર જાગવું જોઈએ. માણસ જન્મે ત્યારે તેના પર મા-બાપ, ગુરુ, તીર્થ અને સમાજ એમ ચાર ઋણ હોય છે. આજના સમયમાં સંગઠન જ સર્વસ્વ છે. સમાજનું ઋણ ઉતારવા જેની પાસે પૈસા હોય તે પૈસા આપે, હાજરી આપી શકે તે હાજરી આપે, કામ કરી શકે તે કામ કરે અને પીરસી શકે તે પીરસે.'

મુખ્યમંત્રીની માંગ ગેરવાજબી...: દિનેશ બાંભણીયા
આ સિવાય પાટીદાર નેતા દિનેશ બાંભણીયા અને વરૂણ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. જેમાં દિનેશ બાંમણિયાએ કહ્યું કે, "ગુજરાતની અંદર જ્ઞાતિ સમીકરણોના આધારે પ્રતિનિધિત્વ મળતું હોય છે. પરંતુ, સત્તા અને સમાજના આધારે ક્યારેય મુખ્યમંત્રી પસંદ કરવામાં આવતા નથી. એ પક્ષનો નિર્ણય હોય છે અને દરેક સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળતું હોય છે. પબુભા માણેકના નિવેદનના આધારે કોળી સમાજના મુખ્યમંત્રી બનવા જોઈએ પણ કોઈ સમાજ આધારિત મુખ્યમંત્રીના માંગ કરવી એ ગેરવાજબી છે."

વરૂણ પટેલે પબુભાને ફેંક્યો પડકાર
પાટીદાર નેતા વરૂણ પટેલે આ વિશે વાત કરતા કહ્યું કે, 'ખાલી-ખાલી રાજકીય મત લેવાની માંયકાંગલી વાતો કરી પ્રજાને તાળીઓ પડવાની. હું પબુભાને ચેલેન્જ કરૂ છું તમારામાં સુરાતન હોય, લીડરશીપ હોય, તમારામાં હજુય કંઇ હીર હોય તો સરકારે ગુજરાતની લાખો માતાઓ-બહેનોને જે વચન આપીને ફરી ગયા છે એ દ્રોહ બાબતે બોલો. તમે સત્તા અને પૈસાના જોરે આવી બધી વાતો કરો છો. તમારી પાછળ ભારતીય જનતા પાર્ટીનું બળ છે એટલે તમે ચૂંટણી જીતો છો. તમારામાં તાકાત હોય તો પાર્ટીથી અલગ રહીને એકલા હાથે ચૂંટણી લડી બતાવો, તમારો પાવર ઊતરી જશે.

અમિત શાહ પાસે જાય તો અમે ભેગા જશુંઃ ઈટાલિયા
હવે પબુભા માણેકના આ નિવેદન બાદથી પાટીદાર નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પાટીદાર નેતા એવા ગોપાલ ઈટાલિયાએ આ મામલે કહ્યું કે, 'દ્વારકાના ધારાસભ્યે એવું કહ્યું કે, કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનવા જોઈએ એવી એમની લાગણી છે, તો આ સારી બાબત છે. હવે પબુભા માણેક અને ભાજપના 50 ધારાસભ્ય ભેગા થઈને અમિત શાહને મળવા જો દિલ્હી જાય અને કહે કે ફરજિયાત કોળી સમાજના મુખ્યમંત્રી બનાવો. આવો કંઇક કાર્યક્રમ કરે તો અમે એમાં ભેગા પણ જઇશું. પણ જાય તો ખરા, હિંમત તો કરે, ભાષણો કરીને ભાગી જાવાવાળા છે. અમિત શાહને જઇને કહો તો ખરા કે, કોળી મુખ્યમંત્રી બનાવો. નક્કી તો અમિત શાહ કરવાના છે, કર્તાધર્તા અમિત શાહ છે, પબુભા નથી.'

હીરા સોલંકીએ કર્યો પબુભાનો બચાવ?
સમગ્ર મામલે કોળી સમાજના આગેવાન અને રાજુલાથી ભાજપના ધારાસભ્ય એવા હીરા સોલંકીએ કહ્યું કે, 'પબુભાએ ફક્ત તેમના વિચારો વ્યક્ત કર્યા છે. સૌના વિચારો અલગ હોય શકે છે. કોળી સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા, તો તેમની સામે પબુભાએ ફક્ત પોતાના વિચાર વ્યક્ત કર્યા છે કે, મુખ્યમંત્રી કોળી સમાજના હોવા જોઈએ આમાં બીજું કાંય નહતું.'

કોંગ્રેસ નેતા પણ આવ્યા મેદાને
આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા મનહર પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપએ પાટીદાર સમાજના 5 CM ને અપમાનિત કરીને પદ ઉપરથી કાઢી મૂક્યા. 27 વર્ષ થયા ગુજરાત જાણી ગયું કે સંઘ-ભાજપા નેતાઓ ભરોસાપાત્ર નથી.'

Tags:
Gujarat CM caste politicsDwarka MLA Pabubha Manek newsGujarat political controversy 2026Koli vs Patidar politics GujaratDinesh Bambhaniya statement
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026