મારું ગુજરાત

'કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ...' પબુભા માણેકના નિવેદનથી કાંઠા વિસ્તારનું રાજકારણ ગરમાયું!

16 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
'કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ...' પબુભા માણેકના નિવેદનથી કાંઠા વિસ્તારનું રાજકારણ ગરમાયું!

Pabubha Manek statement: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજું ઘણી વાર છે પરંતુ, રાજકારણ અત્યારથી ગરમાવા લાગ્યું છે. છેલ્લાં ઘણાં સમયથી કોળી સમાજનું રાજકારણ કાંઠા વિસ્તારમાં ચર્ચાનું કારણ રહ્યું છે, એવામાં પબુભા માણેકના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક કોળી સમાજના માતાજીના માંડવામાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ કહેતા જ રાજકીય અટકળોનો મધપૂડો છંછેડાયો છે.

કોળી સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએઃ પબુભા માણેક
12 નવેમ્બરે દ્વારકા કોળી સમાજની વાડીએ માતાજીના માંડવાનો પ્રસંગ યોજાયો હતો. જેમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ હાજર રહ્યા હતા. આ માંડવામાં પબુભા માણેકે લોકોનું સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, 'મુખ્યમંત્રી તમારા સમાજના હોવા જોઈએ, તમારો સમાજ ગુજરાત લેવલે બીજા નંબરે છે. આગળ જે થયું એ... આપણાં વડીલોએ પણ બધું સારૂં જ કર્યું હશે. પરંતુ, યુવાનોએ ખરેખર જાગવું જોઈએ. માણસ જન્મે ત્યારે તેના પર મા-બાપ, ગુરુ, તીર્થ અને સમાજ એમ ચાર ઋણ હોય છે. આજના સમયમાં સંગઠન જ સર્વસ્વ છે. સમાજનું ઋણ ઉતારવા જેની પાસે પૈસા હોય તે પૈસા આપે, હાજરી આપી શકે તે હાજરી આપે, કામ કરી શકે તે કામ કરે અને પીરસી શકે તે પીરસે.'

કુરિવાજો સામે કરી વાત
વધુમાં આ વિશે વાત કરતા પબુભા માણેકે કુરિવાજો વિશે પણ વાત કરતા કહ્યું હતું કે,'સમાજની વાડી સમાજનું કેન્દ્રબિંદુ છે, હીરાભાઈ, તેમનું કુટુંબ અને આગેવાનો કુરિવાજો સામે જાગૃતિ લાવવા મહેનત કરે છે. પરંતુ, આગેવાનો માત્ર રસ્તો ચીંધી શકે, અમલ સમાજે પોતે જ કરવો પડે. આજના જમાનામાં દીકરા-દીકરીઓને ભણાવવા અને કુરિવાજો તથા વ્યસનો છોડી વિકાસ સાધવા માટે દ્વારકાધીશને સૌને સદબુદ્ધિ આપવાની પ્રાર્થના કરું છું.'

કાંઠા વિસ્તારનું રાજકારણ ગરમાયું
નોંધનીય છે કે, છેલ્લાં ઘણાં સમયથી કાંઠા વિસ્તારમાં કોળી સમાજને લઈને રાજકારણ ગરમાઇ રહ્યું છે. એકબાજું પરસોત્તમ સોલંકીની રાજકીય નિવૃત્તિને લઈને અટકળો ચાલે છે, ત્યાં બીજી બાજું પરસોત્તમ સોલંકી 'સિંહ સિંહ જ રહેશે' અને 'મુંબઈ જવાની તૈયારી...' જેવા નિવેદનો આપીને સૌ કોઈને ચકરાવે ચડાવી રહ્યા છે. બીજી બાજું તળાજા બેઠક પરથી પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકીને ચૂંટણી લડાવવાની વાત થઈ રહી છે. આ તમામ વચ્ચે કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ કુંવરજી બાવળિયાને નિવૃત્તિ લેવાની ભલામણ કરી હતી. ત્યાં બીજી બાજું પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કુંવરજી બાવળિયા જંગી લીડથી જીતીને મંત્રી બનશે તેવી ભવિષ્યવાણી કરી હતી. આ બધાની વચ્ચે રાજુલામાં અંબરીશ ડેર અને હીરા સોલંકી વચ્ચે ચાલી રહેલી રસાકસી વિશે પણ અનેક અટકળો ચાલે છે. એવામાં પબુભા માણેકના આ નિવેદને કાંઠા વિસ્તાર તેમજ કોળી સમાજના રાજકારણમાં વધુ ગરમાવો કર્યો છે.

Tags:
Hira Solanki Koli samajGujarat assembly elections 2027Saurashtra political newsPabubha Manek news todayKoli samaj politics Gujarat
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026