મારું ગુજરાત

ઓપરેશન મ્યુલ હન્ટ: જૂનાગઢના મહંત સામે 40 લાખના કૌભાંડમાં ફરિયાદ

17 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
ઓપરેશન મ્યુલ હન્ટ: જૂનાગઢના મહંત સામે 40 લાખના કૌભાંડમાં ફરિયાદ

Operation Mule Hunt Junagadh: પવિત્ર ગિરનારની તળેટીમાં ધાર્મિક પ્રવૃત્તિની આડમાં ચાલતા એક મોટા આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો જુનાગઢ તાલુકા પોલીસે પર્દાફાશ કર્યો છે. કેરાળા ગામે આવેલી ગૌશાળાના સંચાલક તથા ભવનાથ અવધૂત આશ્રમના મહાદેવગીરીના શિષ્ય એવા મહંત કલ્યાણગીરી બાપુ વિરુદ્ધ સાયબર ફ્રોડની રકમ પોતાના અંગત તેમજ ગૌસેવા ટ્રસ્ટના ખાતાઓમાં સ્વીકારી, તેને સગેવગે કરવાના મામલે ગુનો નોંધાયો છે.

ગૌસેવા ટ્રસ્ટના કુલ ત્રણ બેંક ખાતાઓને 'મ્યુલ એકાઉન્ટ'
ગુજરાત પોલીસ દ્વારા સાયબર ગુનાઓ અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કલ્યાણગીરી બાપુએ જાણી જોઈને પોતાના અને ગૌસેવા ટ્રસ્ટના કુલ ત્રણ બેંક ખાતાઓને 'મ્યુલ એકાઉન્ટ' તરીકે ઉપયોગમાં લીધા હતા. આ ખાતાઓ મારફતે દેશભરના વિવિધ રાજ્યોમાંથી કુલ ₹40,76,380 જેટલી છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

'ડિજિટલ અરેસ્ટ'ના નામે ₹5 લાખ જમા
FIR અનુસાર, ભારત સરકારના NCCRP પોર્ટલ પરથી પ્રાપ્ત માહિતીના આધારે તપાસ કરતાં કલ્યાણગીરી બાપુની ક્રાઈમ પ્રોફાઇલ બહાર આવી છે. SBI બેંક, વડાલ શાખાના તેમના ખાતામાં ઉત્તર પ્રદેશના આગ્રાના રહેવાસી રાજેન્દ્ર પ્રસાદ જૈન પાસેથી 'ડિજિટલ અરેસ્ટ'ના નામે ₹5 લાખ જમા કરાવવામાં આવ્યા હતા. ભોગ બનનારને ડરાવી આ રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

કુલ ₹10,56,380 જમા થયા હતા
આ ઉપરાંત, જુનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલી IDFC ફર્સ્ટ બેંકના ખાતામાં દેશભરમાંથી ત્રણ અલગ અલગ ફરિયાદો અંતર્ગત કુલ ₹10,56,380 જમા થયા હતા. તેમાં તમિલનાડુના વેલ્લોરના જસવંત કુમાર જૈનને બ્રાન્ડીવાઈન કંપનીમાં રોકાણની લાલચ આપી ₹1.34 લાખ, આગ્રાના રાજેન્દ્ર પ્રસાદ જૈન પાસેથી ફરી ડિજિટલ અરેસ્ટના નામે ₹7.88 લાખ અને પશ્ચિમ બંગાળના વિશ્વનાથ પાલ સાથે ઇન્ટરનેટ બેંકિંગ ફ્રોડ કરી ₹1.34 લાખ મેળવવામાં આવ્યા હતા.

કુલ ₹25.20 લાખની ફ્રોડ રકમ ટ્રાન્સફર
સૌથી વધુ ચોંકાવનારી વિગતો ગૌસેવા ટ્રસ્ટના બેંક ખાતામાં સામે આવી છે. સેવાકાર્ય માટે ખોલાયેલા આ ખાતામાં પાંચ અલગ અલગ ફરિયાદો દ્વારા કુલ ₹25.20 લાખની ફ્રોડ રકમ ટ્રાન્સફર કરાઈ હતી. તેમાં મહારાષ્ટ્રના મીરા રોડના સંજય સાનવાલ સાથે ઓનલાઈન ટ્રેડિંગ ફ્રોડ દ્વારા ₹7 લાખ, દિલ્હીના મયુર વિહારના વિજય સરદાના પાસેથી શેરબજાર રોકાણના બહાને ₹5.20 લાખ તેમજ કર્ણાટક અને તમિલનાડુના સુનીલ મચાડો અને યુવરાજા સાધના પાસેથી ટ્રેડિંગના નામે મોટી રકમ વસૂલવામાં આવી હતી.

રકમ ચેક અથવા ઓનલાઈન ટ્રાન્સફર
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ એક સુનિયોજિત સાયબર ફ્રોડ નેટવર્ક છે, જેમાં સાયબર ઠગો દેશભરના ભોગ બનનારને ડિજિટલ અરેસ્ટ, ટ્રેડિંગ અને રોકાણની લાલચ આપી રકમ કલ્યાણગીરી બાપુના ખાતાઓમાં જમા કરાવતા હતા. બાદમાં આ રકમ ચેક અથવા ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા ઉપાડી લેવામાં આવતી હતી. પ્રાથમિક તપાસમાં એવું પણ જણાયું છે કે બાપુ ફ્રોડની જાણ હોવા છતાં કમિશન માટે ખાતાઓ ભાડે આપતા હતા.

મોબાઈલ નંબરોની સઘન તપાસ ચાલી રહી છે
SOG દ્વારા 12 ડિસેમ્બરે અભય પરસાણિયાની ધરપકડ બાદ કલ્યાણગીરી બાપુનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ SOG અને તાલુકા પોલીસે તેમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા તેમના બેંક ટ્રાન્ઝેક્શન, ઈ-મેઈલ ID અને લિંક થયેલા મોબાઈલ નંબરોની સઘન તપાસ ચાલી રહી છે. 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત થયેલી આ કાર્યવાહીથી જુનાગઢના સાધુ સમાજમાં પણ ખળભળાટ મચી ગયો છે, જ્યારે તપાસમાં હજી વધુ મોટા ખુલાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Tags:
Viral Newsવાયરલ ન્યૂઝPrecautionસાવચેતીReligious Leader
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026