મારું ગુજરાત

હવે વડોદરામાં ડિમોલિશન: યાકુતપુરા મદાર મહોલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો બુલડોઝર ફર્યું

20 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
હવે વડોદરામાં ડિમોલિશન: યાકુતપુરા મદાર મહોલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો બુલડોઝર ફર્યું

Vadodara News: વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. મદાર મહોલ્લામાં વર્ષોથી વસતા રહીશોના મકાનો તોડી પાડવા માટે કલેક્ટર તંત્ર અને પાલિકાની ટીમો કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અંદાજે 50 વર્ષથી અહીં રહેતા પરિવારોમાં ઘર છીનવાઈ ગયા છે, તો બીજી તરફ વહીવટી તંત્ર 'ઓપરેશન ડિમોલિશન' પાર પાડવા માટે મક્કમ દેખાઈ રહ્યું છે.

DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં
યાકુતપુરા અને મગરસ્વામી આશ્રમ પાસેનો આ સમગ્ર વિસ્તાર અતિ સંવેદનશીલ હોવાથી પોલીસ વિભાગે કોઈ જ જોખમ લીધું નથી. ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે DCP કક્ષાના અધિકારીઓ પોતે સ્થળ પર મોનિટરિંગ કરી રહ્યા છે. હુલ્લડ વિરોધી સાધનો સાથે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. સ્થાનિકોના વિરોધ પ્રદર્શનને કાબૂમાં લેવા અને શાંતિ જાળવી રાખવા માટે વ્યૂહાત્મક પોઈન્ટ્સ પર પોલીસ ચોકીઓ જેવો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

કલેક્ટર સમક્ષ રહીશોની આજીજી, વૈકલ્પિક આશ્રયની માગ
મદાર મહોલ્લાના રહીશોમાં આક્રોશ અને દુઃખ બંને જોવા મળી રહ્યા છે. ગઈકાલે જ મોટી સંખ્યામાં રહીશોએ કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. રહીશોની રજૂઆત છે કે તેઓ પાંચ દાયકાથી અહીં વસવાટ કરે છે, જો અચાનક તેમના આશિયાના છીનવી લેવામાં આવશે તો વૃદ્ધો અને બાળકોને લઈને ક્યાં જશે? રહીશોએ મકાન તોડતા પહેલા વૈકલ્પિક રહેઠાણ અથવા પ્લોટની ફાળવણી કરવાની માગણી કરી છે, જે મામલે હજુ સુધી કોઈ લેખિત ખાતરી મળી નથી.

અગાઉ નોટિસ અપાઈ હતી
વહીવટી તંત્રનું કહેવું છે કે આ મકાનો સરકારી જમીન અથવા રોડ લાઈનમાં આવતા હોવાથી નોટિસો અગાઉથી જ બજાવી દેવામાં આવી હતી. યોગ્ય સમય મર્યાદા આપ્યા બાદ જ આજે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. કલેક્ટર ઓફિસની ટેકનિકલ ટીમોએ અગાઉ આ વિસ્તારની માપણી કરી હતી, જેમાં મદાર મહોલ્લાના આ મકાનો ગેરકાયદે બાંધકામની શ્રેણીમાં આવ્યા હોવાનું જણાવાયું છે. શહેરના વિકાસ અને રસ્તાના કામોમાં આવતા અવરોધ દૂર કરવા માટે આ કડક કદમ જરૂરી હોવાનું તંત્રનું રટણ છે.

મગરસ્વામી આશ્રમ પાસે તણાવપૂર્ણ શાંતિ
ડિમોલિશનની ટુકડીઓ જેવી મગરસ્વામી આશ્રમ નજીક પહોંચી કે તરત જ લોકોના ટોળા એકઠા થવા લાગ્યા હતા. કેટલાક સ્થાનિક સામાજિક કાર્યકરો અને નેતાઓ પોલીસ અને કલેક્ટરની ટીમ સાથે ચર્ચા કરી રહ્યા છે કે આ કાર્યવાહીમાં થોડી મહેતલ આપવામાં આવે. જોકે, પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉચ્ચ સ્તરેથી મળેલી સૂચના મુજબ આજે જ નિર્ધારિત ટાર્ગેટ મુજબના બાંધકામો તોડી પાડવામાં આવશે. પોલીસ ડ્રોન દ્વારા પણ વિસ્તારની હલચલ પર નજર રાખી રહી છે.

Tags:
જનતા રોષસ્થાનિક સમાચારશહેર વિકાસપોલીસ બંદોબસ્તવડોદરા નગરપાલિકા
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026