મારું ગુજરાત

પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ પર મારપીટનો આરોપ! મહિલા PSI સામે ગંભીર ફરિયાદ

3 જૂન, 2026•
GVGujaratvandan team
પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ પર મારપીટનો આરોપ! મહિલા PSI સામે ગંભીર ફરિયાદ

FIR move against woman PSI: અમદાવાદમાં પોલીસના વર્તનને લઈને એક ગંભીર અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા PSI સોનલ રાઠોડ સામે પ્રજ્ઞાચક્ષુ આધેડ ગોપાલભાઈ દરજીને પોલીસ સ્ટેશનમાં માર માર્યાનો આરોપ લાગતા મામલો ગરમાયો છે. ઘટનાના એક દિવસ બાદ હવે પીડિતની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ પીડિતના ઘરે પહોંચી તેમની ફરિયાદ નોંધી રહ્યા છે. સમગ્ર ઘટનાએ પોલીસ તંત્રની કામગીરી અને જવાબદારી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.

સામાન્ય વિવાદથી શરૂ થયો મામલો
ઘટનાની શરૂઆત એક સામાન્ય વિવાદથી થઈ હતી. ગોપાલભાઈ દરજી પોતાના ગલ્લા પર બેઠા હતા ત્યારે એક બાળક ત્યાં રાખેલું પડીકું તોડી રહ્યો હોવાની તેમને શંકા ગઈ હતી. આ દરમિયાન તેમણે બાળકને એક ટપલી મારી હોવાનું કહેવાય છે. આ ઘટનાને લઈને તેમને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. પીડિત પરિવારના જણાવ્યા મુજબ, ગોપાલભાઈને પોલીસ સ્ટેશનમાં સાત કલાકથી વધુ સમય સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બાળકની માતા સમાધાન માટે આવશે તેવી વાત કહી તેમને લાંબા સમય સુધી રાહ જોવડાવવામાં આવી હતી. જોકે, આ સમયગાળા દરમિયાન કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

પોલીસ સ્ટેશનમાં મારપીટના આરોપ
આરોપ મુજબ, સાંજના સમયે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા PSI સોનલ રાઠોડ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચી હતી. પીડિત પક્ષનો દાવો છે, કે PSIએ ગુસ્સામાં આવી ગોપાલભાઈને ઓળખ્યા બાદ તેમની સાથે ઉગ્ર વર્તન કર્યું હતું. ગોપાલભાઈના પરિવારજનોના જણાવ્યા અનુસાર, મહિલા PSIએ “ક્યાં છે મારા છોકરાને મારનાર?” કહીને તેમની સાથે મારપીટ શરૂ કરી હતી. આરોપ છે, કે ગોપાલભાઈને લાફા, લાતો તેમજ લાકડી વડે ફટકા મારવામાં આવ્યા હતા. મારપીટ દરમિયાન આંખના ભાગે ગંભીર ઈજા થતાં તેમની તબિયત બગડી હતી અને બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી હતી અને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

મામલો જાહેર થતાં વધ્યો વિવાદ
ઘટનાના બીજા દિવસે આ મામલો મીડિયામાં પ્રકાશિત થતાં નવા વળાંકો આવ્યા હતા. પીડિત પરિવારનો દાવો છે, કે ઘટના જાહેર થતાં મહિલા PSI દ્વારા મામલો શાંત પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, ગોપાલભાઈને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મહિલા PSI તેમના ઘરે પહોંચી હતી અને સમાધાન કરવાની વાત કરી હતી. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે, કે PSIએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને મામલો આગળ ન વધે તે માટે વિનંતી કરી હતી. જોકે, આ દાવાઓ અંગે પોલીસ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. બીજી તરફ, મીડિયા દ્વારા સવાલો પૂછાતા મહિલા PSI ત્યાંથી નીકળી ગયા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.

તપાસ અને કાર્યવાહીની સૌને રાહ
આ સમગ્ર કેસમાં વધુ એક મહત્વનો મુદ્દો પણ સામે આવ્યો છે. પીડિત પરિવારનો આક્ષેપ છે, કે સમાધાન કરાવવા માટે અન્ય પોલીસ કર્મચારીઓની મદદ લેવામાં આવી હતી. પરિવારના જણાવ્યા અનુસાર, વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલને પણ તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. જોકે, આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. નોંધનીય બાબત એ છે, કે ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પીડિતની ફરિયાદ તરત નોંધાઈ નહોતી, જેના કારણે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. હવે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ થતાં સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. આગામી દિવસોમાં તપાસ દરમિયાન શું હકીકતો સામે આવે છે અને મહિલા PSI સામે કઈ પ્રકારની કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર ટકેલી છે. હાલ આ કેસ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Tags:
#GujaratNews#ન્યાયમાટે#પોલીસઅત્યાચારતપાસનો ધમધમાટપોલીસ વિભાગ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026