મારું ગુજરાત

નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો વિરોધ! શ્રમિકની બિભત્સ હરકતની સામે કાળા કપડાંમાં ઉતર્યા યુવક-યુવતીઓ

1 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો વિરોધ! શ્રમિકની બિભત્સ હરકતની સામે કાળા કપડાંમાં ઉતર્યા યુવક-યુવતીઓ

Nirma University Student Protest: અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ સામે બની રહેલા નવા બિલ્ડિંગમાં કામ કરતા એક શ્રમિકની કથિત બીભત્સ હરકતનો વીડિયો સામે આવ્યા બાદ વિવાદ વકર્યો છે. વિદ્યાર્થિનીઓ દ્વારા ફરિયાદ કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ મામલે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યા બાદ આજે, 1 ઓક્ટોબરે, કાળા કપડાં પહેરીને કેમ્પસમાં વિરોધ નોંધાવ્યો હતો.

કાળા કપડાં પહેરી વિદ્યાર્થીઓએ ઉજવ્યો 'બ્લેક ડે'
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, ઘટનાની નિંદા કરવા માટે 1 ઓક્ટોબરને ‘બ્લેક ડે’ તરીકે ઉજવવાનું સોશિયલ મીડિયા મારફતે નક્કી કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ કાળા કપડાં પહેરીને યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચ્યા હતા અને હાથમાં વિવિધ પ્લેકાર્ડ લઈને વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓના દાવા મુજબ, એક હજારથી વધુ વિદ્યાર્થીઓ આ વિરોધમાં જોડાયા હતા. પ્લેકાર્ડ દ્વારા ઘટનાને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.

વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કર્યા બાદ પણ કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ
વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે, ગર્લ્સ હોસ્ટેલના H-4 બ્લોકમાં રહેતી વિદ્યાર્થિનીઓ સામે નવા બની રહેલા H-5 બ્લોકમાં કામ કરતા એક શ્રમિકે કથિત રીતે બીભત્સ હરકતો કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો અને વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટી પ્રશાસન સમક્ષ ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ફરિયાદ બાદ સંબંધિત શ્રમિક સામે કાર્યવાહી કરવાને બદલે ગર્લ્સ હોસ્ટેલ તરફ લીલા રંગની નેટ લગાવવામાં આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, ગાર્ડ દ્વારા વિદ્યાર્થિનીઓના કપડાં અંગે પણ ટિપ્પણી કરવામાં આવી હતી. આ બાબતે વિદ્યાર્થીઓમાં વધુ રોષ જોવા મળ્યો છે.

સોશિયલ મીડિયા પર શરૂ થયું અભિયાન
યુનિવર્સિટી કેમ્પસમાં ખુલ્લેઆમ વિરોધ કરવામાં મુશ્કેલી હોવાના દાવા વચ્ચે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. વિદ્યાર્થીઓએ Instagram પર પેજ બનાવીને અન્ય વિદ્યાર્થીઓને જોડાવા અપીલ કરી હતી અને ઘટનાની નિંદા કરવા માટે બ્લેક ડેનું આયોજન કર્યું હતું.

પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા
આજે વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરીને કેમ્પસમાં એકઠા થયા હતા. હાથમાં પ્લેકાર્ડ લઈને તેમણે સમગ્ર ઘટનાને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓની માગ છે કે તેમની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવે અને કથિત ઘટનામાં જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. હાલ સમગ્ર મામલે યુનિવર્સિટી પ્રશાસન તરફથી સત્તાવાર રીતે શું કાર્યવાહી કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓના આક્ષેપ અંગે તેમનું શું કહેવું છે, તે અંગેની વિગતો સામે આવવાની બાકી છે.

Tags:
વિદ્યાર્થી આક્રોશStudent outrageNirma University Ahmedabad#ગુજરાતવાઈરલ#નિરમાવિરોધ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026