મારું ગુજરાત

નિરમા ગ્રૂપ હવે હોસ્પિટાલિટીમાં: SG હાઈવે પર ₹12,207 કરોડના રોકાણ સાથે લક્ઝરી હોટલ બનાવશે, 555 રૂમની પ્રોપર્ટી આકાર લેશે

6 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
નિરમા ગ્રૂપ હવે હોસ્પિટાલિટીમાં: SG હાઈવે પર ₹12,207 કરોડના રોકાણ સાથે લક્ઝરી હોટલ બનાવશે, 555 રૂમની પ્રોપર્ટી આકાર લેશે

Ahmedabad News: ‘સબકી પસંદ નિરમા’ હવે માત્ર ડિટર્જન્ટ, સિમેન્ટ કે હેલ્થકેર સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ લક્ઝરી હોસ્પિટાલિટીના આકાશમાં પણ પોતાની પાંખો ફેલાવવા જઈ રહ્યું છે. 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની મંજૂરી મળતા જ અમદાવાદમાં હોટલ ઈન્ડસ્ટ્રીઝમાં રોકાણનો મસમોટો પૂર આવ્યો છે. આ તેજીનો લાભ લેવા માટે નિરમા ગ્રૂપે અમદાવાદના એસ.જી. હાઈવે પર ₹12,207 કરોડના જંગી રોકાણ સાથે ફાઈવ સ્ટાર હોટલ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે.

555 રૂમની ભવ્ય હોટલનું આયોજન
નિરમા ગ્રૂપ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં અત્યંત વ્યૂહાત્મક રીતે આગળ વધી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રૂપ લક્ઝરી કેટેગરીમાં અંદાજે 555 રૂમ ધરાવતી અત્યાધુનિક હોટલનું નિર્માણ કરવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી પર્યાવરણીય મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એસ.જી. હાઈવે જેવા વ્યસ્ત અને પ્રીમિયમ કોર્મશિયલ કોરિડોર પર આ પ્રોજેક્ટ આકાર લેશે, જે શહેરની શાનમાં વધારો કરશે.

તાજ, હયાત અને મેરિયોટ જેવા દિગ્ગજો સાથે જોડાણની તૈયારી
નિરમા ગ્રૂપ માત્ર હોટલ બનાવીને અટકશે નહીં, પરંતુ તેના સંચાલન માટે વૈશ્વિક સ્તરના અનુભવી ઓપરેટરોની શોધમાં છે. ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL-તાજ), હયાત હોટેલ્સ અને મેરિયોટ ઈન્ટરનેશનલ જેવી દિગ્ગજ સંસ્થાઓ સાથે પ્રાથમિક તબક્કાની ચર્ચાઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર કરાર પર હસ્તાક્ષર થયા નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સાથેનું જોડાણ આ પ્રોજેક્ટને ગ્લોબલ લુક આપશે.

2030 કોમનવેલ્થ ગેમ્સ બનશે ‘ગ્રોથ એન્જિન’
અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે, જે હોટલ સેક્ટર માટે સૌથી મોટું આકર્ષણ છે. હાલમાં અમદાવાદમાં ફાઈવ સ્ટાર કે ડિલક્સ કેટેગરીની અંદાજે 18 હોટલ ઉપલબ્ધ છે. પરંતુ નિષ્ણાતોના મતે, ગેમ્સ સુધીમાં હજુ અન્ય 15 થી 20 જેટલી નવી ફાઈવ સ્ટાર હોટલની જરૂરિયાત ઊભી થશે. આ ગેપને પૂરો કરવા અને વધતી જતી માગને પહોંચી વળવા નિરમાએ આ સમયગાળાને લક્ષ્યાંકમાં લીધો છે.

ડિટર્જન્ટથી સિમેન્ટ અને હવે ‘સેવન સ્ટાર’ સર્વિસ
નિરમા ગ્રૂપ અત્યાર સુધી ડિટર્જન્ટ અને કેમિકલ્સમાં માર્કેટ લીડર રહ્યું છે, ત્યારબાદ તેણે સિમેન્ટ અને હેલ્થકેર (નિરમા યુનિવર્સિટી અને હોસ્પિટલ) ક્ષેત્રમાં સફળતા મેળવી છે. હવે હોસ્પિટાલિટીમાં આટલું મોટું રોકાણ કરીને ગ્રૂપ પોતાના બિઝનેસમાં નોંધપાત્ર વૈવિધ્યકરણ લાવી રહ્યું છે. એસ.જી. હાઈવે પર બનનારી આ પ્રોપર્ટી કોર્પોરેટ ગેસ્ટ અને ટુરિસ્ટ માટે પ્રથમ પસંદગી બને તેવા આયોજન સાથે ડિઝાઈન કરવામાં આવી રહી છે.

શા માટે અમદાવાદ બન્યું હોટલ ઈન્ડસ્ટ્રીનું હોટ ફેવરિટ?
છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં ટુરિઝમ, ઈન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ, બિઝનેસ સમિટ (વાઈબ્રન્ટ ગુજરાત) અને ક્રિકેટ મેચોના કારણે હોટલ સેક્ટરમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી મેચો અને રિવરફ્રન્ટ પર યોજાતી ઈવેન્ટ્સને કારણે રૂમની માગમાં સતત ઉછાળો રહે છે. આ જ કારણ છે કે નિરમા જેવા મોટા કોર્પોરેટ ગૃહો હવે સર્વિસ સેક્ટરમાં કરોડોનું રોકાણ કરી રહ્યા છે.

Tags:
રિયલ એસ્ટેટ ગુજરાતમેગા પ્રોજેક્ટહોટલ ઉદ્યોગ₹12207 કરોડ પ્રોજેક્ટNirma Hotel
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026