મારું ગુજરાત

નાસીરનગર કેસમાં હાઈકોર્ટના આકરા સવાલ, એડવોકેટ જનરલની ખાતરી છતાં FIR કેમ નહીં?

27 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
નાસીરનગર કેસમાં હાઈકોર્ટના આકરા સવાલ, એડવોકેટ જનરલની ખાતરી છતાં FIR કેમ નહીં?

Nasirnagar Demolition Case: નાસીરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં ફરી સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ સવાલો ઉઠ્યા છે. સિંગલ જજે સરકારી તંત્રને સવાલ કર્યો હતો કે એડવોકેટ જનરલની ખાતરી છતાં અધિકારીઓ પોતાની રીતે નિર્ણય કેમ લઈ રહ્યા છે? તપાસ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી FIR કેમ નોંધવામાં આવી નથી? કોર્ટે રાજ્યના ચીફ સેક્રેટરી પાસેથી આ સમગ્ર મામલે સૂચનો મેળવી જવાબ રજૂ કરવા જણાવ્યું છે. કેસની આગામી સુનાવણી હવે 4 ડિસેમ્બરે યોજાશે.

'તપાસ પૂર્ણ થઈ તો FIR કેમ નથી નોંધાઈ?'
નાસીરનગર ડિમોલિશનની મુખ્ય અરજી પર હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મામલાની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેનો રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. આગામી એક અઠવાડિયાથી 10 દિવસમાં રિપોર્ટ આવી જશે. જવાબ સાંભળ્યા બાદ કોર્ટે સવાલ કર્યો હતો કે જો તપાસ પૂર્ણ થઈ ગઈ છે તો FIR કેમ નોંધવામાં આવી નથી? શું બે અધિકારીઓની કમિટી નક્કી કરી શકે કે FIR નોંધવી કે નહીં?

એડવોકેટ જનરલની ખાતરી છતાં અધિકારીઓ કેમ ન માને?
સુનાવણી દરમિયાન સિંગલ જજે કહ્યું હતું કે અગાઉના હુકમ પર સ્ટે મૂકવામાં આવ્યો તે સમજાય છે, પરંતુ રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી એડવોકેટ જનરલે કોર્ટ સમક્ષ ખાતરી આપી હતી. તો પછી અધિકારીઓ તેમની સલાહ ન માને તેવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ? ર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે શું રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારીની સલાહ અધિકારીઓ ન માને તે સ્વીકારી શકાય? એડવોકેટ જનરલની સલાહની વિરુદ્ધ કામ કરનારા અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવશે? આ માત્ર એક કેસનો મુદ્દો નથી, પરંતુ વહીવટી તંત્રમાં કાયદાકીય જવાબદારી અને સિદ્ધાંતો સાથે જોડાયેલો વિષય છે.

ચીફ સેક્રેટરી પાસેથી સૂચનો મેળવી જવાબ રજૂ કરવા આદેશ
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યના ચીફ સેક્રેટરી આ બાબતને ગંભીરતાથી ધ્યાને લે. કોર્ટે રાજ્ય સરકારને સર્વોચ્ચ સ્તરેથી સૂચનો મેળવીને જવાબ રજૂ કરવા જણાવ્યું છે. ઉપરાંત કોર્ટે સવાલ કર્યો હતો કે જો મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું કહે કે એડવોકેટ જનરલે સલાહ આપી હોવા છતાં અમે તેને નહીં માનીએ, તો શું તે યોગ્ય ગણાય? શું રાજ્ય સરકાર પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આ વલણ સાથે સહમત છે કે ડિમોલિશન ગેરકાયદે થયું હોવા છતાં અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નહીં આવે? રાજ્યની આવી કોઈ નીતિ છે કે કેમ તે અંગે પણ કોર્ટે સ્પષ્ટતા માગી છે.

SMC કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને હાજર રહેવાનો હતો આદેશ
નાસીરનગર ડિમોલિશન મામલે અસરગ્રસ્તોને મકાન આપવાના મુદ્દે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા અગાઉના વલણથી ફરી જવાની બાબતને ધ્યાને રાખીને સિંગલ જજે SMC કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને 27 નવેમ્બરે બીજી વખત કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો હતો. બંને અધિકારીઓ સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી કેમ ન કરવી તે અંગે પણ કોર્ટે જવાબ માગ્યો હતો. જોકે, આ આદેશ સામે સુરત મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ડિવિઝન બેન્ચમાં અપીલ કરી હતી.

ડિવિઝન બેન્ચે અગાઉના હુકમ પર મૂક્યો હતો સ્ટે
26 નવેમ્બરે ડિવિઝન બેન્ચ સમક્ષ આ મામલે પોણા ચાર કલાક સુધી લાંબી સુનાવણી ચાલી હતી. ત્યારબાદ સિંગલ જજના અગાઉના હુકમ સામે સ્ટે આપવામાં આવ્યો હતો. પરિણામે SMC કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને 27 નવેમ્બરની સુનાવણીમાં સિંગલ જજ સમક્ષ હાજર રહેવાની જરૂર રહી નહોતી. લ્લેખનીય છે કે આ કેસમાં એડવોકેટ જનરલ અગાઉ પોતે જ મામલામાંથી હટી ચૂક્યા છે. હવે હાઈકોર્ટના સવાલો બાદ રાજ્ય સરકાર અને સંબંધિત અધિકારીઓ શું જવાબ રજૂ કરે છે તેના પર સૌની નજર રહેશે. આગામી સુનાવણી 4 ડિસેમ્બરે યોજાશે.

Tags:
GujaratVandanChief Secretary GujaratSurat Municipal CorporationNasirnagar FIRNasirnagar Demolition Case
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026