મારું ગુજરાત

MSUના ક્લાસરૂમ કિસિંગ કાંડમાં કપલે માફી માંગી! તપાસ કમિટી સમક્ષ વિદ્યાર્થિનીનું નિવેદન, નવી સ્ક્વોડ કમિટી રચાઈ

12 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
MSUના ક્લાસરૂમ કિસિંગ કાંડમાં કપલે માફી માંગી! તપાસ કમિટી સમક્ષ વિદ્યાર્થિનીનું નિવેદન, નવી સ્ક્વોડ કમિટી રચાઈ

MSU Classroom Kissing Case: વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી (MSU)ની આર્ટ્સ ફેકલ્ટીના ક્લાસરૂમમાં જાહેરમાં કિસિંગ અને રોમાન્સ કરતો વીડિયો વાયરલ થયા બાદ મામલો વધુ ગરમાયો છે. ઘટનામાં સંડોવાયેલી વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની હરકત બદલ માફી માંગી છે. બીજી તરફ, આ મામલે રચાયેલી તપાસ કમિટી સમક્ષ વિદ્યાર્થિની હાજર થઈ હતી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે.

અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં ક્લાસરૂમમાં રોમાન્સનો વીડિયો વાયરલ
આર્ટ્સ ફેકલ્ટીના ક્લાસરૂમમાં અન્ય વિદ્યાર્થીઓ હાજર હોવા છતાં બે કપલ જાહેરમાં રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પાછળની બેન્ચ પર બેઠેલા એક અજાણ્યા વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. છેલ્લા બે દિવસથી આવા બે અલગ-અલગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના પગલે યુનિવર્સિટી કેમ્પસમાં પણ ચર્ચા અને આક્રોશ જોવા મળ્યો હતો.

‘આઈ એમ સોરી ફોર માય એક્શન્સ’ કહી વિદ્યાર્થિનીએ માંગી માફી
વીડિયો વાયરલ થયા બાદ ટીકા અને વિરોધ વચ્ચે સંડોવાયેલા યુગલ પૈકીની વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર માફી માંગતો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે પોતાની હરકત બદલ દિલગીરી વ્યક્ત કરતી જોવા મળે છે અને ‘આઈ એમ સોરી ફોર માય એક્શન્સ’ કહી માફી માંગે છે. જોકે, માફી બાદ પણ વિદ્યાર્થી સંગઠનો અને શિક્ષણવિદોમાં આ ઘટનાને લઈને આક્રોશ યથાવત્ હોવાનું સામે આવ્યું છે.

તપાસ કમિટી સમક્ષ વિદ્યાર્થિનીનું નિવેદન નોંધાયું
ઘટનાની તપાસ માટે ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીનની અધ્યક્ષતામાં વિશેષ તપાસ કમિટી રચવામાં આવી છે. કમિટી સમક્ષ વિદ્યાર્થિની હાજર થઈ હતી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. ફેકલ્ટી ડીન કલ્પના ગવલીએ જણાવ્યું કે કેમ્પસમાં ભવિષ્યમાં આવી અશોભનીય ઘટનાઓ ન બને અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે તપાસ કમિટી ઉપરાંત સ્પેશિયલ સ્ક્વોડ કમિટી પણ તહેનાત કરવામાં આવી છે. હજુ અન્ય લોકોના નિવેદનો લેવાના બાકી હોવાથી તપાસ આગળ પણ ચાલુ રહેશે. હવે તપાસ પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી પ્રશાસન શિસ્તભંગના મામલે શું નિર્ણય લે છે, તેના પર સૌની નજર છે.

Tags:
#UniversityScandal#StudentApology#GujaratEducation#VadodaraNews#MSUKissingCase
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026