મારું ગુજરાત

કોડીનારના મીતીયાઝ ગામમાં દારૂના અડ્ડાઓ સામે મહિલાઓનો રોષ, પોલીસ સ્ટેશને કરી રજૂઆત

26 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
કોડીનારના મીતીયાઝ ગામમાં દારૂના અડ્ડાઓ સામે મહિલાઓનો રોષ, પોલીસ સ્ટેશને કરી રજૂઆત

Women protest against illegal liquor: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મીતીયાઝ ગામમાં ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા હોવાના મુદ્દે ગામની મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ બાબતે મીતીયાઝ ગામની મોટી સંખ્યામાં મહિલાઓ કોડીનાર પોલીસ સ્ટેશન પહોંચી અને દારૂના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા માટે લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી. મહિલાઓ સાથે ગામના સરપંચ, આગેવાનો તથા અગ્રણીઓ પણ જોડાયા હતા, જેના કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બની ગયો છે.

શું છે સમગ્ર મામલો?
મહિલાઓએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે, મીતીયાઝ ગામમાં છેલ્લા ઘણા સમયથી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. આ ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે ગામનું શાંતિપૂર્ણ વાતાવરણ બગડી રહ્યું છે. દારૂના નશામાં ઝઘડા, બોલાચાલી અને અશાંતિની ઘટનાઓમાં વધારો થયો છે, જેના કારણે ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે. ગામની સામાજિક અને નૈતિક વ્યવસ્થાને પણ આ દારૂના ધંધાએ ગંભીર અસર પહોંચાડી હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું.

પુરુષો નશાની લતમાં ફસાયા
મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે, દારૂના નશાના કારણે અનેક પરિવારો તૂટવાની સ્થિતિ પર છે. ઘરમાં કમાનાર પુરુષો નશાની લતમાં ફસાઈ જતા ઘરખર્ચ, બાળકોના શિક્ષણ અને પરિવારની જવાબદારીઓ પ્રત્યે બેદરકાર બની રહ્યા છે. પરિણામે મહિલાઓ પર આર્થિક અને માનસિક બોજ વધ્યો છે. આવી પરિસ્થિતિમાં ગામને દારૂમુક્ત બનાવવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી જરૂરી હોવાનું મહિલાઓઅએ જણાવ્યું છે.

ગામના સરપંચ અને આગેવાનોએ પણ પોતાનો અવાજ ઉઠાવ્યો
આ રજૂઆતમાં ગામના સરપંચ અને આગેવાનોએ પણ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દારૂના અડ્ડાઓને કારણે ગામની છબી ખરાબ થઈ રહી છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડવાની ભીતિ છે. અગાઉ પણ આ બાબતે મૌખિક રીતે ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ સંતોષકારક કાર્યવાહી ન થવાથી હવે ગ્રામજનોએ એક થઈ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે.

કાયદેસર પગલાં લેવામાં આવશે: કોડીનાર પોલીસ
કોડીનાર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ મહિલાઓ અને ગ્રામજનોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી હતી. પોલીસ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, મીતીયાઝ ગામમાં ચાલતા ગેરકાયદે દારૂના અડ્ડાઓ સામે વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં આવશે. દારૂના વેચાણ અને સંગ્રહમાં સંડોવાયેલા તત્વોને શોધી કાઢી તેમની સામે કાયદેસર પગલાં લેવામાં આવશે તેવી બાંહેધરી પોલીસ દ્વારા આપવામાં આવી છે.

Tags:
Public PeaceલોકશાંતિRural Issuesગ્રામીણ મુદ્દાGujaratPolice
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026