મારું ગુજરાત

'એ જીગર...તું તારા મા-બાપનું તો વિચાર'! મહિલા પોલીસકર્મીએ કલાક સુધી સમજાવી યુવકને બચાવ્યો

28 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'એ જીગર...તું તારા મા-બાપનું તો વિચાર'! મહિલા પોલીસકર્મીએ કલાક સુધી સમજાવી યુવકને બચાવ્યો

Mehsana News: મહેસાણાની મોઢેરા ચોકડી નજીક આવેલા હબ ટાઉન સંકુલમાં 27 સપ્ટેમ્બરની મોડી રાત્રે એક યુવક ચોથા માળે ચડી જતાં અફરાતફરી મચી હતી. યુવક જીવન ટૂંકાવવાની વાત કરી રહ્યો હોવાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. મહિલા હેડ કોન્સ્ટેબલ રિંકુબેને યુવક સાથે લગભગ એક કલાક સુધી વાતચીત કરીને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અંતે પોલીસ અને ફાયર વિભાગની સમયસૂચકતાથી યુવકને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યો હતો.

પોલીસને યુવક અંગે વર્ધી મળી
27 સપ્ટેમ્બરની રાત્રે આશરે 9:47 વાગ્યે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની નાગલપુર પોલીસ ચોકીની 112 પીસીઆર વાનને યુવક અંગે વર્ધી મળી હતી. હબ ટાઉનના બ્લોક નંબર-Jના ચોથા માળે આશરે 25 વર્ષનો યુવક ચડી ગયો હોવાનું અને નીચે કૂદી જીવન ટૂંકાવવાની ધમકી આપતો હોવાનું પોલીસને જણાવાયું હતું. માહિતી મળતાં જ મહિલા હેડ કોન્સ્ટેબલ રિંકુબેન, પોલીસ કોન્સ્ટેબલ ચંદનસિંહ સહિતનો પોલીસ સ્ટાફ સ્થળે દોડી ગયો હતો. યુવક ચોથા માળની જોખમી જગ્યાએ બેઠેલો હતો અને નીચે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

‘એ જીગર... તું તારા મા-બાપનું તો વિચાર’
યુવકને ગભરાટ ન થાય તે માટે મહિલા હેડ કોન્સ્ટેબલ રિંકુબેને તેની નજીક જવાને બદલે થોડે દૂર રહીને વાતચીત શરૂ કરી હતી. લગભગ એક કલાક સુધી તેમણે ધીરજપૂર્વક યુવકને સમજાવ્યો હતો. આ દરમિયાન યુવકે પોતાનું નામ જીગર ઠાકોર, મૂળ મોડાસાનો વતની અને હાલ દેદિયાસણમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. રિંકુબેને તેને ભાવનાત્મક રીતે સમજાવતા કહ્યું હતું, “એ જીગર... તું તારા મા-બાપનું તો વિચાર, પ્રોબ્લેમ મને કે...” જોકે યુવક શરૂઆતમાં નીચે ઉતરવા તૈયાર થયો નહોતો.

માતા-પિતા આવ્યા છતાં યુવક નીચે ન ઉતર્યો
ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ટીમને પણ સ્થળે બોલાવવામાં આવી હતી. દરમિયાન યુવકની માતા અને પિતા પણ ત્યાં પહોંચી ગયાં હતાં. માતા-પિતાએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નીચે આવવા તૈયાર નહોતો. લાંબા સમય સુધી પોલીસકર્મીઓ તેની સાથે વાતચીત કરતા રહ્યા. યુવક સાથે વાતચીત દરમિયાન તેને શાંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

યુવક નીચે પડવાની તૈયારીમાં હતો અને ટીમે બચાવી લીધો
લગભગ એક કલાકની સમજાવટ બાદ યુવક અચાનક જોખમી સ્થિતિમાં આવી ગયો હતો. તે ચોથા માળેથી નીચે પડવાની તૈયારીમાં હતો. આ સમયે પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ સમયસૂચકતા દાખવીને પાછળથી દોડી જઈ તેને પકડી લીધો હતો અને સલામત રીતે નીચે ઉતારી લીધો હતો. ત્યારબાદ પોલીસ યુવકને મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યાં તેને ચા-નાસ્તો કરાવી શાંત પાડવામાં આવ્યો હતો. માતા-પિતાની હાજરીમાં તેનું કાઉન્સેલિંગ કર્યા બાદ પોલીસે તેને પરિવારને સોંપ્યો હતો.

અંગત કારણોસર યુવક તણાવમાં હતો: PI
બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI ગઢવીએ જણાવ્યું હતું કે યુવક માનસિક તણાવમાં હતો અને અંગત કારણોસર તેણે આ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ટીમે લગભગ એક કલાક સુધી તેની સાથે વાતચીત કરીને તેને રોકી રાખ્યો હતો. બાદમાં યુવક જોખમી રીતે નીચે પડવાની તૈયારીમાં આવ્યો ત્યારે પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ પાછળથી તેને પકડીને બચાવી લીધો હતો.

Tags:
સમાજલક્ષીફરજનિષ્ઠામાતૃત્વ ભાવનાજીવ બચાવ્યોPublic Safety
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026