મારું ગુજરાત

મહેસાણા: SIRની કામગીરીના ભારણે વધુ એક BLOનો ભોગ લીધો, શિક્ષકનું હાર્ટ એટેકથી નિધન

28 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
મહેસાણા: SIRની કામગીરીના ભારણે વધુ એક BLOનો ભોગ લીધો, શિક્ષકનું હાર્ટ એટેકથી નિધન

Mahesana News: મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણ ગામે એક અત્યંત કરુણ અને દુઃખદ ઘટના સામે આવી છે. ગામની કન્યાશાળાના મુખ્ય શિક્ષક અને બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશકુમાર મેલાભાઈ રાવળનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. મળતી માહિતી મુજબ, નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા, જેથી તેઓ રાત્રે લગભગ 2 વાગ્યે જાગીને SIRની જટિલ કામગીરી કરી રહ્યા હતા, ત્યારે જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

રાત્રે જાગીને SIRની કામગીરી કરી રહ્યા હતા
સુદાસણા પ્રાથમિક કન્યા શાળામાં 17 જાન્યુઆરી 2001થી સેવા આપી રહેલા આચાર્ય દિનેશ રાવળ પાસે સુદાસણાના ભાગ નંબર 3માં બૂથ નંબર 38માં BLO તરીકેની ફરજ હતી. હાલમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે, જેમાં ફોર્મને ઓનલાઈન અપલોડ કરવાનું હોય છે. એપ્લિકેશન બરાબર કામ ન કરતી હોવાથી દિનેશભાઈ છેલ્લા બે-ચાર દિવસથી રાત્રે ઊઠીને આ ફોર્મને અપલોડ કરવાની કામગીરી કરતા હતા.

રાત્રે છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો
પરિવારજનોના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે પણ દિનેશભાઈ લગભગ 2 વાગ્યાની આસપાસ ઊઠીને ફોર્મને અપલોડ કરવાનું કામ કરી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન જ તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો. પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક તેમના મિત્રોને બોલાવ્યા. તેમને પહેલા ગામના દવાખાને લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં ડોક્ટર ઉપલબ્ધ નહોતા.

સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો
સારવાર માટે સમય ન બગાડતાં દિનેશ રાવળને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ માર્ગમાં તેમનું કરુણ મોત નિપજ્યું હતું. સિવિલમાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. શિક્ષક અને આચાર્ય તરીકેની લાંબી સેવા આપનાર દિનેશ રાવળના અકાળે નિધનથી સુદાસણ ગામની શાળા અને સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

BLO પર વધારાના બોજ અને રાત્રિ કામગીરી પર ઉઠ્યા સવાલો
મૃતક શિક્ષક દિનેશ રાવળના સહકર્મી અને સુદાસણા પગાર કેન્દ્રના આચાર્ય ગોવિંદસિંહ બારડે આ દુઃખદ માહિતી આપી હતી. આ ઘટનાને પગલે BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકો પરના વધારાના બોજ અને ઓનલાઈન એપ્લિકેશન બરાબર કામ ન કરવાને કારણે રાત્રે કામગીરી કરવાની ફરજ પડતી હોવાના મુદ્દા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

નેટ કનેક્ટિવિટીના અભાવે રાત્રિ જાગરણ: તંત્રએ વિચારણા કરવી જરૂરી
આ દુઃખદ ઘટનાએ વહીવટી તંત્રને એક મોટો પ્રશ્ન પૂછ્યો છે કે, જ્યારે દિવસે નેટ કનેક્ટિવિટી અને એપ્લિકેશન યોગ્ય રીતે કામ ન કરતી હોય, ત્યારે શિક્ષકોને રાત્રે જાગીને આવી જટિલ કામગીરી કરવાની ફરજ શા માટે પડે છે? BLO પરના આ અવ્યવહારુ દબાણ અંગે સરકારે અને ચૂંટણી પંચે વિચારણા કરવી જરૂરી છે.

Tags:
ચૂંટણીGujaratNewsગુજરાતસમાચારMehsanaમહેસાણા
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026