મારું ગુજરાત

ઊંઝા-મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના 5 સભ્યોના મોત

21 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
ઊંઝા-મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના 5 સભ્યોના મોત

Mehsana accident: ઉત્તર ગુજરાતના હાઈવે હવે જાણે રક્તરંજિત બની રહ્યા હોય તેમ અકસ્માતોનો સિલસિલો થંભવાનું નામ નથી લઈ રહ્યો. આજે શનિવાર, 21 ફેબ્રુઆરીની વહેલી સવારે ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે એક કાળજું કંપાવતી દુર્ઘટના સર્જાઈ છે. રાજસ્થાનમાં લગ્ન પ્રસંગ પતાવીને હરખભેર પરત ફરી રહેલા અમદાવાદના કુમાવત પરિવારની ઇકો કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા પરિવારના પાંચ સભ્યોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે છ લોકો હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

વહેલી સવારે સર્જાયો કાળમુખો અકસ્માત
મળતી વિગતો અનુસાર, મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના ભાવનગરના વતની અને હાલ અમદાવાદના રામોલ વિસ્તારમાં સ્થાયી થયેલા કુમાવત પરિવારના સભ્યો રાજસ્થાનમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઇકો કારમાં પરત ફરી રહ્યા હતા. વહેલી સવારે જ્યારે તેમની કાર ઉનાવા પાસે આવેલી હોટલ કોમફી સામેથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર પૂરપાટ ઝડપે ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી.

પિતા-પુત્ર અને માસૂમ બાળક સહિત 5ના મોત
આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના તો ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં પિતા-પુત્ર, એક મહિલા અને એક નિર્દોષ બાળકનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મંથરાદેવી નામના વૃદ્ધાનું પણ મોત નીપજ્યું હતું. આમ, આ અકસ્માતમાં કુલ મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે.

મૃતકોની યાદી:
- રામલાલ લખાજી કુમાવત
- કૈલાશભાઈ રામલાલ કુમાવત (પુત્ર)
- કોમલ મદનલાલ કુમાવત
- મંથરાદેવી (સારવાર દરમિયાન મોત)
- એક માસૂમ બાળક

6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
દુર્ઘટનામાં કારચાલક સહિત અન્ય છ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોમાં મદનસિંહ કુમાવત, નશ્રભાઈ, જમનીબેન, પકલી દેવી, રાકેશ અને મમતાબેનનો સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તો હાલમાં તબીબી દેખરેખ હેઠળ છે અને તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસની કામગીરી અને હાઈવે પર ટ્રાફિક જામ
ઘટનાની ગંભીરતાને જોતા ઉનાવા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતગ્રસ્ત વાહનને હટાવી હાઈવે પર સર્જાયેલો ટ્રાફિક જામ પૂર્વવત કરાવ્યો હતો. લગ્નના હરખમાં પરત ફરી રહેલા પરિવાર પર કુદરતે જે રીતે પ્રહાર કર્યો છે, તેનાથી રામોલ વિસ્તારમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Tags:
Accident Updateઅકસ્માત અપડેટHighway Safetyહાઈવે સુરક્ષાFatal Accident
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026