મારું ગુજરાત

અરવલ્લી: 4 સંતાનોના પિતાની હેવાનીયત, યુવતીને પ્રેમજાળમાં ફસાવી મનાલી-શ્રીનગર ફેરવી આચર્યું દુષ્કર્મ

26 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
અરવલ્લી: 4 સંતાનોના પિતાની હેવાનીયત, યુવતીને પ્રેમજાળમાં ફસાવી મનાલી-શ્રીનગર ફેરવી આચર્યું દુષ્કર્મ

Aravalli News: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાંથી એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મેઘરજ તાલુકા પંચાયત કચેરીમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા એક કર્મચારીએ 25 વર્ષીય યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી, પોતે પરણિત હોવાની વાત છુપાવીને દેશના વિવિધ રાજ્યોમાં લઈ જઈ તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

ચાની દુકાન પર થયો હતો પરિચય
ઘટનાની વિગતો મુજબ, ભોગ બનનાર યુવતીના પિતા છેલ્લા 16 વર્ષથી મેઘરજ તાલુકા પંચાયત કચેરી પાસે ચાની લારી ચલાવે છે. જાન્યુઆરી 2026 દરમિયાન, તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતો મહેશ ઓડ (રહે. રાયગઢ, હિંમતનગર) અવારનવાર ત્યાં ચા પીવા આવતો હતો. આ દરમિયાન યુવતી સાથે તેનો પરિચય થયો હતો. આરોપીએ પોતાની ઓળખ છુપાવી યુવતીને વિશ્વાસમાં લીધી અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી.

વિવિધ રાજ્યોમાં ફેરવી આચર્યું કૃત્ય
28 જાન્યુઆરી 2026ના રોજ આરોપી મહેશ યુવતીને મોડાસા લઈ જવાના બહાને કારમાં બેસાડી રવાના થયો હતો. ત્યારબાદ તે યુવતીને શામળાજી, ઉદયપુર, દિલ્હી થઈને શ્રીનગર (જમ્મુ-કાશ્મીર), કુલ્લુ-મનાલી અને અમૃતસર જેવા પ્રવાસન સ્થળોએ લઈ ગયો હતો. આ લાંબા પ્રવાસ દરમિયાન વિવિધ હોટેલોમાં રોકાણ કરીને આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવતીને અંધારામાં રાખવા માટે આરોપીએ અમદાવાદ લાવી તેની સાથે મૈત્રીકરાર પણ કર્યા હતા અને ગાંધીનગરની હોટેલમાં પણ તેને હવસનો શિકાર બનાવી હતી.

લગ્નની વાત આવતા જ અસલી ચહેરો સામે આવ્યો
ગત 23 ફેબ્રુઆરીના રોજ જ્યારે યુવતીએ સામાજિક રીતે લગ્ન કરવાની જીદ કરી, ત્યારે આરોપી મહેશનો અસલી ચહેરો સામે આવ્યો હતો. તેણે ઉશ્કેરાઈ જઈને ખુલાસો કર્યો કે તે પહેલેથી જ પરણિત છે અને ચાર સંતાનોનો પિતા છે. લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડીને આરોપીએ યુવતીને અધવચ્ચે બિનવારસી હાલતમાં છોડી દીધી હતી. એટલું જ નહીં, આરોપીએ યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

નારીગૃહમાં આશ્રય અને પોલીસ કાર્યવાહી
આરોપીની ધમકીઓથી ફફડી ગયેલી યુવતી ઘરે જવાને બદલે સીધી મોડાસા સ્થિત નારીગૃહમાં પહોંચી હતી. બાદમાં પરિવારે તેને હિંમત આપતા, તેણે મેઘરજ પોલીસ સ્ટેશનમાં નરાધમ મહેશ ઓડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપી મહેશ ઓડ હાલ ભિલોડા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર જિલ્લામાં રોષ ફેલાયો
અરવલ્લી પોલીસે ગુનાની ગંભીરતા સમજીને આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. 26 ફેબ્રુઆરીના રોજ આરોપીને મોડાસા સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. સરકારી કર્મચારી દ્વારા આચરવામાં આવેલા આ શરમજનક કૃત્યને પગલે સમગ્ર જિલ્લામાં રોષ ફેલાયો છે.

Tags:
BrutalityAravalli NewsGujarat PoliceDemand for JusticeRape Accused
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026