મારું ગુજરાત

અમદાવાદ એક્સપ્રેસ-વે પર લક્ઝરી બસમાંથી રૂ. 25.30 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું, ઈન્દોરથી આવેલો કેરિયર પકડાયો

10 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદ એક્સપ્રેસ-વે પર લક્ઝરી બસમાંથી રૂ. 25.30 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું, ઈન્દોરથી આવેલો કેરિયર પકડાયો

Ahmedabad Express Highway MD Drugs Seized: અમદાવાદ શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે ઝુંબેશ તેજ બનાવી છે. તેવામાં રામોલ પોલીસની ટીમને એક સચોટ અને મહત્વની બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસમાં એક વ્યક્તિ મોટો નશીલો જથ્થો લઈને અમદાવાદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ચોક્કસ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વેના ટોલ પ્લાઝા નજીક કડક વોચ ગોઠવી દીધી હતી. બસ આવી પહોંચતા જ તેને રોકીને તલાશી હાથ ધરવામાં આવી હતી.

બસની અંદરથી 843 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું
પોલીસ ટીમે લક્ઝરી બસમાં તપાસ શરૂ કરી ત્યારે કન્ડક્ટરની સીટ પાછળ સોફા પર એક શંકાસ્પદ યુવક બેઠેલો જોવા મળ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરીને સામાન સાથે નીચે ઉતારી તપાસ કરી હતી. આ યુવક મધ્ય પ્રદેશના ઈન્દોરનો રહેવાસી, 24 વર્ષીય રિઝવાન ઉર્ફે રિજુ મોહંમદ ફારૂક મનસુરી હોવાનું સામે આવ્યું હતું. તેની પાસે રહેલા બે પાર્સલની તલાશી લેતા તેમાંથી રૂ. 25.30 લાખની કિંમતનું કુલ 843 ગ્રામ 610 મિલિગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું.

માત્ર 6 હજાર રૂપિયાના કમિશન માટે ડ્રગ્સની હેરાફેરી
પોલીસે આરોપી રિઝવાન પાસેથી ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન અને ચાર્જર સહિત કુલ રૂ. 25.36 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને તેની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, રિઝવાન માત્ર કેરિયર તરીકે કામ કરતો હતો. ઈન્દોરમાં રહેતા શાનુ પઠાણ નામના શખ્સે આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદ પહોંચાડવા આપ્યો હતો. આ જોખમી માલની ડિલિવરી કરવા બદલ રિઝવાનને એક ટ્રીપના માત્ર 6,000 રૂપિયા કમિશન મળવાનું હતું.

ટ્રેકિંગથી બચવા 'ZANGI' એપનો કરાતો હતો ઉપયોગ
નશાના સોદાગરો પોલીસ અને એજન્સીઓના ટ્રેકિંગથી બચવા માટે અવનવા કસબ અજમાવતા હોય છે. આ કેસમાં પણ આરોપીઓ સામાન્ય ફોન કોલ કે વોટ્સએપના બદલે 'ZANGI' નામની અત્યંત એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. રિઝવાન અમદાવાદ પહોંચીને આ એપ પર 'Patel' નામે સેવ થયેલા રિયાઝઅલી નામના વ્યક્તિને આ ડ્રગ્સ આપવાનો હતો.

મુખ્ય સૂત્રધારો સામે ગુનો નોંધી પોલીસની વધુ તપાસ
આ સમગ્ર રેકેટ બહાર આવ્યા બાદ રામોલ પોલીસે ડ્રગ્સનો જથ્થો મોકલનાર ઈન્દોરના શાનુ પઠાણ અને માલ મંગાવનાર અમદાવાદના રિયાઝઅલી સામે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ શહેરમાં ડ્રગ્સનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને અગાઉ પણ આવા કેટલા ફેરા કરવામાં આવ્યા છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Tags:
MD Drug BustAnti-Drug CampaignViral NewsGujarat CrimeBreaking Gujarat
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026