મારું ગુજરાત

"હત્યારો નહીં પકડાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં!", કેનેડા જવાની તૈયારી કરતી માંડવીની દીકરી સાથે મર્ડર વિથ લૂંટ

26 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
"હત્યારો નહીં પકડાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં!", કેનેડા જવાની તૈયારી કરતી માંડવીની દીકરી સાથે મર્ડર વિથ લૂંટ

Surat Mandvi Nidhi Patel Murder Case: સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરિવારની ગેરહાજરીમાં ઘરે એકલી રહેલી 25 વર્ષીય આશાસ્પદ યુવતી નિધિ પટેલની મોઢા પર પ્લાસ્ટિકની કોથળીઓ અને દોરીઓ બાંધીને હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ ઘરમાંથી રોકડ રકમ અને દાગીનાની લૂંટ ચલાવાઈ હતી. જોકે, ભણવામાં હોશિયાર અને કેનેડા જવાની તૈયારી કરી રહેલી દીકરીના અકાળે મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

'દીકરીના મોઢા પર ત્રણ કોથળી બાંધેલી હતી'- પિતાની આપવીતી
મૃતક નિધિના પિતા વાસુદેવભાઈ પટેલે ઘટના અંગે દિલચોરી આપતાં જણાવ્યું હતું કે, "અમે પરિવાર સાથે 3 રાત્રિ અને 2 દિવસના ડાકોર તેમજ આબુ-અંબાજીના પ્રવાસે ગયા હતા. 23 ઓગસ્ટની રાત્રે 9.28 વાગ્યે દીકરી સાથે છેલ્લી વાત થઈ હતી. રાત્રે 3 વાગ્યે ઘરે પહોંચીને બેલ માર્યો પણ દરવાજો ન ખુલ્યો. ફોન પણ બંધ આવતો હતો. ઘરની પાછળનો દરવાજો આડો હતો અને દાદરો ચડીને ઉપર જઈને જોયું તો નિધિનો મૃતદેહ પડ્યો હતો. તેના મોઢા પર 3 કોથળીઓ અને ગળાથી મોઢા સુધી 4 દોરીઓ બાંધેલી હતી. ઘરમાંથી ₹25 હજાર રોકડા, ₹5 હજારની નવી નોટોનું બંડલ, સોનાની ચેઈન, વીંટી અને સાંકળાની લૂંટ થઈ છે."

હત્યારો પરિચિત હોવાની પ્રબળ શંકા
ઘટનાસ્થળની પરિસ્થિતિ જોતાં પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગી રહ્યું છે કે, આરોપીએ લૂંટનો માત્ર દેખાવ ઊભો કર્યો છે. લૂંટારાઓ ઘરના પાછળના દરવાજેથી કોઈપણ પ્રકારના બળપ્રયોગ વગર સરળતાથી પ્રવેશ્યા હતા, જેનાથી હત્યારો પરિવારનો કે ઘરનો પરિચિત હોવાની પૂરેપૂરી શક્યતા છે. ગુનેગારોને અગાઉથી જ ખબર હતી કે, ઘરમાં કોણ છે અને કિંમતી સામાન ક્યાં રાખેલો છે. હાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને અન્ય તપાસ એજન્સીઓએ ગામમાં ધામા નાખ્યા છે.

હત્યારો ન પકડાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં
નિધિએ એન્જિનિયરિંગ પૂરું કર્યા બાદ IELTSની પરીક્ષા આપી હતી અને પાસપોર્ટ પણ તૈયાર થઈ ગયો હતો. 2-5 મહિનામાં જ તે કેનેડા જવાની હતી. પિતા વાસુદેવભાઈએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "દીકરીઓ હવે બહાર તો દૂર, પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. જ્યાં સુધી મારી દીકરીનો હત્યારો નહીં પકડાય ત્યાં સુધી અમે તેના અંતિમ સંસ્કાર નહીં કરીએ."

તપાસ માટે પોલીસની 8 ટીમો કાર્યરત
સુરત ગ્રામ્ય એસ.પી. રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ DySP, 4 PI અને 8 PSI સહિત કુલ 8 અલગ-અલગ ટીમો આ કેસનો ભેદ ઉકેલવા કામે લાગી છે. FSL અને ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી છે તથા ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ્સ મેળવાયા છે. મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં એકલવાયા ઘરોમાં ગુનાખોરી
સુરક્ષા અંગે જાગૃતિ: આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, જ્યારે પરિવાર બહાર ગામ જતો હોય અને ઘરમાં મહિલાઓ કે યુવતીઓ એકલી હોય ત્યારે CCTV અને કટોકટીના સમય માટે પાડોશીઓ સાથે સંપર્ક રાખવો કેટલો જરૂરી છે.

પોલીસ કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન: કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે ઈમરજન્સી સમયે નાગરિકો તુરંત 112 અથવા સુરત ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે.

Tags:
#કેનેડાસપનું#લૂંટઅનેહત્યા#પોલીસતપાસ#ન્યાયમાટેનિધિ#ગુજરાતક્રાઈમ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026