મારું ગુજરાત

વર્ગ-3ની ભરતીમાં મોટા ફેરફાર: ગુજરાત સરકારે પરીક્ષાના નવા નિયમો જાહેર કર્યા

24 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
વર્ગ-3ની ભરતીમાં મોટા ફેરફાર: ગુજરાત સરકારે પરીક્ષાના નવા નિયમો જાહેર કર્યા

Gandhinagar News: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે નવા વર્ષની મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે વર્ગ-3ની ભરતી પ્રક્રિયામાં મોટા ફેરફાર કરતા 'ગુજરાત ગૌણ સેવા વર્ગ-3 (સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા) નિયમો, 2026' જાહેર કર્યા છે. હવેથી ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક જેવી જગ્યાઓ પર સીધી ભરતી માટે જૂની પદ્ધતિને તિલાંજલિ આપી નવી પરીક્ષા પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. 22 જાન્યુઆરી, 2026 થી અમલી બનેલા આ નિયમોને કારણે હવે ઉમેદવારોએ પોતાની તૈયારીની વ્યૂહરચના બદલવી પડશે.

પ્રિલિમ્સ અને મેઈન્સની 'ડબલ ટેસ્ટ' માંથી પસાર થવું પડશે
નવા જાહેર કરાયેલા નિયમો મુજબ, હવે ભરતી પ્રક્રિયા બે તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ તબક્કામાં તમામ ઉમેદવારો માટે 'પ્રાથમિક પરીક્ષા' લેવામાં આવશે, જે માત્ર ક્વોલિફાઈંગ રાઉન્ડ જેવી રહેશે. ત્યારબાદ, જે ઉમેદવારો પ્રિલિમ્સ પાસ કરશે તેમને 'મુખ્ય પરીક્ષા'માટે બોલાવવામાં આવશે. મહત્વની વાત એ છે કે, સરકારે ગૌણ સેવાને ગ્રુપ-A અને ગ્રુપ-B એમ બે શ્રેણીમાં વહેંચી દીધી છે. ગ્રુપ-A માં હેડ ક્લર્ક અને સિનિયર ક્લર્ક જેવી વહીવટી જગ્યાઓનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રુપ-B માં અન્ય સહાયક જગ્યાઓ રહેશે.

150 ગુણની પરીક્ષામાં રીઝનિંગનો દબદબો
ગ્રુપ-A અને ગ્રુપ-B બંને માટે એક સમાન પ્રાથમિક પરીક્ષા યોજાશે. આ પરીક્ષા કુલ 150 ગુણની રહેશે અને ઉમેદવારોને 2 કલાકનો સમય મળશે. નવા સિલેબસમાં રીઝનિંગ (60 ગુણ) ને સૌથી વધુ મહત્વ અપાયું છે. આ ઉપરાંત ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ (30 ગુણ), સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સ (30 ગુણ), ગુજરાતી (15 ગુણ) અને અંગ્રેજી (15 ગુણ) ના પ્રશ્નો પૂછાશે. તમામ પ્રશ્નો MCQ પ્રકારના રહેશે, પરંતુ ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું પડશે કે દરેક ખોટા જવાબ દીઠ 0.25 માર્ક કાપવામાં આવશે.

ગ્રુપ-A માટે 'GPSC' જેવી આકરી કસોટી
જે ઉમેદવારો ગ્રુપ-A ની ઉચ્ચ જગ્યાઓ પર નિમણૂક મેળવવા માંગે છે, તેમના માટે મુખ્ય પરીક્ષા અત્યંત પડકારજનક રહેશે. આ પરીક્ષા હવે MCQ નહીં પણ 'વર્ણનાત્મક'પ્રકારની હશે, એટલે કે ઉમેદવારોએ જવાબ લખવા પડશે. મુખ્ય પરીક્ષામાં કુલ 350 ગુણના ત્રણ પેપર હશે: ગુજરાતી ભાષા કૌશલ્ય (100 ગુણ), અંગ્રેજી ભાષા કૌશલ્ય (100 ગુણ) અને સામાન્ય અભ્યાસ (150 ગુણ). આ પદ્ધતિ લગભગ GPSC ક્લાસ 1-2 ની પરીક્ષા જેવી જ છે, જે ઉમેદવારોના લેખન કૌશલ્યની કસોટી કરશે.

200 ગુણના પેપરમાંથી બનશે મેરિટ લિસ્ટ
બીજી તરફ, ગ્રુપ-B ની જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષા થોડી સરળ રહેશે. આ શ્રેણી માટે મુખ્ય પરીક્ષા હેતુલક્ષી (MCQ) પદ્ધતિથી લેવામાં આવશે. જે કુલ 200 ગુણની હશે અને તે માટે 2 કલાકનો સમય ફાળવવામાં આવશે. આ પરીક્ષાના આધારે જ અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આમ, સરકારે ગ્રુપ મુજબ પરીક્ષાનું સ્તર અલગ-અલગ રાખ્યું છે, જેથી વહીવટી કામગીરી માટે વધુ સક્ષમ ઉમેદવારોની પસંદગી કરી શકાય.

ગુણવત્તા વધશે પણ સ્પર્ધા વધુ કઠિન થશે
સરકારના આ નિર્ણય બાદ શિક્ષણ જગતના નિષ્ણાતો માની રહ્યા છે કે આનાથી સરકારી તંત્રમાં આવતા કર્મચારીઓની ગુણવત્તામાં સુધારો થશે. જોકે, ગ્રામીણ વિસ્તારના ઉમેદવારો માટે અંગ્રેજી અને વર્ણનાત્મક પેપર ચિંતાનો વિષય બની શકે છે. સોશિયલ મીડિયા પર ઉમેદવારો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે; કેટલાક આને પારદર્શિતા માટે આવકારી રહ્યા છે, તો કેટલાક લાંબી ચાલનારી ભરતી પ્રક્રિયાથી ચિંતિત છે. હવે જોવાનું એ રહેશે કે ગૌણ સેવા પસંદગી મંડળ આ નવી પદ્ધતિ મુજબ પ્રથમ ભરતીની જાહેરાત ક્યારે કરે છે.

Tags:
2026 થી અમલઉમેદવારોતાજા સમાચારગુજરાત એડમિનિસ્ટ્રેશનGPSC
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026