મારું ગુજરાત

દિવાળીમાં સાવજોએ કરાવી કમાણી: 7 દિવસમાં 80 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા, વન વિભાગને રૂ.1.59 કરોડથી વધુની આવક

23 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
દિવાળીમાં સાવજોએ કરાવી કમાણી: 7 દિવસમાં 80 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા, વન વિભાગને રૂ.1.59 કરોડથી વધુની આવક

Lion Safari: દિવાળીમાં ગીરના સાવજોએ ગુજરાતને કરોડોની કમાણી કરાવી છે. હકીકતમાં દિવાળી વેકેશન દરમિયાન સૌરાષ્ટ્રના વિવિધ સફારી પાર્કમાં એશિયાઇ સિંહ દર્શન માટે ઉમટેલા પ્રવાસીઓના ઘોડાપૂરે વન વિભાગ અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત વેગ આપ્યો છે. વન વિભાગના આંકડા મુજબ, તા.9 થી 15 નવેમ્બર 2026 દરમિયાન માત્ર સાત દિવસમાં આશરે 80 હજારથી વધુ પ્રવાસીઓ સફારી પાર્કમાં પહોંચ્યા હતા. આ ધસારાને પગલે ગુજરાત વન વિભાગને રૂ. 1.59 કરોડથી વધુની આવક થઈ છે, જે ગત વર્ષની દિવાળી વેકેશનની રૂ. 1.15 કરોડની આવકની સરખામણીમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે.

કયા સફારી પાર્કમાંથી થઈ સૌથી વધુ કમાણી અને ઘસારો?
દિવાળી વેકેશનમાં સિંહ દર્શન માટે પરંપરાગત સફારી સાથે અન્ય સફારી પાર્કમાં પણ પ્રવાસીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો:

  • ગીર અને દેવળીયા સફારી પાર્ક: આ બંને સ્થળોએ સૌથી વધુ 60,661 પ્રવાસીઓએ જીપ્સી અને બસ સફારી મારફતે સિંહ દર્શન કર્યા, જેનાથી વન વિભાગને આશરે રૂ. 1.21 કરોડની આવક થઈ.

  • ગિરનાર, આંબરડી અને બરડા સફારી: આ ત્રણ સફારી સ્થળોએ કુલ 20,282 પ્રવાસીઓ (ગત વર્ષ કરતા 11.97% વધુ) પહોંચ્યા હતા અને આવક 11.10% વધીને રૂ.34 લાખથી રૂ.38 લાખ થઈ છે. ખાસ કરીને ગિરનાર નેચર સફારીમાં પ્રવાસીઓની સંખ્યામાં 59.13 ટકાનો ઉછાળો નોંધાયો છે.

સ્થાનિક રોજગારી અને સંરક્ષણને સીધો લાભ
હવે સાવજોએ કરાવેલી આ કમાણી એ માત્ર સરકારી તિજોરી પૂરતી સીમિત નથી, પરંતુ સાસણ ગીર ઉપરાંતના વૈકલ્પિક વાઈલ્ડલાઈફ ટુરિઝમ સર્કિટના વિકાસ સાથે હજારો સ્થાનિક પરિવારોની આજીવિકાને પણ સીધો ફાયદો મળ્યો છે.

  • પરિવહન અને માર્ગદર્શન: જીપ્સી ઓપરેટર્સ, નેચર ગાઈડ્સ અને પરિવહન સેવા સાથે જોડાયેલા લોકોને સારો વ્યવસાય મળ્યો છે.

  • હોસ્પિટાલિટી અને હસ્તકલા: હોટલ-રિસોર્ટ સંચાલકો, હોમ-સ્ટે, ખાણીપીણી વ્યવસાય તેમજ સ્થાનિક હસ્તકલાના કારીગરોની આવકમાં વધારો થયો છે.

  • વન્યજીવ સંવર્ધન: સફારી પાર્કમાંથી થતી આવકનો ઉપયોગ વન્યજીવોના સંરક્ષણ અને પ્રવાસી સુવિધાઓના વિકાસ માટે કરવામાં આવી રહ્યો છે.

Tags:
Gujarat tourism news Gujarati todayGujarat forest department Diwali revenue 1.59 croreSaurashtra lion safari 7 days 80000 tourists Diwalilions boost earnings Diwali 80000 tourists 1.59 crore forest revenue#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026