મારું ગુજરાત

કિંજલ રબારી કેસમાં અચાનક મોટો વળાંક! હાઇકોર્ટ પહોંચતા અશોક ચૌધરીને મળી મોટી રાહત, ધરપકડ પર બ્રેક

9 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
કિંજલ રબારી કેસમાં અચાનક મોટો વળાંક! હાઇકોર્ટ પહોંચતા અશોક ચૌધરીને મળી મોટી રાહત, ધરપકડ પર બ્રેક

Singer Kinjal Rabari Gujarat High Court: લોકપ્રિય ગાયિકા કિંજલ રબારી અને તેમના પતિ અશોક ચૌધરીને ગુજરાત હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. અપહરણના કેસમાં કાયદાકીય કાર્યવાહી આગળ વધે તે પહેલાં દંપતીએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો અને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટ સમક્ષ હાજરી નોંધાવી હતી. સુનાવણી દરમિયાન કિંજલ રબારીએ પોતાનું અપહરણ થયું ન હોવાનું અને તે પોતાની ઇચ્છાથી પતિ અશોક ચૌધરી સાથે હોવાનો ખુલાસો કર્યો હતો.

અશોક ચૌધરીની ધરપકડ સામે હાઇકોર્ટનો વચગાળાનો સ્ટે
અશોક ચૌધરી સામે નોંધાયેલી અપહરણની ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી અંગે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. દંપતી તરફથી રજૂઆત કરવામાં આવ્યા બાદ કોર્ટે અશોક ચૌધરીની ધરપકડ સામે વચગાળાનો સ્ટે આપ્યો છે. આ રાહતના પગલે હાલ પોલીસ અશોક ચૌધરીની ધરપકડ કરી શકશે નહીં.

કિંજલના નિવેદનથી અપહરણ કેસમાં નવો વળાંક
આ સમગ્ર મામલામાં સૌથી મહત્વનું એ છે કે કિંજલ રબારીએ કોર્ટ સમક્ષ પોતાનું અપહરણ થયું હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે હોવાનું જણાવ્યું છે. કિંજલના આ નિવેદન બાદ અગાઉ નોંધાયેલી અપહરણની ફરિયાદ અને પોલીસ તપાસને લઈને કેસમાં નવો વળાંક આવ્યો છે. હવે હાઇકોર્ટના આદેશ અને બંને પક્ષની રજૂઆતોના આધારે આગળની કાયદાકીય પ્રક્રિયા નક્કી થશે. હાલ અશોક ચૌધરીને ધરપકડથી વચગાળાની રાહત મળી છે, જ્યારે સમગ્ર મામલે અંતિમ હકીકત અને કાયદાકીય સ્થિતિ આગળની કાર્યવાહી બાદ વધુ સ્પષ્ટ થશે.

Tags:
#મોટોવળાંક#ગુજરાતીસિંગર#BreakingNewsGujarat#GujaratHighCourt#AshokChaudhary
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026