મારું ગુજરાત

કિંજલ રબારી-અશોક ચૌધરીના કેસમાં નવો વળાંક, કોર્ટમાં બંને ગેરહાજર; હવે 6 ઓક્ટોબરે શું થશે?

26 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
કિંજલ રબારી-અશોક ચૌધરીના કેસમાં નવો વળાંક, કોર્ટમાં બંને ગેરહાજર; હવે 6 ઓક્ટોબરે શું થશે?

Kinjal Rabari Case: લોકગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીના લગ્ન તથા છૂટાછેડાને લઈને ચાલી રહેલા વિવાદમાં ફરી એક નવો વળાંક આવ્યો છે. રાધનપુર ફેમિલી કોર્ટમાં કેસની સુનાવણી માટે મુદત નક્કી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટમાં બંને પક્ષોના વકીલો હાજર હોવા છતાં કિંજલ રબારી અને અશોક ચૌધરીમાંથી કોઈ પણ વ્યક્તિ રૂબરૂ હાજર રહ્યા નહોતા. પક્ષકારોની ગેરહાજરીને પગલે હવે કેસની આગામી સુનાવણી માટે 6 ઓક્ટોબર 2026ની તારીખ નક્કી કરવામાં આવી છે. આ મામલો અગાઉ પણ રાધનપુર કોર્ટની કાર્યવાહીથી લઈને ગુજરાત હાઈકોર્ટ સુધી ચર્ચામાં રહ્યો છે.

પરિવારના દબાણના આક્ષેપોથી મામલો વધુ ગૂંચવાયો
કિંજલ રબારી અને અશોક ચૌધરીએ 2 મે 2024ના રોજ પ્રેમલગ્ન કર્યા હોવાની માહિતી સામે આવી હતી. ત્યારબાદ માર્ચ 2026માં બંને સાથે ગયા હતા, પરંતુ પરિવારના વિરોધ અને દબાણ બાદ સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. કિંજલે બાદમાં એવો દાવો કર્યો હતો કે પરિવારના દબાણ હેઠળ તેને રાધનપુર કોર્ટમાં છૂટાછેડાની કાર્યવાહી કરાવવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં હાઈકોર્ટ સમક્ષ હાજર થઈ કિંજલે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેનું અપહરણ થયું નહોતું અને તે પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે રહેવા ગઈ હતી. હાઈકોર્ટે આ નિવેદન બાદ અશોકની ધરપકડ સામે સ્ટે આપ્યો હતો અને બંનેને પોલીસ સુરક્ષા આપવાનો નિર્દેશ કર્યો હતો.

મૈત્રી કરાર અને અપહરણના આક્ષેપો વચ્ચે નવો વિવાદ
આ સમગ્ર મામલો વધુ ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે કિંજલ રબારીના મૈત્રી કરારને લઈને પણ વિવાદ ઊભો થયો હતો. ગોતરકા ગામના નરસિંહ ઉર્ફે મુકેશ રબારી સાથે મૈત્રી કરાર તથા ત્યારબાદ લગ્નની તસવીરો સામે આવી હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. આ દરમિયાન કિંજલના કથિત અપહરણને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે, બાદમાં કિંજલે વીડિયો અને હાઈકોર્ટ સમક્ષ પોતાના નિવેદનમાં પોતાનું અપહરણ થયું હોવાનો ઇનકાર કર્યો હતો અને અશોક સાથે પોતાની મરજીથી રહેવાની વાત કહી હતી. સમગ્ર મામલે લગ્ન, છૂટાછેડા અને કથિત મૈત્રી કરાર અંગેની કાનૂની સ્થિતિ હજુ અદાલતી પ્રક્રિયા હેઠળ છે.

હવે 6 ઓક્ટોબરની સુનાવણી પર નજર
કિંજલ રબારી અને અશોક ચૌધરી વચ્ચેનો છૂટાછેડાનો કેસ રાધનપુર ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે. અગાઉ 15 જૂનની સુનાવણી દરમિયાન બંને પક્ષોની હાજરી નોંધાઈ હતી અને ત્યારબાદ અશોક ચૌધરી પર હુમલાના પ્રયાસના આક્ષેપો પણ સામે આવ્યા હતા. હવે તાજેતરની મુદતે બંને પક્ષકારો કોર્ટમાં હાજર ન રહેતા આગામી તારીખ 6 ઓક્ટોબર 2026 નક્કી કરવામાં આવી છે. હવે આ તારીખે કિંજલ રબારી અને અશોક ચૌધરી કોર્ટ સમક્ષ હાજર થાય છે કે નહીં અને કેસમાં આગળની કાનૂની કાર્યવાહી કઈ દિશામાં જાય છે તેના પર નજર રહેશે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદનન્યાયકાનૂની કાર્યવાહીછેતરપિંડી કેસ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026