મારું ગુજરાત

ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરના પુત્રનો ગુસ્સો સાતમા આસમાને! યુવક પર પાઇપથી હુમલો

28 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરના પુત્રનો ગુસ્સો સાતમા આસમાને! યુવક પર પાઇપથી હુમલો

Kheda Crime News: ખેડાના લવાલ ગામે મારામારીના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને સામાજિક કાર્યકર મહિપતસિંહ ચૌહાણના પુત્ર કૃષ્ણપાલસિંહ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણે આક્ષેપ કર્યો છે કે કોલેજમાં સાથે અભ્યાસ કરતી યુવતી, જેને તેઓ ધર્મની બહેન માને છે, તેને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાના મુદ્દે કૃષ્ણપાલસિંહે તેમને લોખંડની પાઇપ માથામાં મારી હતી. બીજી તરફ કૃષ્ણપાલસિંહે પણ અગાઉ ફરિયાદ નોંધાવી હતી કે મહાવીરસિંહ સહિત 9 લોકોના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો.

ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાના મુદ્દે થયો વિવાદ
ફરિયાદ મુજબ, મહાવીરસિંહ નડિયાદની કોલેજમાં અભ્યાસ કરે છે. તેમની સાથે અભ્યાસ કરતી યુવતીને તેમણે આશરે દોઢ મહિના પહેલાં સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. આ વાતની જાણ જયપાલસિંહ સંજયસિંહ ચૌહાણને થતાં તેઓ અવારનવાર મહાવીરસિંહ સાથે બોલાચાલી કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. 26 સપ્ટેમ્બરની રાત્રે આશરે 9 વાગ્યે મહાવીરસિંહ ગામના બગીચા પાસે બેઠા હતા ત્યારે જયપાલસિંહ, કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ ચૌહાણ, મુકેશ સરદારસિંહ ચૌહાણ, આર્યન અમિત રાઠોડ અને રાજવીરસિંહ હિતેન્દ્રસિંહ ચૌહાણ ત્યાં આવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

લોખંડની પાઇપથી માથામાં માર્યાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, આ દરમિયાન કૃષ્ણપાલસિંહે હાથમાં રહેલી લોખંડની પાઇપ મહાવીરસિંહના માથામાં મારી હતી. ઇજાને કારણે માથામાંથી લોહી નીકળતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ મહાવીરસિંહને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહાવીરસિંહે મીડિયા સમક્ષ એવો દાવો પણ કર્યો હતો કે સામેવાળાઓ દ્વારા તેમની સામે કરવામાં આવેલી ફરિયાદ ખોટી છે. તેમણે કહ્યું હતું કે તેઓ સંકુલ કે વૃદ્ધાશ્રમનો વિરોધ કરતા નથી અને ફક્ત યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાના મુદ્દે જ વિવાદ થયો હતો. મહાવીરસિંહે મહિપતસિંહ ચૌહાણના સામાજિક કાર્યોની પ્રશંસા કરતાં તેમના પુત્ર સામે ગુંડાગીરીનો આક્ષેપ કર્યો હતો.

કૃષ્ણપાલસિંહે પણ 9 લોકો સામે ફરિયાદ નોંધાવી
આ તરફ, આ ઘટનાના એક દિવસ અગાઉ કૃષ્ણપાલસિંહે પણ મહાવીરસિંહ સહિત લવાલ ગામના 9 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ, તેઓ પોતાના પિતા મહિપતસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવતી સામાજિક સેવાઓના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. આ બાબતે અદાવત રાખીને મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણ અને હંસરાજસિંહ ચન્દ્રસિંહ જાડેજા સોશિયલ મીડિયા પર પોસ્ટ ન મૂકવા બાબતે તેમની સાથે ઝઘડો કરતા હોવાનો આરોપ છે. કૃષ્ણપાલસિંહના જણાવ્યા મુજબ, 26 સપ્ટેમ્બરની રાત્રે તેઓ ગામના ગેટ પાસે ઊભા હતા ત્યારે મહાવીરસિંહ લોખંડની પાઇપ લઈને આવ્યા હતા અને તેમની સાથે અન્ય 8 લોકો પણ આવ્યા હતા. સોશિયલ મીડિયા પર રીલ્સ મૂકવાના મુદ્દે અપશબ્દો બોલીને મહાવીરસિંહે લોખંડની પાઇપથી તેમના માથામાં હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. તેમને છોડાવવા વચ્ચે પડેલા તેમના કાકા અને મિત્રને પણ માર મારવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ત્યારબાદ કૃષ્ણપાલસિંહને એમ્બ્યુલન્સ મારફતે ખેડાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

હુમલો કરવા મહિલાઓ સાથે ઘરે પહોંચ્યાનો પણ આક્ષેપ
ફરિયાદી મહાવીરસિંહે એવો પણ આક્ષેપ કર્યો હતો કે હુમલાના બીજા દિવસે કૃષ્ણપાલસિંહના માતા અને મહિપતસિંહ ચૌહાણની પત્ની પારૂલબેન ચૌહાણ, જેઓ હાલ લવાલ ગામના સરપંચ છે, અન્ય ફરિયાદીની માતા સહિત આશરે 50 મહિલાઓ સાથે તેમના ઘરે હુમલો કરવા પહોંચ્યા હતા. આ આક્ષેપ અંગે પોલીસ તપાસમાં હકીકત સ્પષ્ટ થશે.

મહિપતસિંહ ચૌહાણે ઘટના અંગે પ્રતિક્રિયા આપી નહોતી
ઘટના સામે આવ્યા બાદ મીડિયાએ મહિપતસિંહ ચૌહાણનો ટેલિફોનિક સંપર્ક કરીને સમગ્ર મામલે તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમણે ઘટના અંગે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.

મહિપતસિંહ ચૌહાણનો સામાજિક કાર્ય સાથેનો નાતો
મહિપતસિંહ ચૌહાણ ખેડા જિલ્લાના લવાલ ગામના વતની છે અને મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશનના સ્થાપક છે. તેઓ ‘માહી સરપંચ’ તરીકે પણ ઓળખાય છે. 2017માં તેઓ લવાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટાયા હતા. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટીમાંથી માતર અને ખંભાત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. તેમના ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધાશ્રમ, શૈક્ષણિક સંકુલ અને અનાથ દીકરીઓના સમૂહ લગ્ન સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ, રહેવા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. માર્ચ 2026માં તેમના દ્વારા 101 માતા-પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા.

અગાઉ મહિપતસિંહ અને જયેશ રાઠોડ વચ્ચે પણ વિવાદ થયો હતો
ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન મહિપતસિંહ ચૌહાણ અને જયેશ રાઠોડ નામના વ્યક્તિ વચ્ચે સોશિયલ મીડિયા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપનો વિવાદ જોવા મળ્યો હતો. જયેશ રાઠોડ સહિતના લોકોએ મહિપતસિંહની કમાણી, તેમની 50 લાખની કાર, સંપત્તિ અને ફાઉન્ડેશનની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા. પોપટ આહીર અને મહિપતસિંહ સામે ₹1.60 કરોડની છેતરપિંડીના આક્ષેપોને લઈને પણ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ હતી. મહિપતસિંહે વીડિયો જાહેર કરીને આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને તેને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું હતું. થોડા દિવસો પહેલાં આ વિવાદનો અંત આવ્યો હતો અને જયેશ રાઠોડે માફી માગ્યા બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાની માહિતી સામે આવી હતી.

Tags:
#JusticeForVictim#DigitalCrime#ShockingIncident#LawAndOrder#GujaratPolice
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026