મારું ગુજરાત

રક્ષાબંધનના પવિત્ર દિવસે પરિવારમાં છવાયો માતમ! ગાય આડે આવતા યુવતીનું કરુણ મોત

29 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
રક્ષાબંધનના પવિત્ર દિવસે પરિવારમાં છવાયો માતમ! ગાય આડે આવતા યુવતીનું કરુણ મોત

Khambhalia Accident: રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં કરુણ અકસ્માત સર્જાયો છે. પરિવાર સાથે તહેવારની ઉજવણી કર્યા બાદ ભાઈઓ સાથે બાઈક પર ફરવા નીકળેલી 19 વર્ષીય યુવતીનું અકસ્માતમાં મોત થતાં પંચમતીયા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર ખંભાળિયા પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

રસ્તા વચ્ચે અચાનક ગાય આવી અને અકસ્માત સર્જાયો
મળતી માહિતી મુજબ, ખંભાળિયામાં રહેતા પરેશ પંચમતીયાની 19 વર્ષીય પુત્રી શ્રીહરિએ પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. રાત્રે પરિવાર સાથે હોટલમાં ભોજન કર્યા બાદ શ્રીહરિ તેના મોટા ભાઈ દર્શિલ અને નાના ભાઈ દર્શન સાથે બાઈક પર ફરવા નીકળી હતી. રાત્રિના આશરે 11 વાગ્યાના સમયે તેઓ આહિર સિંહણ રોડ પર ધરમપુર નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક ગાય રસ્તા પર આવી ચઢતા બાઈક તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી.

માથામાં ગંભીર ઈજા, ઘટનાસ્થળે જ મોત
અકસ્મતમાં બાઈક પર સવાર શ્રીહરિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજા એટલી ગંભીર હતી, કે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફ, બાઈક ચલાવી રહેલા તેના ભાઈ દર્શિલ અને દર્શનને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

રક્ષાબંધનના દિવસે જ ભાઈઓએ બહેન ગુમાવી
રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારના દિવસે જ બે ભાઈઓએ પોતાની બહેનને ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જે દિવસે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની ઉજવણી થઈ રહી હતી, એ જ દિવસે બનેલી આ કરુણ ઘટનાથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. શ્રીહરિના અકાળે અવસાનના સમાચારથી રઘુવંશી સમાજ સહિત સમગ્ર ખંભાળિયા શહેરમાં શોકની લાગણી પ્રસરી છે.

Tags:
ગુજરાત અકસ્માતરક્ષાબંધન 2026ભાઈઓ સાથે બાઈક પર યુવતીગાય સાથે બાઈક અથડાઈખંભાળિયા રોડ અકસ્માત
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026