મારું ગુજરાત

સ્કૂલ ફંક્શનમાં 'રોલો' પાડવા અમદાવાદથી ભાડે લાવેલી થારે સર્જ્યો કહેર, સગીરે રિક્ષા-બાઈક સહિત 3 વાહનોનો કચ્ચરઘાણ વાળ્યો

11 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
સ્કૂલ ફંક્શનમાં 'રોલો' પાડવા અમદાવાદથી ભાડે લાવેલી થારે સર્જ્યો કહેર, સગીરે રિક્ષા-બાઈક સહિત 3 વાહનોનો કચ્ચરઘાણ વાળ્યો

Kalol Thar Accident: ગુજરાતમાં સગીરો દ્વારા બેફામ ગાડી હંકારી અકસ્માત સર્જવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. કલોલના હાઈવે સર્વિસ રોડ પર આજે એક 18 વર્ષીય સગીરની મોજમસ્તીએ અનેક નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. સંસ્કૃતિ મૂવીપ્લેક્સ સામે પૂરપાટ ઝડપે આવતી એક થાર ગાડીએ રિક્ષા, બાઈક અને એક્ટિવા સહિતના વાહનોને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ એક 2 વર્ષના માસૂમ બાળક સહિત 4 લોકો ઘાયલ થયા છે.

દેખાદેખીમાં ખેલાયો મોતનો ખેલ
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, કલોલના કૈલાશભાઈ પુરબિયાનો 18 વર્ષીય પુત્ર જે ધોરણ 12માં અભ્યાસ કરે છે, તેની સ્કૂલમાં આજે ફંક્શન હોવાથી તે મિત્રોમાં પ્રભાવ પાડવા (રોલો પાડવા) માંગતો હતો. આ માટે તે તેના બે મિત્રો સાથે ખાસ અમદાવાદથી થાર ગાડી ભાડે કરીને લાવ્યો હતો. પેટ્રોલ પંપ પરથી ઈંધણ પુરાવ્યા બાદ આ સગીરે ગાડીનું સ્ટીયરીંગ હાથમાં લીધું અને કલોલના સર્વિસ રોડ પર ગાડી પૂરપાટ ઝડપે દોડાવી હતી. રોંગ સાઈડમાં આવતી આ બેફામ થારે સામે આવતા વાહનોનો કચ્ચરઘાણ વાળી દીધો હતો.

બાઈકચાલક હવામાં ફંગોળાયો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે થારની ટક્કર વાગતા જ બાઈકચાલક ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયો હતો. ફરિયાદી સુએબ અહમદ શેખ જે અડાલજ ખાતે ગેરેજ ચલાવે છે, તેઓ પોતાના બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી થારે પહેલા એક એક્ટિવાને અને ત્યારબાદ સુએબભાઈના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. બાઈક થારના ટાયર નીચે ફસાઈ ગયું હતું અને સુએબભાઈને હાથ-પગમાં ગંભીર ફેક્ચર થયું છે. બેફામ બનેલી થારે રોડ પર ઉભેલી એક લોડિંગ રિક્ષાને પણ અડફેટે લેતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં બે ભાઈઓને ઈજાઓ પહોંચી હતી.

પોલીસે સગીરોને રાઉન્ડઅપ કર્યા
આ ઘટનાએ ગાંધીનગરના રાંદેસણ ખાતે સિટી પલ્સ પાસે હિતેશ પટેલે સર્જેલા ભયાનક અકસ્માતની યાદ તાજી કરી દીધી છે, જેમાં બે નિર્દોષોના મોત થયા હતા. કલોલની ઘટનામાં સદનસીબે કોઈનું મોત થયું નથી, પરંતુ સગીર વયના બાળકોમાં વધતું જતું કાર સ્ટંટનું વળગણ ચિંતાનો વિષય બન્યો છે. કલોલ તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અકસ્માત સર્જનાર ત્રણેય સગીરોને રાઉન્ડઅપ કરી લીધા છે.

પોલીસે ગાડી ભાડે આપનાર એજન્સી વિરુદ્ધ તપાસ હાથ ધરી
પોલીસે હવે ગાડી ભાડે આપનાર એજન્સી વિરુદ્ધ પણ તપાસ હાથ ધરી છે કે કયા આધારે સગીરને ગાડી સોંપવામાં આવી હતી. આ ઘટના વાલીઓ માટે પણ લાલબત્તી સમાન છે કે જેઓ પોતાના સંતાનોને લાયસન્સ વગર વાહનો સોંપે છે.

Tags:
રિક્ષા બાઈક અકસ્માતપોલીસ કાર્યવાહીતાજા સમાચારગુજરાતી ન્યૂઝયુવા બેદરકારી
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026