મારું ગુજરાત

લસ્સીમાં ઘેનની ગોળીઓ ભેળવી યુવકને ભાદર નદીમાં ફેંક્યો, ₹80 હજાર માટે પિતા-પુત્રએ કરી હત્યા

26 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
લસ્સીમાં ઘેનની ગોળીઓ ભેળવી યુવકને ભાદર નદીમાં ફેંક્યો, ₹80 હજાર માટે પિતા-પુત્રએ કરી હત્યા

Junagadh Murder Mystery: જૂનાગઢમાં માત્ર ₹80 હજારની ઉઘરાણી મામલે 27 વર્ષીય સમીર હનીફભાઈ શેખની હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી નાસિરખાન પઠાણ અને તેના પુત્ર દાઉદખાને સમીરને લસ્સીમાં ઘેનની ગોળીઓ ભેળવી પીવડાવી બેભાન કર્યો હતો. ત્યારબાદ તેને તેના જ એક્ટિવા પર બેસાડી જૂનાગઢથી જેતપુર નજીક ભાદર નદીના પુલ સુધી લઈ ગયા હતા અને નદીમાં ફેંકી દીધો હતો. જૂનાગઢ સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલી બંને આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે નાસિરખાન અગાઉ નાનજી કાતરિયા તરીકે ઓળખાતો હતો અને તેણે વર્ષો પહેલાં ધર્મપરિવર્તન કર્યું હતું.

₹80 હજારની ઉઘરાણી મામલે સમીરને મળતી હતી જાનથી મારી નાખવાની ધમકીઓ
જૂનાગઢના સુખનાથ ચોક પાસે બારાસૈયદ રોડ પર આવેલા કુંભારવાડા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય સાહિલ હનીફભાઈ શેખે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં નાસિરખાન પઠાણ અને તેના પુત્ર દાઉદખાન નાસિરખાન પઠાણનાં નામ આપ્યાં હતાં. ફરિયાદ મુજબ, નાસિરખાન પઠાણ સમીર પાસે ₹80 હજારની માંગણી કરતો હતો. સમીર પાસે તાત્કાલિક પૈસાની વ્યવસ્થા ન હોવાથી તેણે મજૂરીકામ કરીને ધીમે-ધીમે રૂપિયા ચૂકવી દેવાની ખાતરી આપી હતી. જોકે, નાસિરખાન અવારનવાર તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો.

કલરકામના બહાને ઘરે બોલાવી હત્યાનું કાવતરું ઘડ્યું
પૈસાની લેતીદેતીના વિવાદમાં પિતા-પુત્રએ સમીરની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા બંને આરોપીઓએ સમીરને કલરકામના બહાને પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યાં તેને લસ્સીમાં ઘેનની ગોળીઓ ભેળવી પીવડાવવામાં આવી હતી, જેના કારણે તે બેભાન થઈ ગયો હતો.

સમીરના જ એક્ટિવા પર બેસાડી ભાદર નદી સુધી લઈ ગયા
સમીર બેભાન થઈ ગયા બાદ આરોપીઓએ તેને તેના જ કાળા રંગના એક્ટિવા પર બેસાડ્યો હતો. નાસિરખાન એક્ટિવા ચલાવતો હતો, જ્યારે તેનો પુત્ર દાઉદખાન પાછળ બેસીને સમીરને પકડી રાખતો હતો. આ રીતે બંને બેભાન યુવકને જૂનાગઢથી જેતપુર તાલુકાના પાંચપીપળા ગામ પાસે આવેલા ભાદર નદીના પુલ સુધી લઈ ગયા હતા. ત્યાં કોઈને શંકા ન જાય તે રીતે સમીરને નદીમાં ફેંકી દીધો હતો. આ ઘટનામાં સમીરનું મોત થયું હતું. ત્યારબાદ બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પરિવારની શંકા બાદ પોલીસ તપાસમાં હત્યાનો ભેદ ઉકેલાયો
આ મામલે શરૂઆતમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવી હતી. જોકે, મૃતકના પરિવારજનોએ નાસિરખાન પઠાણ દ્વારા નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હોવાની શંકા વ્યક્ત કરી હતી. આ શંકાના આધારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન નાસિરખાન અને તેના પુત્ર દાઉદખાન દ્વારા સમીર પાસે ₹80 હજારની માંગણી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. સમીરે રૂપિયા માટે વ્યવસ્થા થશે ત્યારે આપીશ તેમ કહ્યું હતું, જેના પગલે બંનેએ હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું.

પિતા નાસિરખાન અને પુત્ર દાઉદખાનની ધરપકડ
પોલીસે સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી નાસિરખાન પઠાણ અને તેના પુત્ર દાઉદખાનની ધરપકડ કરી છે. આ મામલે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યા, કાવતરું અને મદદગારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. માત્ર ₹80 હજારની ઉઘરાણીના વિવાદમાં એક યુવકની હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

Tags:
GujaratVandanGujarat Crime NewsJunagadh Crime NewsDaud Khan ArrestedNasirkhan Pathan
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026