મારું ગુજરાત

જૂનાગઢમાં ભજન સંધ્યામાં બબાલ, સાધુ શિવગિરી ગદા લઈને ગિરનાર માતા પર

25 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
જૂનાગઢમાં ભજન સંધ્યામાં બબાલ, સાધુ શિવગિરી ગદા લઈને ગિરનાર માતા પર

Junagadh Kinnar Akhada Attack: ધાર્મિક નગરી જૂનાગઢમાં જૂના કિન્નર અખાડાના 1008 અધ્યક્ષ અને મહામંડલેશ્વર ગિરનાર માતા ઉર્ફે સ્વીટુ માતા પર જીવલેણ હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શિવગિરી નામનો સાધુ હાથમાં ગદા લઈને નગ્ન અવસ્થામાં અચાનક અખાડામાં ઘૂસી આવ્યો હતો અને સભ્યો પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ભજન સંધ્યાના કાર્યક્રમમાં ભારે અફરાતફરી અને ભાગદોડ મચી ગઈ હતી. હુમલામાં ઈજાગ્રસ્ત સ્વીટુ માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. હુમલા બાદ આરોપી ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

ભજન સંધ્યામાં ગદા લઈને અચાનક ઘૂસી આવ્યો સાધુ
ગિરનારની લીલી પરિક્રમામાં સામેલ થવા માટે જૂના કિન્નર અખાડાના મહામંડલેશ્વર સહિત વિવિધ જિલ્લાઓ અને રાજ્યોમાંથી કિન્નરો જૂનાગઢ પહોંચ્યા હતા. પરિક્રમા પૂર્ણ થયા બાદ કિન્નર અખાડા ખાતે ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શિવગિરી નામનો સાધુ હાથમાં ગદા લઈને નગ્ન અવસ્થામાં અચાનક ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે અખાડામાં પ્રવેશ કરીને કિન્નર અખાડાના સભ્યો પર હુમલો કરી દીધો હતો. અચાનક બનેલી આ ઘટનાથી કાર્યક્રમમાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને સ્થળ પર ભાગદોડ મચી ગઈ હતી.

ગિરનાર માતા ઉર્ફે સ્વીટુ માતાને હોસ્પિટલ ખસેડાયાં
આ હુમલામાં કિન્નર અખાડાનાં 1008 અધ્યક્ષ અને મહામંડલેશ્વર ગિરનાર માતા ઉર્ફે સ્વીટુ માતા ઈજાગ્રસ્ત થયાં હતાં. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર લીધા બાદ તેમણે હુમલાખોર શિવગિરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અનેક ગુનાઓમાં સંડોવણી, હુમલા બાદ આરોપી ફરાર
આરોપી શિવગિરી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. સ્વીટુ માતા પર હુમલો કર્યા બાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ પોલીસ હરકતમાં આવી હતી. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસ દ્વારા વિવિધ દિશામાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. હવે આ ઘટનામાં ફરાર આરોપી ક્યારે ઝડપાય છે તેના પર સૌની નજર છે.

Tags:
GujaratVandanGujarat Crime NewsJunagadh Crime NewsNaga Sadhu ShivgiriKinnar Akhada
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026