મારું ગુજરાત

સાતમ-આઠમને પગલે સૌરાષ્ટ્રમાં બસો ફૂલ! ST-ખાનગી બસોના ભાડા દોઢથી બે ગણાં વધ્યા

3 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
સાતમ-આઠમને પગલે સૌરાષ્ટ્રમાં બસો ફૂલ! ST-ખાનગી બસોના ભાડા દોઢથી બે ગણાં વધ્યા

Janmashtami 2026: અમદાવાદમાં રોજીરોટી અને નોકરી-ધંધા માટે વસેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે સાતમ-આઠમનો તહેવાર વતન જવાનો મોટો અવસર બની રહ્યો છે. મિની વેકેશન શરૂ થતાં જ લોકો પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે સૌરાષ્ટ્ર તરફ વતનની વાટ પકડી રહ્યા છે. વર્ષ દરમિયાન કામકાજને કારણે પરિવારથી દૂર રહેતા લોકો માટે સાતમ-આઠમ અને દિવાળી જેવા તહેવારો પરિવારજનો સાથે સમય વિતાવવાની તક આપે છે. હાલ ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ જતાં અને વેટિંગ લિસ્ટ વધતાં મુસાફરોનો ભારે ધસારો બસ તરફ જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી આશરે 80 ટકા ST બસો અને 70 ટકા ખાનગી ટ્રાવેલ્સની સીટો અત્યારથી જ ભરાઈ ગઈ છે.

મુસાફરો વધારાનું ભાડું ચૂકવવા મજબૂર
ખાસ કરીને રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જેવા પ્રમુખ રૂટ પરની મોટાભાગની બસો હાઉસફૂલ થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં ખાનગી બસની જે ટિકિટ રૂ.500થી રૂ.700માં મળતી હતી, તેના ભાવ તહેવારોને કારણે વધીને રૂ.800થી રૂ.1,200 સુધી પહોંચી ગયા છે. વતન પહોંચવાની ઉતાવળમાં મુસાફરો વધારાનું ભાડું ચૂકવવા તૈયાર છે. અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવનારા મુસાફરોની સંખ્યા વધુ હોવાથી છેલ્લી ઘડીએ ટિકિટ શોધતા લોકોને મનપસંદ સમય, સીટ કે બસ મળવી મુશ્કેલ બની છે.

કયા રૂટ પર કેટલું ભાડું?
સૌરાષ્ટ્રના વિવિધ શહેરો માટે હાલના ખાનગી બસ ભાડાં, સામાન્ય દિવસોના ભાડાં અને ST બસના ભાડાંમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

  • અમરેલી: હાલનું ખાનગી ભાડું ₹800-1,100, સામાન્ય ભાડું ₹500-600, STનું ભાડું ₹214-452.

  • રાજકોટ: હાલનું ખાનગી ભાડું ₹500-1,000, સામાન્ય ભાડું ₹500-600, STનું ભાડું ₹181-547.

  • જામનગર: હાલનું ખાનગી ભાડું ₹600-1,300, સામાન્ય ભાડું ₹600-850, STનું ભાડું ₹236-799.

  • દ્વારકા: હાલનું ખાનગી ભાડું ₹700-1,300, સામાન્ય ભાડું ₹600-850, STનું ભાડું ₹312-1,182.

  • પોરબંદર: હાલનું ખાનગી ભાડું ₹850-1,100, સામાન્ય ભાડું ₹750-900, STનું ભાડું ₹287-427.

  • વેરાવળ: હાલનું ખાનગી ભાડું ₹800-1,300, સામાન્ય ભાડું ₹600-800, STનું ભાડું ₹302-1,242.

  • ભાવનગર: હાલનું ખાનગી ભાડું ₹700-1,100, સામાન્ય ભાડું ₹500-600, STનું ભાડું ₹160-430.

  • બોટાદ: હાલનું ખાનગી ભાડું ₹500-1,000, સામાન્ય ભાડું ₹500-600, STનું ભાડું ₹159-297.

તહેવારોમાં STનું વિશેષ આયોજન
રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા ST નિગમ દ્વારા અગાઉથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વધારાની બસો મૂકીને આશરે 9,500 વિશેષ ટ્રિપો દોડાવવામાં આવી રહી છે. આટલી મોટી સંખ્યામાં વધારાની બસો દોડાવવામાં આવી હોવા છતાં તહેવારોમાં મુસાફરોનો ઉપાડ એટલો વધી ગયો છે કે ST બસોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. ઘણા રૂટ પર સીટો ઝડપથી ભરાઈ રહી હોવાથી છેલ્લી ઘડીએ ટિકિટ મેળવવા ઇચ્છતા મુસાફરો માટે મુશ્કેલી વધી છે.

વતન જવા માટે બસો પર વધ્યો આધાર
ટ્રેનોમાં બુકિંગ અને વેટિંગ લિસ્ટના કારણે અમદાવાદમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ હવે ખાનગી ટ્રાવેલ્સ અને ST બસો પર વધુ આધાર રાખી રહ્યા છે. પરિવાર સાથે સાતમ-આઠમ ઉજવવા માટે લોકો વધારાનું ભાડું ચૂકવીને પણ વતન જવા તૈયાર છે. તહેવાર નજીક આવતાં બસોમાં મુસાફરોની ભીડ હજુ વધવાની શક્યતા છે.

Tags:
પોરબંદર બસઅમરેલી બસજૂનાગઢ બસભાવનગર બસરાજકોટ બસ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026