મારું ગુજરાત

9 વર્ષની ઉંમરે વિહાનની ઐતિહાસિક સિદ્ધિ! હિમાચલનું 6111 મીટર ઊંચું શિખર સર કરી રચ્યો રેકોર્ડ

14 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
9 વર્ષની ઉંમરે વિહાનની ઐતિહાસિક સિદ્ધિ! હિમાચલનું 6111 મીટર ઊંચું શિખર સર કરી રચ્યો રેકોર્ડ

World Record Child Mountaineer: જામનગરના 9 વર્ષીય બાળ પર્વતારોહક વિહાન ઉમેદભાઈ ચેતરિયાએ હિમાચલ પ્રદેશમાં 6,111 મીટર ઊંચા માઉન્ટ યુનામ શિખરને સર કરીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. આ સફળતા સાથે તે 6,000 મીટરથી વધુ ઊંચાઈનું શિખર સર કરનાર વિશ્વનો બીજો સૌથી નાની વયનો બાળ પર્વતારોહક બન્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિહાનની આ સિદ્ધિ બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખીને તેને અભિનંદન પાઠવ્યાં છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિહાનને પાઠવી શુભેચ્છા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના અભિનંદન સંદેશમાં જણાવ્યું હતું કે, નાની ઉંમરે વિષમ ભૌગોલિક પરિસ્થિતિઓનો સામનો કરીને ધ્યેય પ્રત્યેની એકાગ્રતા અને શિસ્ત દર્શાવવી પ્રશંસનીય છે. વિહાનની સિદ્ધિએ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા’ અને ‘ખેલો ઇન્ડિયા’ના વિઝનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, યુવા પેઢીમાં સાહસવૃત્તિ અને ખેલદિલીને પ્રોત્સાહન આપવું જરૂરી છે. વિહાને માઉન્ટ યુનામના શિખર પર “Childhood Needs Adventure, Not Addiction” લખેલું બેનર પ્રદર્શિત કર્યું હતું. બાળપણને વ્યસનથી દૂર રાખીને સાહસ, રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓ તરફ વાળવાનો આ સંદેશ મુખ્યમંત્રીએ પ્રશંસનીય ગણાવ્યો હતો. તેમણે વિહાનના માતા-પિતા અને માર્ગદર્શકોને પણ અભિનંદન પાઠવ્યાં હતાં.

વિહાને મુખ્યમંત્રીનો માન્યો આભાર
મુખ્યમંત્રીનો પત્ર મળતાં વિહાને આભાર વ્યક્ત કર્યો હતો. તેણે જણાવ્યું કે તેની સિદ્ધિની નોંધ લઈને પ્રોત્સાહન આપવા બદલ તે મુખ્યમંત્રીનો આભારી છે. આ પ્રશંસાથી તેના જેવા અન્ય બાળકોને પણ પ્રેરણા મળશે અને ‘ફિટ ઇન્ડિયા’ તથા ‘ખેલો ઇન્ડિયા’ના સંદેશને વેગ મળશે. વિહાનનાં માતા દક્ષાબેન અને પિતા ઉમેદભાઈ ચેતરિયાએ પણ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે બાળકોને રમતગમત અને સાહસિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપવાની પહેલને આવકારદાયક ગણાવી હતી.

10 સપ્ટેમ્બરે સર કર્યું હતું માઉન્ટ યુનામ
મળતી માહિતી મુજબ, વિહાને 10 સપ્ટેમ્બર, 2026ના રોજ હિમાચલ પ્રદેશના લાહૌલ વિસ્તારમાં આવેલું માઉન્ટ યુનામ શિખર સફળતાપૂર્વક સર કર્યું હતું. આ પર્વતારોહણ દરમિયાન તેને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. શૂન્યથી નીચેનું તાપમાન, બરફના લપસણા ઢોળાવો, પથ્થરાળ રસ્તા અને ઊંચાઈ વધતાં ઓક્સિજનનું ઘટતું પ્રમાણ જેવી મુશ્કેલીઓ વચ્ચે તેણે આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલાં પણ વિહાન પર્વતારોહણ ક્ષેત્રે પોતાની ક્ષમતા સાબિત કરી ચૂક્યો છે. તેણે હિમાચલ પ્રદેશમાં 5,289 મીટર ઊંચું માઉન્ટ ફ્રેન્ડશિપ પીક પણ સર કર્યું હતું.

'બાળપણને વ્યસન નહીં, સાહસની જરૂર'
માઉન્ટ યુનામના શિખર પર વિહાને પ્રદર્શિત કરેલા બેનરનો સંદેશ ખાસ ધ્યાન ખેંચે છે. તેનો ઉદ્દેશ્ય બાળકોને મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવાને બદલે બહારની પ્રવૃત્તિઓ, રમતગમત, સાહસ અને નવી વસ્તુઓ શીખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. માત્ર 9 વર્ષની ઉંમરે ઊંચા પર્વતનું શિખર સર કરનાર વિહાનની સિદ્ધિ અન્ય બાળકો માટે પ્રેરણારૂપ બની છે. મુખ્યમંત્રીના અભિનંદનથી તેની આ સફળતાને વધુ ઓળખ મળી છે.

Tags:
#EverestGoals#IndianYouth#GujaratPride#Inspiration#Adventure
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026