મારું ગુજરાત

પાટણ MBBS ઉત્તરવહી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર જે. જે. વોરાને બચાવવા યુનિવર્સિટી અને તપાસ અધિકારીની મિલીભગત ?

1 મે, 2026•
GVGujaratvandan team
પાટણ MBBS ઉત્તરવહી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર જે. જે. વોરાને બચાવવા યુનિવર્સિટી અને તપાસ અધિકારીની મિલીભગત ?

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વર્ષ 2019ના બહુચર્ચિત MBBS ઉત્તરવહી બદલવાના કૌભાંડમાં ચાર-ચાર તપાસ સમિતિઓના અહેવાલો અને નામદાર હાઈકોર્ટના સ્પષ્ટ આદેશો હોવા છતાં, યુનિવર્સિટી પ્રશાસન અને તપાસ અધિકારીઓ દ્વારા મુખ્ય આરોપીઓને બચાવવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, તે લોકશાહી અને ન્યાયપ્રણાલી માટે આંચકા સમાન છે. આ મામલે ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે આજે પ્રેસ સમક્ષ અનેક ચોંકાવનારા ખુલાસા કરી CID ક્રાઇમનો અહેવાલ પણ રજુ કર્યો હતો.

​મુખ્ય સૂત્રધાર જે. જે. વોરાનું નામ FIR માંથી કેમ ગાયબ?

​ડૉ. કિરીટ પટેલે જણાવ્યું હતું કે, CID ક્રાઈમના રિપોર્ટમાં સ્પષ્ટપણે જે. જે. વોરાની સંડોવણી હોવા છતાં, યુનિવર્સિટીના રજિસ્ટ્રારે નોંધાવેલી FIR માં તેમનું નામ જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં જે તે સમયે યુનિવર્સિટી કારોબારી સભ્ય ડૉ .દિલીપ પટેલની રજૂઆત છતાં જે. જે. વોરા સામેની ખાતાકીય તપાસ બાદ અપાયેલ નોટિસ નો જવાબ પણ કારોબારી સમક્ષ મૂકવામાં આવ્યો નથી અને જે. જે. વરાને મદદ કરવામાં આવી.

નામદાર હાઈકોર્ટે પણ 20 માર્ચ 2025ના રોજ સ્પષ્ટ આદેશ કર્યો હતો કે CID ક્રાઈમના અહેવાલ મુજબ તપાસ કરવી, તેમ છતાં પોલીસ અને યુનિવર્સિટી દ્વારા મુખ્ય આરોપીને 'ક્લીન ચીટ' આપવા માટે જે ખેલ ખેલાઈ રહ્યો છે તે અત્યંત ગંભીર છે.

​ડૉ. કિરીટ પટેલે પુરાવા સાથે નીચે મુજબની વિગતો રજૂ કરી હતી જે જે. જે. વોરાના બદ-ઈરાદાને સ્પષ્ટ કરે છે:

  1. જે.જે.વોરાના સ્વહસ્તાક્ષરમાં નોંધ અને સહી:પુનઃમૂલ્યાંકન પ્રક્રિયામાં ગુણ સુધારણા અંગે જે. જે. વોરાએ પોતે 'Change in Marks' લખી સહી કરી છે. કાયદા મુજબ દ્વિતીય ચકાસનાર કે સહ-સંયોજકની સહી લેવી ફરજિયાત હોવા છતાં તેમણે જાણી જોઈને કરાવી નથી, જે કૌભાંડની શરૂઆત દર્શાવે છે.

  1. જે.જે વોરાના તાબા હેઠળના ​કેમેસ્ટ્રી વિભાગની ઉત્તરવહીઓનો ઉપયોગ: બદલવામાં આવેલી નવી ઉત્તરવહીઓ જે. જે. વોરા જે વિભાગના અધ્યક્ષ હતા તે કેમેસ્ટ્રી વિભાગની જ છે. આ સાબિત કરે છે કે આ ગુનાહિત કૃત્ય તેમના તાબા હેઠળના વિભાગમાં જ આચરવામાં આવ્યું છે.

  1. ​કરાર આધારિત કર્મચારીની કર્મચારીઓની નિમણૂક: આવા અત્યંત ગોપનીય કામમાં કાયમી અધ્યાપકની જરૂર હોય છે, પરંતુ વોરાએ પોતાના તાબા હેઠળના 11 માસના કરાર આધારિત ટેકનિકલ માણસને સહ-સંયોજક બનાવી કૌભાંડ માટે રસ્તો સાફ કર્યો હતો.

4 . ઉત્તરવહીઓની કસ્ટડી: જ્યારે પુનઃમૂલ્યાંકન માટે ઉત્તરવહીઓ લઈને વોરા સુરત ગયા હતા, ત્યારે તે મર્યાદિત સંખ્યામાં હોવાથી તેની સંપૂર્ણ જવાબદારી તેમની વ્યક્તિગત કસ્ટડીમાં જ હતી. તે આ જવાબદારીમાંથી છટકી શકે નહીં.

5 . સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન: 'લલિતા કુમારી' વિરુદ્ધ સરકારના ચુકાદા મુજબ, જ્યારે ગંભીર ગુનામાં પ્રાથમિક પુરાવા મળતા હોય ત્યારે FIR નોંધી તપાસ કરવી અનિવાર્ય છે, જેનું આ કેસમાં ઉલ્લંઘન થયું છે.

​તપાસ અધિકારી અને કુલ સચિવ સામે પણ કાયદાકીય જંગ
​ડૉ. કિરીટ પટેલે આક્ષેપ કર્યો હતો કે, "જે રીતે મુખ્ય આરોપી જે. જે. વોરા અને પંકજ કુમારના રિપોર્ટ મુજબના અન્ય કૌભાંડીઓને બચાવવામાં આવી રહ્યા છે, તે જોતા સ્પષ્ટ છે કે તપાસ અધિકારી અને યુનિવર્સિટીના કુલ સચિવ પણ આ કાવતરામાં સામેલ છે."​હવે ડૉ. કિરીટ પટેલ દ્વારા ફરી એકવાર કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે.

કાયદાકીય કાર્યવાહીઓ કરવાની માંગ સાથે આરોપી જે. જે. વોરાનું નામ FIR માં ઉમેરવા દાદ માંગવામાં ઉપરાંત ​મુખ્ય આરોપીને બચાવવાના અને પુરાવાઓ સાથે છેડછાડ કરવાના ગુનામાં તપાસ અધિકારી અને યુનિવર્સિટીના કુલ સચિવને પણ આરોપી તરીકે જોડવા માટે માગણી કરવામાં આવશે."યુનિવર્સિટીના નાકામ તંત્ર અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે નાપાસ વિદ્યાર્થીઓને ડોક્ટર બનાવી જનતાના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરવામાં આવી રહ્યો છે,

Tags:
Patan MBBS answer sheet scamJ.J. Vora Patan scam mastermindGujarat MBBS exam fraudUniversity collusion investigationCID probe Patan education
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026